SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : ખસ ખણનારા જેમ વિષય સાધનેચછા (૩૧૧) મતિ એની ખજવાળમાં, ખસ મટાડવા નહિ; ત્યમ તસ મતિ ભેગાંગમાં, ન તદિચ્છા ક્ષયમાંહિ ! અર્થ –આ ખસને ખણનારાઓની બુદ્ધિ જેમ ખજવાળમાં જ હોય છે, પણ ખસના મટાડવામાં હોતી નથી, તેમ આ ભવાભિનંદી જીની મતિ પણ ભેગના અંગરૂપ વિષયમાં જ હોય છે, પણ તે ભેગાંગની (વિષયની) ઈચ્છાના નાશમાં હોતી નથી. વિવેચન અત્રે જે સુંદર આબેહુબ દૃષ્ટાંત આપ્યું છે (જુઓ વૃત્તિ) તે બહુ મનન કરવા જેવું છે, ને તેને ઉપનયયુક્ત આ સાર ગ્રહણ કરવા યોગ્ય છે – ખસના દરદીને ખજવાળ–ચળ ઘણી જ મીઠી લાગે છે, અને તેથી તે ખણવામાં–બેદી નાંખવામાં તેને એટલે બધો આનંદ આવે છે કે ખજવાળતાં ખજવાળતાં તેના નખ ઘસાઈ જાય, તે પણ તેની ખજવાળ ખૂટતી નથી ! પછી તે ખજવાળવા માટે દૃષ્ટાંત તૃણ વિગેરે બીજા સાધન પણ શોધે છે. હવે તેને જે કઈ વૈદ્યરાજ મળી ઉપનય આવે અને તેને કહે કે ભાઈ ! હાર સમૂળગો ખસ ગ જ હું કાઢી નાંખું, મને ત્રિફળાને પ્રયોગ કરવા દે, પછી ત્યારે ખજવાળવાની પણ પંચાત નહિં રહે, તો એ સામું કહેશે-હારે તે આ હારી ખજવાળ જ ભલી છે, તે જ મને મીઠી લાગે છે, માટે બરાબર ખજવાળાય તે તેને ઉપાય હોય તે કરે. જો કે આ ખજવાળથી તાત્કાલિક કલ્પિત મીઠાશ લાગતાં છતાં પરિણામે તે બળતરા જ ઊઠે છે, ખજવાળ ઉલટી વધે જ છે, ને રેગ ઊંડા મૂળ નાખે છે, પણ પશુ જે મૂર્ખ તે ગામડીઓ ગમાર તેમ સમજતા નથી. તે જ પ્રકારે ભવાભિમંદીરૂપ રેગીને ભવરૂપ ખસને મહારોગ લાગુ પડ્યો છે. તેથી આ સંસારના કીડાને વિષયેચ્છારૂપ મીઠી ખુજલીખજવાળ આવે છે, અને વિષયસેવનથી તે ખજવાળ દૂર કરવા મથે છે, પણ ગમે તેટલા વિષયગથી તે મટતી નથી, અગ્નિમાં આહુતિની જેમ ઉલટી વધતી જાય છે, ને અંતસ્તાપરૂપ બળતરા ઊઠે છે. વિષય ભેગથી સંસાર રેગ ઊંડા મૂળ નાંખતે જાય છે. વિષયથી તૃપ્તિ થવાને બદલે વિષય કહ્યું–ખસ મટી ગયે, કવિનેદના અભાવે (ખજવાળના અભાવે) જીવવાનું ફળ શું? તેથી ત્રિફલાથી સયું! આ કયાં મળે છે એ જ કહો ! એમ ને ગભર્યા છે. અક્ષગમનિકા (શબ્દાર્થ તે-ચાં શ0qca થી જૂનિવર્તિને તતેષ મનg ન રતિષ્ઠા રિજે-જેમ એની મતિ કંથનામાં (ખજવાળના સાધનોમાં) હોય છે, પણ તે ખસના નિવતનમાં–મટાડવામાં હોતી નથી; તેમ આ ભવાભિનંદીઓની મતિ ભેગીંગમાં હોય છે, પણ તેની ઈરછાના પરિક્ષયમાં ભેગેરછાની નિવૃત્તિમાં નથી હોતી; તવના અનભિજ્ઞપણથી જ (અજાણુપણાથી ) વયના પરિપાક થયે પણ. વાજીકરણમાં આદર હોવાથી. અહીં છૂછનું’ પ્રહણુ ભેગક્રિયાના ઉપલક્ષણવાળું છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy