SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિ તત્ત્વજિજ્ઞાસા, વેગકથાપ્રીતિ (૧૮૭) હૃદયમાં પ્રવેશતું નથી. આ દષ્ટિવાળા મુમુક્ષુને તે સાચી તત્વજિજ્ઞાસા પ્રગટે છે. જેમ ચાતક મેઘની ઉત્કંઠા ધરાવે, જેમ તૃષાતુર પુરુષ પાણી માટે ચેતરફ ઝાંવાં નાંખે, તેમ આ મુમુક્ષુને તત્ત્વ જાણવાની તરસ લાગે છે, ઉત્કંઠા જાગે છે, તાલાવેલી ઉપજે છે. મરુદેશ જેવી ભૂમિમાં, ઉન્હાળાના સમયમાં ચાલ્યા જતે વટેમાર્ગ જેવો તરસ્યા થઈને પાણીને ઈચ્છે, “પાણી પાણી” કરે, તે તરસ્ય આ જીવ તત્વદર્શન પામવા માટે થાય છે. આવી તીવ્ર તત્ત્વપિપાસા આ જિજ્ઞાસુ પુરુષને ઉપજે છે, એટલે એને અનેક સહજ, પ્રશ્ન ઊઠે છે. જેમકે– હું કોણ છું? કયાંથી થયે? શું સ્વરૂપ છે હારૂં ખરું? કેના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂં?”–શ્રી મોક્ષમાળા બજેટને પિપાસા હ અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન ? અભિનંદન જિન દરિશન સરસિયે.” શ્રી આનંદઘનજી અને આવી જ્યારે તત્વની કે તત્ત્વદર્શનની સાચી તરસ લાગે છે, ત્યારે તે બૂઝવવાનીછીપવવાની રીત પણ તેને મળી આવે છે. તેવી તરસ ન લાગી હોય, તે તે તરસ બુઝવવાને ઈચ્છે પણ કેમ? ને તે બૂઝવવાની રીત પણ કેમ મળે? પરમ સમર્થ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક ભાવવાહી શબ્દો કહ્યા છે– બૂઝી ચહત પ્યાસ કો, હું બૂઝનકી રીત; પાવે નહિં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત.” તૃષાતુરને પાયાની મહેનત કરજે, અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો.”—શ્રીમદ્ રાજચંદ્ર આ જિજ્ઞાસા ગુણ પણ, પ્રથમ અદ્વેષ ગુણ પ્રગટયો હોય તે જ ઉપજે. એટલે પ્રથમ દૃષ્ટિમાં જે અદ્વેષ ગુણ પ્રગટયો હતો, તેના અનુગુણપણે–અનુકૂળપણે આ જિજ્ઞાસા પ્રગટે છે. જિજ્ઞાસા એ અદ્વેષનું ઉત્તર પરિણામ છે. આ જિજ્ઞાસામાં સાચું તત્વસ્વરૂપ જાણવાની ઈચ્છા હોય છે, પણ પિતાને કક્કો ખરો છે એ હઠાગ્રહ હોતો નથી. આમ આ દૃષ્ટિમાં– “દર્શન તારા દષ્ટિમાં....મનમોહન મેરેગમય અગ્નિ સમાન રે....મન શૌચ સંતોષ ને તપ ભલું...મન સક્ઝાય ઈવર ધ્યાન રે....મન નિયમ પંચ ઈંહાં સંપજે...મન નહિં કિરિયા ઉગ રે...મન જિજ્ઞાસા ગુણ તત્ત્વની...મન પણ નહિં નિજ હઠ ટેગ રે....મન”—સઝાય,૧-૨ આ દૃષ્ટિમાં જે બીજે ગુણસમૂહ હોય છે તે કહે છે –
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy