SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : સમારે પરૂપ અઘસવેદ્ય પદ (૨૦) વિકલ્પરૂપ છે. પણ અદ્ય”માં તે તેવા પ્રકારનું ભાવગીગમ્ય એવું કઈ પણ સામાન્ય સંવેદન-દર્શન હોતું નથી. તેથી જ તેને “અદ્ય” નામ આપ્યું છે. અથવા બીજી રીતે ઘટાવીએ તે ભાવગીઓની સામાન્યપણે પોતપોતાની આત્મદશા અનુસાર જૂદી જૂદી સમાન કક્ષાઓ હોય છે, કે જેમાં સામાન્યપણે વસ્તુસ્થિતિ પ્રમાણે અમુક વસ્તુનું અમુક પ્રકારનું સમાન સંવેદન, દર્શન, અનુભવન હોય છે. પણ આ “અવેદ્યમાં તે એવી કોઈ સમ્યગદષ્ટિની કક્ષાના સમાન સંવેદના પરિણામની ઉપપત્તિ થતી નથી, અદ્ય” એવી કઈ જઘન્ય કોટિમાં પણ આવતું નથી–પ્રાપ્ત થતું નથી, એટલે જ એને “અદ્ય' કહ્યું છે. સંવેદ્ય એટલે એવું અને જ્યાં સદાય છે, જણાય છે, અનુભવાય છે તે અત્રે મિથ્યાત્વનો સદ્ભાવ હોવાથી જ્ઞાન અજ્ઞાનરૂપ જ હોય છે. એટલે તે અજ્ઞાનનું આવરણ જેટલું ખસ્યું હોય, તેટલા ક્ષયોપશમ પ્રમાણે ઉપપ્પવરૂપ-વિપર્યાસરૂપઅજ્ઞાનરૂપ ગડબડગોટાળારૂપ નિશ્ચયબુદ્ધિથી જે અજ્ઞાનરૂપ જ્ઞાન-જાણપણું અત્રે મિથ્યા સંવેદન થાય છે, તે મૃગતૃષ્ણા જેવું ખોટું હોય છે. મૃગતૃષ્ણા (ઝાંઝવાનું જલ) જેમ જૂઠી હોય છે, મિથ્યા હોય છે, તેમ આ અદ્યસંવેદન પણ જૂઠું છે, મિથ્યા છે; કારણ કે મિથ્યાભાસરૂપ બેટા ઝાંઝવાના પાણીને સાચા માનવારૂપ મિથ્યા ભ્રાંતિ-ભ્રમણ અહીં હોય છે. પરમ* તાત્વિકશેખર શ્રીમાન અમૃતચંદ્રાચાર્યજી અજ્ઞાનથી મૃગતૃષ્ણાને-ઝાંઝવાના જલને જલબુદ્ધિથી પીવાને મૃગલાઓ દોડે છે, અજ્ઞાનથી અંધકારમાં રજુને વિષે સપની ભ્રાંતિથી લેકે ભાગે છે અને અજ્ઞાનથી વિકલ્પચકન કરવાવડે કરીને આ (આત્મા), પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં, વાયુથી જેમાં તરંગ ઊઠે છે એવા સમુદ્રની પેઠે, કર્તા થઈ આકુલ બને છે. આવા અજ્ઞાનથી ઝાંઝવાના જલ જેવું મિથ્યાભાસરૂપ સંવેદન જ્યાં થાય છે, તે અવેધસંવેદ્ય પદ છે, અને વાસ્તવિક રીતે તે તે ઉપર કહ્યું તેમ “પદ” નામને પણ યોગ્ય નથી. આવું આ અદ્યસંવેદ્ય પદ ભવાભિનંદી જીવને હોય છે. ભવાભિનંદી એટલે ભવને-સંસારને અભિનંદનારે, સંસારને પ્રશંસનારો-વખાણનારો, સંસારથી રાચનાર, સંસારમાં રપ રહેનાર, સંસાર જેને મીઠો લાગે છે (Hails) એવો વિષયકષાયને કીડો, ક્ષુદ્ર જંતુ આનું લક્ષણ હવે પછી કહેશે. • " अज्ञानान्मृगतृष्णिको जलधिया धावंति पातुं मृगाः । अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रजौ जनाः ॥ अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत । ધ્વજ્ઞાનના અપ વાન ચમત્સાહ: શ્રી સમયસાર કલશ, ૫૮
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy