SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ બલાદષ્ટિઃ શુશ્રષા-બેધપ્રવાહની સરવાણી (૨૫) અર્થ :–અને આ શુશ્રુષા બોધ જલના પ્રવાહની સરવાણી સમાન સંતોએ માનેલી છે. એના અભાવે સાંભળેલું વ્યર્થ –ફેગટ છે,–જેમ સરવાણી વિનાની ભૂમિમાં કુ ખેદ વ્યર્થ છે તેમ. વિવેચન સરી એ બધપ્રવાહનીજી, એ વિણ શ્રત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપ....ધન.”—ચ૦ સન્માય, રૂ-૩ અહીં જે આવી શુશ્રષા-સાંભળવાની ઈચ્છા હોય છે, તે બેધરૂપ જલપ્રવાહની સરવાણી સમાન છે. જેમ કૂવામાં સરવાણી હોય, તો તે વાટે પાણી આવ્યા જ કરે, તેમ આવી ઉત્કટ શ્રવણેચ્છારૂપ સરવાણ જે હોય, તે તે વાટે બેધરૂપ પાણીને શુશ્રષા-બોધ પ્રવાહ એકધારે અક્ષયપણે આવ્યા જ કરે. પણ જેમ કૂવામાં સરવાણી પ્રવાહની ન હોય, તે પાણી આવે નહિં, તેમ જે આવી શુશ્રષારૂપ અવધ્ય-અક્ષય સરવાણું સરવાણી ન હોય, તે બોધરૂપ પાણીને પ્રવાહ આવે જ નહિં, ને જ્ઞાન રૂપી કૂ ખાલી જ રહે આમ શુશ્રુષા વિનાનું બધું શ્રવણ કર્યું તે ધૂળ થાય છે, સાંભળ્યું ન સાંભળ્યા જેવું થાય છે, એક કર્ણછિદ્રથી પેસી સેંસરું બીજેથી નીકળી જાય છે, હૃદયમાં પ્રવેશતું નથી, ફેગટ જાય છે. જેમ કેઈ એવી બરડ ભૂમિ-કે જેમાં પાણીની સરવાણી આવતી ન હોય, તે ભૂમિમાં ગમે તેટલે ઊંડે ફ ખેલ્યા કરીએ (Tapping), તે પણ પાણી આવે જ નહિં, કૃ દ ન ખોદ્યા બરાબર જ થાય, શ્રમમાત્ર જ ફળ મળે, મહેનત માથે પડે, તેમ સાચી શુશ્રુષા વિનાનું બધુંય શ્રવણ નિષ્ફળ જાય છે, બોધરૂપ ફળ આપતું નથી, એળે જાય છે. તેવા શ્રવણમાં તે વાયુના તરંગથી (Air-waves) શબ્દો કર્ણપટ પર અથડાઈ પાછા વાયુમાં–હવામાં મળી જાય છે! આને નીચેની આકૃતિ પરથી બરાબર ખ્યાલ આવશેઆકૃતિ-૮ આકૃતિ–૯ =જ્ઞાન ભરેલો કૂવા=જ્ઞાન ખાલી ચોમ પેચી ભૂમિક શુભ્રષાવાળું શ્રવણ બરડભૂમિ= શુશ્રુષા વિનાનું શ્રવણ ઈ શુશ્રષા-સરવાણીને અભાવ તો બેધ-જલપ્રવાહને અભાવ બોધ-જલપ્રવાહ 6 શશ્રુષારૂપ સરવાણી
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy