SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૮) ગદરિસર્ભાશય દાણુ ઉદયી ગલ સમા, તુછ કુસુખે સક્ત; ત્યજે સુચેષ્ટા-ધિક અહે, દારુણ તમને અત્ર! ૮૪ અર્થ –બડિશામિષ એટલે માછલાના ગળાના માંસ જેવા તુચ્છ, તથા દારુણ ઉદય-વિપાકવાળા કુસુખમાં સક્ત થયેલા તેઓ સચેષ્ટા ત્યજે છે! અહો ! દારુણ તમનેઅજ્ઞાન અંધકારને ધિક્કાર હો ! વિવેચન તે ભવાભિનંદી જે મનુષ્ય જન્મનું સાર્થક્ય તે કરતા નથી, પણ ઉલટું તેને વેડફી નાંખે છે; મનુષ્ય અવતારરૂપ ધર્મબીજની ખેતી કરવી તે દૂર રહી, પણ તે બીજને જ સડાવી નાંખે છે ! કમાણી કરવી તે દૂર રહી, ઉલટી મૂડી ગુમાવી ગલની લાલચે નુકશાની જ કરે છે ! નફાના બદલે બોટને વ્યાપાર કરે છે ! કારણ બૂરા હાલ કે તેઓ માછલાના ગળાના માંસ જેવા તુચ્છ અને દારુણ-ભયંકર વિપાકવાળા દુષ્ટ ભેગજન્ય વિષયસુખમાં સક્ત થાય છે. માછલાને લલચાવવા માટે મચ્છીમારે માછલાના ગળાનું માંસ-ગલ આરમાં ભરાવીને મૂકે છે. માછલું તે તુચ્છ માંસ ખાવાની લાલચે, તેની પાછળ દોડી, તે આરમાં સપડાઈ જાય છે, અને પછી તેના ભૂંડા હાલહવાલ થાય છે, પ્રાણત દારુણ દુઃખ તે અનુભવે છે. તેમ મેહરૂપ માછીમાર જીવરૂપ માછલાને લલચાવવા માટે દુષ્ટ વિષયસુખરૂપ ગલ મૂકે છે, તે તુચ્છ અસત્ સુખની આશાએ તે તેની પાછળ દેડી તેમાં સપડાઈ જાય છે, આસક્ત થાય છે. અને પછી તેના બૂરા હાલહવાલ થાય છે, નરકાદિના દારુણ દુઃખ વિપાક તેને દવા પડે છે. આમ રસનેંદ્રિયની લેલુપતાથી જેમ માછલું સપડાઈને દુઃખી થાય છે તેમ પશેન્દ્રિયને વશ થવાથી મદોન્મત્ત હાથી પણ બંધન પામે છે, ચક્ષુઈન્દ્રિયને વશ થવાથી પતગીએ દીપકમાં ઝંપલાવી બળી મરે છે, ઘાણે દ્રિયને વશ થવાથી ભમરો કમળમાં પૂરાઈ જઈ પ્રાણાંત દુઃખ પામે છે, શ્રોત્રંદ્રિયને વશ થવાથી મૃગલાં પારધિની જાલમાં સપડાઈ જાય છે. આમ એકેક દાદ્રિય વિષયના પરવશપણાથી પ્રાણી દાણુ વિપાક પામે છે, તો પછી પાંચ ઇન્દ્રિય જ્યાં મોકળી હોય, એ ભવાભિનંદી જીવ તે કેટલું દુઃખ પામે એમાં પૂછવું જ શું ? "करिझषमधुपा रे शलभमृगादयो, विषयविनोदरसेन । हंत लभंते रे विविधा वेदना, बत परिणतिविरसेन ॥ જિળવા રે ગુઋસિમિતાબવા ” –શ્રી વિનયવિજયજીકૃત શાંતસુધારસ, માટે કહ્યું –ધિકાદો વા તH:-અહો ! દારુણ તમને ધિક્કાર છે ! આ કારણે અસાન અંધકારને ધિક્કાર છે ! આ કષ્ટરૂ૫ અજ્ઞાન છે, એમ અર્થ છે. કામ તાત વિર રામ તપાસ
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy