SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાગબ્લિસમુચ્ચય આ અવસ્થામાં (૧૭૨) અર્થ : સામાન્યથી જે પ્રથમ ગુણસ્થાન વર્ણવવામાં આવ્યુ છે, તા અન્વ યેગથી-શબ્દના ખરામર અથ પ્રમાણે, ‘મુખ્ય ' એવુ' હેાય છે. વિવેચન 6 આ મિત્રા નામની પહેલી દૃષ્ટિમાં કયું ગુણુસ્થાનક હાય, તેનું અહીં સૂચન કર્યુ. છે. શાસ્ત્રમાં જે મિથ્યાર્દષ્ટિ' નામનું પ્રથમ ‘ગુણસ્થાન' કહ્યુ` છે, તે અહી' મુખ્યપણે ઘટે છે. એટલે આ મિત્રા દૃષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ ગુણસ્થાન’ ઃ તે શબ્દના ખરેખરા અર્થમાં-નિરુચરિતપણે ઘટે છે. કારણ કે ગુણેાની ઉત્પત્તિનું પ્રાપ્તિનું સ્થાનક તે ‘ગુણસ્થાનક' કહેવાય. અને તેમાં પ્રાથમિક અવસ્થાના ગુણાનું જ્યાં સ્ફુરણ હાય તે ‘પ્રથમ ગુણુસ્થાન' યથાય પણે કહેવાય. આવા તથારૂપ ગુણેાની પ્રાપ્તિનું મંડાણુપ્રારંભ પ્રથમ દૃષ્ટિમાં થાય છે, યાગમાર્ગમાં પ્રવેશનુ શુભ મુહૂત્ત આ પ્રથમ દૃષ્ટિ છે, સન્મા પ્રાપ્તિની ચેાગ્યતાનુ. આ મગલાચરણ છે, મેાક્ષની નીસરણીનું આ પહેલું પગથિયુ છે, મહાન્ યાગ–પ્રાસાદની આ પ્રથમ ભૂમિકા છે, ચાગ-પર્યંત પર ચઢવાના આ પ્રથમ પ્રયાસ છે. આમ મુખ્યપણે અર્થાત્ નિરુપચરિતપણે આ દૃષ્ટિમાં પ્રથમ ગુણુસ્થાનક વો છે. આ ર્દષ્ટિ પ્રાપ્ત થયા પૂર્વે પણ સર્વ મિથ્યાદૃષ્ટિ જીવાની ગણત્રી પ્રથમ ગુણસ્થાનકમાં કરાય છે, પણ તે ઉપચરિતપણે, ગૌણપણે,-મુખ્યપણે નહિ. એએનું એ 'ગુણસ્થાનક' નામનું હાય છે, ખરેખરૂ નહિ. કારણ કે તેમાં ગુણનુ પ્રગટપણું નથી, ગુણુનુ સ્થાનક નથી, એટલે શબ્દના ખરા અર્થ મુજમ તે ગુણસ્થાનક નથી, કહેવા પૂરતું નામ માત્ર ગુણસ્થાન છે. આમ એ બંને પ્રકારમાં પ્રગટ ઘણા ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે. જેમ કેઈ માણસ ‘રાજા' કહેવાતા હાય, ને કાઇ ખરેખશે રાજસત્તા ધરાવતા રાજા હાય, તે એમાં જેટલેા તફાવત છે, તેટલા આગલા ગુણુ વગરના પ્રથમ ગુણુસ્થાનમાં ને ગુણસપન્ન એવા મિત્રાદષ્ટિવાળા પ્રથમ ગુણસ્થાનમાં છે. અને અત્રે મિત્રાદષ્ટિમાં જો કે હજુ મિથ્યાત્વે ટળ્યું નથી ને સમ્યક્ત્વ મળ્યું નથી, છતાં પણ કેવા અદ્ભુત ઉત્તમ ગુણે અત્રે પ્રગટે છે, તે ઉપરમાં વિસ્તારથી વિવેચવામાં આવ્યું છે. કારણ કે આપણે જોયું' કે આ જોગીજનની આત્મમલિનતા મિત્રામાં ઘણી ઘણી દૂર થઈ હેાય છે. અને સદ્ગુરુને યેગ મળતાં, અવ'ચકેગુણુપ્રાપ્તિ ત્રયની પ્રાપ્તિ થાય છે. એની ચિત્તભૂમિ ચાખી બને છે, વૈરાગ્યજલના સિ'ચનથી પાચી થાય છે, ને તેમાં યાગીજના નિક્ષેપ થાય છે. પરમાત્મા પ્રત્યે તેને શુદ્ધ ભક્તિ પ્રગટે છે, સદ્ગુરુની તે ઉત્તમ ઉપાસના કરે છે, ને સત્શાસ્ત્રની વિવિધ આરાધના કરે છે. દયા, અદ્વેષ, ગુણાનુરાગ, જનસેવા વગેરે મંગલ ગુણૢાનુ તે ધામ ખને છે. અને છેલ્લુ યથાપ્રવ્રુત્તિકણુ પામી, તે ગ્રંથિભેદની નિકટ આવીને ઉભે છે. આમ અનેક ગુણના આવિર્ભાવથી-પ્રગટપણાથી આ જોગીજનને ‘સુયશ વિલાસનુ’ટાણું' મળ્યું છે-ઉત્તમ યશપ્રાપ્તિના અપૂર્વ અવસર’ સાંપડયો છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy