SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ બલાદષ્ટિ : સદગુરુમુખે-સતશાસ્ત્ર મુખે શ્રવણ (૨૧૫) “આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સગુરુ વેગ નહિં, ત્યાં આધાર સુપાત્ર. અથવા સદ્ગુરુએ કહ્યા, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવા, કરી મતાંતર ત્યાજ.”—શ્રી આત્મસિદ્ધિ “કેવળ સાધારણ વર્ગના પુરુષ પાસેથી પ્રત્યક્ષ ઉપદેશ લે એ ઠીક, કે અસાધારણ પુરુષ પાસેથી એના ગ્રંથ દ્વારા જે પરોક્ષ ઉપદેશ મળે એ ઠીક? આ પ્રશ્નનો એક જ ઉત્તર ઘટે છે. અસાધારણ પુરુષો પોતાના અનુપમ આત્માને ગ્રંથમાં કેવી સારી રીતે સંક્રાંત કરી શકે છે, એ વાત જે ધ્યાનમાં લેવામાં આવે તે સહજ સમજાય એમ છે કે આ બીજો ભાગ જ ઉત્તમ છે.”—પ્રો. આનંદશંકર ધ્રુવ. એટલા માટે આ દષ્ટિવાળો મુમુક્ષુ યેગી પુરુષ તત્ત્વશ્રવણની તીવ્ર ઉકંઠા ઉત્પન્ન થતાં, શ્રી સદ્ગુરુને વેગ મેળવવા પ્રયાસ કરી તેમના શ્રીમુખે તત્વ સાંભળવા ઈચ્છે છે. અને તેમને વેગ જે બની શકે એમ ન હોય તે સતશાસ્ત્ર મુખે શ્રવણ કરવા શું સાંભળવાની ઈચ્છે છે. તે કોઈ પણ પ્રકારે પિતાના હૃદયમાં મંથાઈ રહેલા તત્ત્વપ્રશ્નોનું ઈચ્છા? સમાધાન પામવા ઈચ્છે છે. તે કવચિત્ શાંતિનું સ્વરૂપ સાંભળવા ઈચ્છે છે, તે કવચિત્ આત્મતત્ત્વ કેવું હશે તે શ્રવણ કરવા ઉત્કંઠિત બને છે. આ જીવે પૂર્વે એવી તે શી વિરાધના કરી હશે ? કે જેથી તેના મેહાદિ દેષ હજુ ટળતા નથી, એવી શંકાનું સમાધાન પામવા તે કવચિત્ ઈચ્છે છે તે કવચિત્ ભગવાનને હાજરાહજૂર કલ્પી, સાક્ષાત ખડા કરી, આટલા બધા કારણ પામ્યા છતાં. આ જીવ હજુ કેમ તરી જતો નથી, તેનું કારણ આપ કહો, એમ જાણે સાક્ષાત્ ભગવાનને પૂછી, તે સાંભળવા માટે એકતાન થઈ રહે છે. જેમકે“શાંતિ જિન ! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે! શાંતિ સ્વરૂપ કિમ જાણિયે ? કયમ અહો ! મન પરખાય રે?....શાંતિ આતમતત્વ કયું જાણ્યું જગત ગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમતત્ત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિન લહિયે...મુનિસુવત.”—શ્રી આનંદઘનજી પૂછું પૂર્વ વિરાધના, શી કીધી ઈણ જીવ લાલ રે; અવિરતિ મેહ ટલે નહીં, દીઠે આગમ દીવ લાલ રે.” કારણ જોગે છે સાથે તત્ત્વને, નવિ સમયે ઉપાદાન ર... જિર્ણોદજી શ્રી જિનરાજ પ્રકાશ મુજ પ્રતે, તેને કોણ નિદાન....જિ .”—- શ્રી દેવચંદ્રજી આ જ અર્થ કહે છે
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy