SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જે આત્મા–પરમાર્થને લાભ થયે, તે અન્ય આત્માથી જીવને પણ થાય એવા શુદ્ધ પરમાર્થ પ્રેમથી આ સમદષ્ટિ યોગીપુરુષે પરમ ધન્ય કહિતકર પરમાર્થ પ્રવૃત્તિ કરે છે. “ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે છે.”—યો. સજઝાય. આ રાદુદ્દષ્ટિની દષ્ટિ અષ્ટ પ્રકારની છે, તેનું કવરૂપ બરાબર સમજાવવા માટે ઉદાહરણરૂપ આ ઉપમા આપી છે, જે ઉપરથી જ તે તે દૃષ્ટિનો ઘણોખરો અર્થ સહેજે સમજાઈ જાય છે. આ આઠ દષ્ટિઓને અનુક્રમે (૧) તૃણ અગ્નિકણની, (૨) છાણાના અગ્નિકની, (૩) કાષ્ઠ અગ્નિકની, (૪) દીપપ્રભાની (૫) રત્નપ્રભાની, (૬) તારાપ્રભાની, ( ૭) સૂર્ય પ્રજાની અને (૮) ચંદ્ર પ્રભાની,-એમ ઉપમા આપી છે. તૃણ અગ્નિકણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ મિત્રા દષ્ટિથી માંડીને પરા દૃષ્ટિ સુધી ઉત્તરોત્તર બેધ-પ્રકાશની તરતમતા છે. આ ઉપમા પ્રત્યેક દષ્ટિમાં કેવી રીતે સોપાંગ સંપૂર્ણપણે ઘટે છે તે અત્ર પરમ સુંદર રેચક શૈલીથી ગ્રંથકર્તાએ બતાવી આપ્યું છે (જુઓ પૃ. ૬૩-૬૪ ઈ.). મહાસમર્થ તત્ત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ગદષ્ટિને થર્મોમીટરની (Thermometer)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાયોગ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણતાનુંગરમીનું માપ નીકળી શકે છે, તેમ આ ગદષ્ટિ ઉપરથી આત્માની આધ્યાત્મિક પ્રગતિનું, આત્મદશાનું, આત્માના ગુણસ્થાનનું માપ નીકળી શકે છે. ચૌદ ગુણસ્થાનકની પ્રસિદ્ધ જના જેમ આત્માના ગુણવિકાસનું માપ છે, અને તે ગુણવિકાસ પણ મેહઅપગમ પર નિર્ભર હોઈ જેમ જેમ મોહાંધકાર ઓછા થતા જાય તેમ તેમ આમાનું ગુણસ્થાન વધતું જાય છે તેમ આ ગદષ્ટિની યેજના પણ આધ્યાત્મિક ગુણવિકાસનું માપ છે, અને તે સમ્યમ્ જ્ઞાનદષ્ટિના ઉન્મીલન પર નિર્ભર હોઈ જેમ જેમ બેધપ્રકાશ વધતે જાય છે તેમ તેમ આત્માની ગુણદશા વધતી જાય છે. આ બંને ઉત્તમ ભેજના એક સીક્કાના બે પાસા જેવી છે. મેહનાશ એ ગુણસ્થાનકની ફૂટપટ્ટી (Yard-stick) અને બેધપ્રકાશ એ યોગદષ્ટિની ફૂટપટ્ટી છે. તે તે દૃષ્ટિના યક્ત લક્ષણ પરથી અંતર્મુખ નિરીક્ષણ (Introspection) કરતાં આત્માથી મુમુક્ષુ પિતાની આત્મદશાનું માપ કાઢી શકે છે, અને તેથી આત્મગુણવૃદ્ધિની પ્રેરણું (Inspiration ) પામી અપ્રાપ્ત ગુણના યોગ માટે તથા પ્રાપ્ત ગુણના ક્ષેમ માટે યથાયોગ્યપણે પ્રવર્તી શકે છે. આમ આ ગદષ્ટિ આત્માથીને પરમ અમૃત લાભ આપનારી થઈ પડે છે. આમાં પ્રથમ ચાર દષ્ટિ પર્યત મુખ્ય-નિરુપચરિત એવું પહેલું “ગુણસ્થાનક” હોય છે, અને તેને પ્રક-પરાકાષ્ઠા થી દીપ્રા દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અત્રે
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy