SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ : છેલ્લુ' યથાપ્રવૃત્તકરણ-ભાવમલ અલ્પતા (૧૬૯) થાઓ ! × સર્વ પ્રાણીગણા પરહિત નિરત થાએ ! સવ દાષા નાશ પામે ! સત્ર લેાકેા સુખી થાઓ !' ઇત્યાદિ શુભ ભાવના તે ભાવે છે. કારણ કે આ જોગીજનને ભાવગરૂપ ભાવમલ ઘણેાખરા ક્ષીણ થઇ ગયેા છે, લગભગ ધાવાઈ જવા આવ્યા છે, તેથી કરીને માંદગીમાંથી ઊઠેલા, લગભગ સાજા થઈ ગયેલા પુરુષને જેમ રહી સહી ઝીણી ઝીણી ફરિયાદો હરકત કરતી નથી, તેના રે।જીદા કામની આડે આવતી નથી; તેમ આ થાડા ભાવમલવાળા જોગીજનને રહ્યાસહ્યા વિકારા ઝાઝી બાધા ઉપજાવતા નથી; ને આત્મહિતરૂપ કાર્ય માં પ્રવર્ત્તતાં અટકાવતાં નથી, શકતા નથી. એટલે તે અવશ્ય અહિત પ્રવૃત્તિમાંથી નિવત્ત છે, અને હિત પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. આમ અન્વય-વ્યતિરેકવડે, હકાર–નકારાત્મક દલીલથી, ભાવમલની અલ્પતા થયે, અવચકત્રયની પ્રાપ્તિ હાય છે, એ સિદ્ધાંતને અત્યંત દૃઢ કર્યો. ★ આ જે હમણાં કહ્યુ તે બધુ ય જ્યારે ઉપજે છે, તે દર્શાવવા માટે કહે છે— प्रवृत्तिकर चरमेऽल्पमलत्वतः आसनग्रन्थिभेदस्य समस्तं जायते वदः ||३८|| ચરમ યથાપ્રવૃત્તિમાં, અપમલત્વ પ્રભાવ; ગ્રંથિભેદની નિકટને, ઉપજે આ સહુ ભાવ, ૩૮ અર્થ :-- છેલ્લા યથાપ્રવૃત્તિ કરણમાં, અલ્પમલપણાને લીધે, જેને ગ્રંથિભેદ્ય નિકટમાં છે, એવા પુરુષને આ સમસ્ત નિશ્ચયે ઉપજે છે. વિવેચન એહ અવ'ચક યાગ તે, પ્રગટે ચરમાવત્તું રે; સાધુને સિદ્ધદશા સમુ, બીજનું ચિત્ત પ્રવતૅ રે...વીર૦’—શ્રી ચેાગ॰ સજ્ઝાય -૧૪ ઉપરમાં જે આ બધુ' ય કહેવામાં આવ્યું તે કયારે ઉપજે છે ? છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં ઉપજે છે. કયા કારણથી ઉપજે છે? ભાવમલના અલ્પપણારૂપ કારણથી. કાને ઉપજે છે? ગ્રંથિભેદ નિકટ છે-પાસેમાં છે, એવા સંત જોગીજનને આમ છેલ્લા યથાપ્રવ્રુત્તિકરણમાં, આત્માને મેલ ઘણા ઘણા ધાવાઇ ગયા હોય ત્યારે ગ્રંથિભેદ પાસે આવેલા જીવને, આ ઉત્તરમાં કહેલું બધું ય પ્રાસ થાય છે. તેના પ્રાપ્તિક્રમ આ પ્રકારે :~ વૃત્તિ:-ચથાત્રવૃત્તિો—પૂર્વે જેનુ' સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે એવા યથાપ્રવ્રુત્તિકરણમાં, વરમે–ચરમ, છેલ્લા, પમતવતી એવા, અવમત્રતઃ-અલ્પમલપણારૂપ કારણને લીધે, આલનગ્રંથિને ચ-જેના ગ્રંથિભેદ નિકટ છે એવા સંતને, સમસ્તમ્-સમસ્ત હમણાં જ જે કહ્યું તે, નાચતે ઘર:-આ નિશ્ચય ઉપજે છે. x " शिवमस्तु सर्वजगतः परहितनिरता भवंतु भूतगणाः । તાળા: પ્રચારતુ નારી સર્વત્ર સુદ્ધને મયંતુ છે: '--શ્રી મ્હત્ શાંતિસ્તત્ર
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy