SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિઃ ગુરુભક્તિપ્રભા તીર્થંકરદશન-સમા૫ત્તિસ્વરૂપ (૫૫) વિવેચન “પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તેહ ઉપજવા પૂવિત ભાગ્ય.”—શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપરમાં જે ગુરુભક્તિ કહી તેને મહાપ્રભાવ-માહાસ્ય-સામર્થ્ય અત્ર બતાવ્યું છે. ગુરુભક્તિના પ્રભાવથી શ્રી તીર્થકરનું દર્શન પ્રાપ્ત થાય છે, એમ સપુરુષોનું માનવું છે. તે કેવી રીતે? તેને માટે કહ્યું કે સમાપત્તિ વગેરે ભેદથી તે દર્શન સાંપડે છે. સમાપત્તિ એટલે ધ્યાનથી સ્પર્શના, પ્રભુના સ્વરૂપની અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપની ધ્યાનથી જે ફરસના થવી, તેથી કરીને તીર્થકર “દર્શન’ સાંપડે છે, અથવા તે તીર્થકર નામકર્મ બંધાય છે, અને તેને વિપાક થયે તીર્થકર ભાવની પ્રાપ્તિ થાય છે. આમ પણ તીર્થકર દર્શન પ્રાપ્ત થાય છે. અને આવું જે ભગવાન તીર્થંકરનું—ધર્મ તીર્થસંસ્થાપકનું દર્શન છે, તે મોક્ષનું એક અદ્વિતીય કારણ છે, અમેઘ-અચૂક એવું અસાધારણ અનન્ય કારણ છે. આમ ગુરુભક્તિને મહિમા અપૂર્વ છે. સદ્દગુરુની ભક્તિથી-સેવાથી–ઉપાસનાથી શ્રી જિનેશ્વર ભગવંતનું સ્વરૂપ સમજાય છે, તેમનું સ્વરૂપદર્શન થાય છે, જેથી અમેઘ મોક્ષફળ અવશ્ય મળે છે અને જે “દર્શન’ છે તે “દષ્ટિ ? બિના નયન વિના-નયન વિના થતું નથી, “બિના નયન પાવે નહિં;” વિના નયનની પાવે નહિં? જે વાત છે, અર્થાત્ ચર્મચક્ષુને અગોચર એવી જે વાત છે, તે નયન’ વિના અર્થાત્ સદ્ગુરુની દેરવણ વિના અથવા સગુરુએ અપેલા દિવ્ય આંતરૂ ચક્ષુ વિના પ્રાપ્ત થતી નથી. પણ જે સદ્ગુરુના ચરણ સેવે છે, તે તે તે “બિના નયનકી બાત” સાક્ષાત્ પામે છે વિનયવંત વિનેય-શિષ્ય સદ્ગુરુના નયનથી દિવ્ય નયન પામી જિનસ્વરૂપને સાક્ષાત્કાર કરે છે. આમ અતીન્દ્રિય એવા પ્રભુના શુદ્ધ સહજાનંદ સ્વરૂપનું દર્શન સદ્ગુરુએ આપેલા દિવ્ય નયન દ્વારા થાય છે,-એ શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનને પરમ ઉપકાર છે. મૂળ સ્થિતિ જે પૂછો મને, તે સેંપી દઉં યોગી કને.”–શ્રીમદ્ રાજચંદ્રજી -- સમાપત્તિનું સ્વરૂપ – ઉપરમાં જે સમાપત્તિ કહી તેનું સ્વરૂપ રસપ્રદ–બધપ્રદ હેઈ ખાસ સમજવા જેવું છે સમાપત્તિ એટલે ધ્યાન દ્વારા સ્પર્શના. જેનું ધ્યાન કરવામાં આવે છે તેને સ્વરૂપનું ધ્યાનથી સ્પર્શન–અનુભવન થવું, તદ્રુપતાની સમ્યફ આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્રુપપણું પામવું તે સમાપત્તિ. અથવા જેનું ધ્યાન કરવામાં આવે છે તેને સ્વરૂપની સમતુલ્ય આપત્તિપ્રાપ્તિ થવી, તેની સમાન તપ આત્માનુભવ થવો તે સમાપત્તિ. આ સમજવા માટે સ્ફટિક રત્નનું દૃષ્ટાંત છે. જાતવંત એવું નિમલ સ્ફટિક રત્ન રાતા કે કાળા ફૂલની
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy