SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : સવેગાતિશય-સમ્યગદર્શનને અપૂવ મહિમા (૨૭ ૭) બીજું તે સવેગાતિશય-અતિશય સંવેગને લીધે આવી પ્રવૃત્તિ હોય છે. અને આ સંવેગાતિશય પણ વેધસંવેદ્યપદની પ્રાપ્તિનું ફળ પરિણામ છે. કારણ કે સમ્યગદર્શન થતાં, ભવસાગરનું સાચેસાચું સ્વરૂપ પ્રતીત થાય છે, સંસારનું દારુણ સંવેગ=અત્યંત અનંત દુઃખમય સ્વરૂપ સાક્ષાત્ જણાય છે અને આત્માનું અનંત વેગ સુખમય સ્વરૂપ પ્રત્યક્ષ પ્રગટ અનુભવગોચર થાય છે. એટલે તે જીવ આવા દુ:ખમય ભયરૂપ સંસારમાં રમતું નથી, પણ જેમ ભયસ્થાનથી કે મૂઠીઓ વાળીને વેગે દૂર ભાગી જાય, તેમ આ સમ્યગ્દષ્ટિ મુમુક્ષુ જીવ પણ સંવેગથીઅત્યંત વેગથી તે સંસારથી ભડકીને ભાગે છે. ક્ષણભર તેને સંસારની મોહિની રુચિકર લાગતી નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ સંવેગભાવમય વચનામૃત છે કે હે નાથ ! સાતમી તમતમપ્રભા નર્કની વેદના મળી હોય તે વખતે સમ્મત કરત. પણ જગની માહિતી સમ્મત થતી નથી.”–શ્રીમદ્ રાજચંદ્રજી. નં. ૫૮ (૮૫) અથવા સંવેગ એટલે અત્યંત મેક્ષાભિલાષ, તીવ્ર મુમુક્ષુ પણું. સમ્યગદષ્ટિ પુરુષે સહજ આત્મસ્વરૂપને પરમાનંદમય રસાસ્વાદ કર્યો છે, અદ્ભુત સમકિત અમૃતરસ ચાખે છે, એટલે સ્વાભાવિક રીતે જ તેની સહજ આત્મપરિણતિ અત્યંત સંવેગથી– " સંવેગ=ક્ષા- અત્યંત અત્યંત વેગથી સહજાન્મસ્વરૂપે સ્થિતિરૂપ મેક્ષ ભણી દોડે ભિલાષ છે. એટલે કે જેમ બને તેમ ત્વરાથી સમસ્ત સંસારબંધનથી છૂટી, સકલ કર્મ જાલમાંથી મુક્ત થઈ, આત્મસ્વભાવરૂપ મેક્ષ પામવાની તેને ઉત્કટઅતિશય ઈચ્છા હોય છે. કારણ કે તે ભાવે છે કે-જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ, શોક વગેરેથી ઉપદ્રવ પામી રહેલે આ ભયંકર ભવસાગર પુરુષોને કેવળ કલેશનું જ કારણ થાય છે, અને સુખનું કારણ તે માત્ર મેક્ષ જ છે, કે જે મેક્ષ જન્મ વગેરે કલેશથી રહિત, ભયશક્તિથી વિમુક્ત અને સદા વ્યાબાધાથી વજિત છે ”+ અને આવે તીવ્ર મોક્ષાભિલાષરૂપ સંગ હોવાથી, ઉપલક્ષણથી તે મોક્ષના સાધનરૂપકારણરૂપ અહંદભક્તિ-વાત્સલ્ય વગેરે સતૂસાધન પ્રત્યે પણ સંવેગ–પરમ રુચિભાવ ધરાવે છે. કારણ કે કારણથી જ કાર્યનિપત્તિ-કાર્યસિદ્ધિ થાય છે, સંવેગ=પરમ એ અખંડ સનાતન સિદ્ધાંત ત્રિકાલાબાધિત નિશ્ચલ નિશ્ચય તે હદયમાં ભક્તિરાગ અવધારે છે. એટલે તે ભગવાન અહ તેની ભક્તિ-વાત્સલ્ય આદિ પ્રત્યે સંવેગથી-અત્યંત વેગથી, પૂર્ણ ઉત્સાહથી, પરમ આત્મોલ્લાસથી, + “જન્મમૃત્યુનાવ્યાનવાયુ દુઃ. क्लेशाय केवल पुंसामहो भीमो भवोदधिः ॥ सुखाय तु परं मोक्षो जन्मादिक्लेशबर्जितः ।। અપરાયા વિનમ્ો ચાવવાના સી –શાસ્ત્રવાર્તાસમુચ્ચય,
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy