SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૨) યોગદષ્ટિસમુચ્ચય ત્રિભુવન મધ્યે તે સર્વ સ્થાનમાં વારંવાર ગમનાગમન કર્યું છે, સર્વ જી સાથે સર્વ પ્રકારના સંબંધો તે અનેક વાર કર્યા છે. ભુવનેદરમાં વત્તતા સર્વ પુદ્ગલે તે ફરી ફરી રસ્યા છે ને મૂક્યા છે,–જગની એંઠ તે વારંવાર હોંશે હોંશે ખાધી છે, તો પણ તું તૃપ્તિ પામ્યો નથી ! તૃષ્ણાથી પીડિત થઈને તે ત્રણે ભુવનનું પાણી પીધું છે, તે પણ હારી તૃષ્ણાને છેદ થયે નથી ! માટે હે જીવ! હવે તો તું વિરામ પામ ! વિરામ પામ ! “જડ ચલ જગની એંઠને, ન ઘટે તુજને ભેગ હો મિત્ત.”–શ્રી દેવચંદ્રજી આમ દુ:ખમય સંસારસ્વરૂપ ભાવતાં તેના અંતરમાં વૈરાગ્યને રંગ લાગે છે, એટલે તે ચિંતવે છે કે આ દુ:ખદ સંસારને કયા કારણથી, કેવી રીતે ઉછેદ થાય? હું આ ભવભયથી ઉભો છું. આ દુ:ખપ્રચુર અધુવ અશાશ્વત સંસારમાં હું એવી શું કરણી કરૂં? કે જેથી કરીને હું દુર્ગતિ પ્રતિ ન જઉં. * “ભવભયથી હું ઉભો , હવે ભવ પાર ઉતાર હે.” (યશવિજયજી) વળી તે મુમુક્ષુ સત્પરુષની, સંત મુનિજનેની વિવિધ પ્રકારની સતુપ્રવૃત્તિ જોઈને દિંગ થઈ જાય છે. તેઓની પરમ અદ્ભુત ભક્તિ, પરમ અદ્દભુત આત્મશક્તિ, પરમ વિશુદ્ધ નિમલ તપશ્ચર્યા, પરમ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન, પરમ પ્રશાંત ગંભીર વાધારા, સંતનું ચિત્ર પરમ જ્ઞાનસંપન્ન શુદ્ધ ક્રિયાકલાપ, અને મેરુ જેવા મહાન સંયમભારનું ચરિત્ર! લીલાથી ધારણ,-એ વગેરે તે સાધુપુરુષની સતુપ્રવૃત્તિ નિહાળી તે તે - આશ્ચર્યમાં લીન થઈ જાય છે; અને ચિંતવે છે કે-આ આત્મારામી બ્રહ્મનિષ્ઠ મહાત્માઓનું સમસ્ત ચિત્ર ચરિત્ર કેમ જાણી શકાય? કારણ કે આ સપુરુષોનું ચરિત્ર ચિંતવવામાં આવે તે કવચિત્ કરુણકમળતા દેખાય છે, કવચિત તીણતા દેખાય છે, કવચિત્ ઉદાસીનતા દેખાય છે! આમ પરસ્પર વિરોધાભાસી ગુણોનું એમાં દર્શન થાય છે! કારણ કે આ મહાજને સર્વ જેનું હિત કરવાવાળી કરુણ ધરાવે છે, કર્મનું વિદારણ કરવામાં તીક્ષ્ણતા રાખે છે, અને ગ્રહણ–ત્યાગ પરિણામ વિનાની દૃષ્ટા-સાક્ષી ભાવરૂપ ઉદાસીનતા દાખવે છે ! વળી એઓ યેગી પણ છે ને ભેગી પણ છે! વક્તા પણ છે ને મૌનધારી પણ છે! ત્રિભુવનના પ્રભુ પણ છે ને નિગ્રંથ પણ છે ! આમ વિવિધ x “ भीसण णरय गईए तिरिय गईए कुदेव मणुय गईए। .. पत्तोसि तिव्वदुःखं भावहि जिणभावणा जीव ॥ तिहुयणसलिलं सयलं पीयं तिहाइ पीडिएण तुमे । તે વિ જ તપાછો ના ચિંતેદ્ મવમળમ્ II ઇત્યાદિ (જુઓ) શ્રી કુંદકુંદાચાર્યજીત શ્રી ભાવપ્રાભૃત, * " अधुवे असासयंमि संसारंमि दुःखपउराए । વિં નામ હુન્ન નં #મ ાહું તુજારું ન જોડ્યા ”—શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy