SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમનું સેવન કરે છે; પરભાવની બેઠકરૂપ દેહાધ્યાસ છોડી દઈ, આત્મભાવમાં આસન જમાવે છે; બાહ્ય ભાવનું વિરેચન કરી અંતરાત્મભાવના પૂરણ-કુંભનરૂપ ભાવપ્રાણાયામ સાધે છે; વિષયવિકારમાંથી ઇંદ્રિયને પ્રત્યાહત કરી પરભવમાંથી આત્માને પાછું ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે; આત્મસ્વભાવમાં આત્માને ધારી રાખવારૂપ ધારણું ધરે છે; સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ થઈ આત્માનું એકાગ્ર ધ્યાન ધ્યાવે છે અને શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ જવારૂપ-સમાઈ જવારૂપ પરમ આત્મસમાધિ અનુભવે છે. અને આમ જે અનંત સુખધામ પદને ઈચ્છતા સુસંતે-ગીન્દ્રો દિનરાત તેના ધ્યાનમાં રહે છે, અને જ્યાં અનંત એવી સુધામય પરમ શાંતિ પ્રવહે છે, એવા તે પરમ અમૃતવરૂપ શુદ્ધ પરમ પદને આ ગીરાજ સાક્ષાતુ પામે છે. “સુખ ધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.”– શ્રીમદ રાજચંદ્રજી. (૨) શાસ્ત્રક7 મહર્ષિ હરિભદ્રાચાર્યજી. આમ દિવ્ય યોગદષ્ટિથી પરમાર્થમય યોગમાર્ગનું યથાર્થ દર્શન કરાવનાર આ શાસ્ત્રકર્તા મહર્ષિના પવિત્ર ચરિત્ર સંબંધી બે શબ્દ કહી અંત્ય મંગલરૂપ ઉપસંહાર કરીએ :-આ ભારત ભૂમિમાં મત-દર્શનના આગ્રહથી પર એવા જે ગણ્યાગાંઠયા “નિર્પક્ષ વિરલા કેઈ’ સાચા સંત પુરુષ થયા છે, તેમાં શ્રી હરિભદ્રાચાર્ય કેઈ અનેરી ભાત પાડનારા વિલક્ષણ સંત તત્ત્વજ્ઞ થઈ ગયા; સર્વ દર્શનનો સાધર્મિક બંધુત્વભાવે સમન્વય કરનારી પરમ ઉદાર નિરાગ્રહ અનેકાંત દષ્ટિને યથાર્થ પણે ઝીલનારા મહાપ્રભાવક જ્યોતિધર આર્ષ દષ્ટા થઈ ગયા. વિક્રમના આઠમા નવમા સૈકામાં થઈ ગયેલા આ યાકિની મહત્તા સૂન' તરીકે સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિના જીવન સંબંધી જે અતિ અપ માહિતી શ્રી પ્રભાવચરિત્ર આદિ પરથી આપણને ઉપલબ્ધ થાય છે તે પ્રમાણે– તેઓશ્રી ચિત્રકૂટના ( ચિત્તોડના ) નિવાસી સર્વશાસ્ત્ર પારંગત મહાપંડિત બ્રાહ્મણ હતા; અને ત્યાંના રાજા જિતારિના સંમાનિત પુરેડિત હતા. તે ચતુર્દશ વિધાસ્થાનમાં પ્રકર્ષને પામેલા હતા, પણ તેમને પોતાની વિદ્યાને મદ ચડ્યો હતો. પિતાને કલિસકલગ્નપણે માનતા આ ઘમંડી વિષે દુતર પ્રતિજ્ઞા કરી હતી કે “અત્રે જેનું કહેવું હું ન સમજી શકે, તેને હું શિષ્ય થઈ જાઉં, ' આમ દ્વિજ શ્રેષ્ઠ હરિભદ્ર પુરહિત અભિમાની છતાં સરલતાની મૂર્તિ અને સત્યતત્ત્વગવેષક હતા. એક દિવસ તે મહાપંડિત કે ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા, ત્યાં એક “યાકિની” મહત્તરા નામના વૃદ્ધ સાધ્વીજીને નીચેની ગાથાનો મધુર સ્વરે પાઠ કરતાં તેણે સાંભળ્યા "चक्की दुगं हरिपणगं पणगं चक्कोण केसवा चक्क । केसव चक्की केसव दुचक्की केसी य चक्की य ।।"
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy