SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૨) ગદષ્ટિસમુચ્ચય ૧. તત્વને નિર્ણય કરવામાં ન્યાયવેત્તાઓ પ્રથમ તે (બ) સાધ્ય નક્કી કરે છે,* સાધ્યના સ્વીકારરૂપ અમુક પક્ષ સ્થાપે છે, અને તે પ્રત્યક્ષ આદિથી અબાધિત એ હોય છે. તે હેતુને વિષય પ્રકાશે છે, માટે તેને પ્રયોગ કરવો જોઈએ, સાધ્ય, હેતુ નહિં તે લક્ષ્ય વિનાના બાણ જેવી સ્થિતિ થઈ પડે, એમ તેઓ અને દષ્ટાંત જાણે છે. (૧) આમ સાધ્ય નિશ્ચિત કરી તેઓ તેને હેતુ વિચારે છે. સાધ્યને અવિનાભાવી, એટલે સાધ્યને સાધ્યા વિના ન રહે-અવશ્ય સાધે જ, તે હેતુ કહેવાય છે. સાધ્ય અને હેતુને સંબંધ અવિનાભાવી એટલે કે એક બીજા વિના ન ચાલે એવો છે. તથા પ્રકારે ઉપપત્તિથી અને અન્યથા પ્રકારે અનુપત્તિથી, એમ બે પ્રકારે હેતુના પ્રયોગવડે કરીને સાધ્યની સિદ્ધિ થાય છે. આમ અન્યથા અનુપપન્નપણું એટલે કે આ જ પ્રકારે ઘટે, બીજા પ્રકારે ન ઘટે, એ હેતુનું લક્ષણ છે. તેની અપ્રતીતિ, સંદેહ કે વિપર્યસ હોય, તે હેત્વાભાસ કહેવાય છે. તે હેત્વાભાસને આ વિચક્ષણ પુરુષો પ્રયત્નથી વજે છે. (૪) આમ હેતુવડે સાધ્યની સિદ્ધિ કરી, તેઓ તેની દૃષ્ટાંતથી પુષ્ટિ કરે છે. જેમાં સાધન-સાધ્યની વ્યક્તિ વિશેષ કરીને સંબંધસ્મરણથી વિનિશ્ચિત કરવામાં આવે તે, સાધમ્યથી દષ્ટાંત છે, અને જ્યાં સાધ્ય નિવૃત્ત થતાં સાધનને પણ અસંભવ કહેવામાં આવે, તે વૈધર્મેથી દષ્ટાંત છે. અંતર વ્યાપ્તિથી જ સાધ્યની સિદ્ધિ હોય, તે બાહ્ય ઉદાહરણ સાર્થક છે, નહિં તે તેના અભાવે વ્યર્થ છે, (૩) આવા દષ્ટાંતથી પુષ્ટિ કરતાં આ ન્યાયવિશારદ અસિદ્ધ, અપ્રતીત, અન્યથા૫પન્ન, વિરુદ્ધ, ને અનેકાંતિક એવા સાધમ્યથી ઉપજતા દષ્ટાંત દોષો આવવા દેતા નથી, તેમજ અપલક્ષણ હેતુથી ઉપજતા સાધ્યવિકલ વગેરે દોષો પણ આવવા દેતા નથી. અને વૈધર્મોથી ઉપજતા દૃષ્ટાંતદેષો દૂરથી પરિહરે છે. આમ આ વિચક્ષણ જનો અનુમાન૪ પ્રમાણથી નિર્દોષણ એવા સમ્યક હેતુવડે સાધ્યની સિદ્ધિ કરીને નિર્દોષ દષ્ટાંતથી તેની પુષ્ટિ કરી, તત્ત્વનું અસ્તિત્વ સ્થાપે છે. ૨. તત્વનિર્ણયમાં બીજી વસ્તુ તત્વનું સ્વરૂપ વિચારવાની છે. એટલે તત્વનું સ્વરૂપ-સ્વલક્ષણ શું છે? તેને સામાન્ય-વિશેષ ગુણ શું છે? એને તેઓ વિચાર કરે છે. પ્રત્યેક વસ્તુ અનેકાંતસ્વરૂપ છે. તેના એક દેશને-અંશને ગ્રહણ કરે તે નય કહેવાય છે. “તે એકનિષ્ઠ નયેની શ્રુતમાર્ગમાં પ્રવૃત્તિ થકી સંપૂર્ણ અર્થને વિનિશ્ચય કરાવનારૂ *" साध्या विनाभुवो हेतोर्वचो यत् प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥ અન્યથાનુvપન્નરવું તોર્ટેક્ષણમીતિમ્ ! તકલીનિવવિકસૈસ્તામતા !” ઇત્યાદિ. (વિશેષ માટે જુઓ) શ્રી સિદ્ધસેન દિવાકરકૃત શ્રી ન્યાયાવતાર, સાણાવિના મુaો સિજન સાધ્વનિ ઋતકૂ| અનુમાનં તવઝાતે કમાવાત સમવત છે ”—ન્યાયાવતાર,
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy