SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૬) - યોગદષ્ટિસમુચય તેવા પ્રકારની ભાવમલની અલપતા થાય, ત્યારે તે “ગ” જીવને બાઝે, - ભાવમલ જ્યારે અંદરનો મેલ (આત્મમલિનતા) ધોવાઈ જઈને એક થાય, ત્યારે અપતા તેવું નિમિત્ત મળી આવે. આવા “પુણ્ય પંડૂર જ્યારે પ્રકટે', ત્યારે સપુરુષનો સમાગમગ થાય. “એહવે સાહિબ સેવે તેહ હજૂર, જેહના પ્રગટે રે કીધાં પુણ્ય પંડૂર” (યશવિજ્યજી). રત્નને મલ જેમ જેમ દૂર થાય, તેમ તેમ તેની કાંતિ–ચળકાટ ઝળહળી ઊઠે છે; તેમ આત્માન ભાવમલ-અંદરને મેલ જેમ જેમ છેવાડે જાય છે, તેમ તેમ તેની ધર્મપ્રાપ્તિની યોગ્યતારૂપ કાંતિ એર ને એર ખીલતી જાય છે, આત્મપ્રકાશ એર ને ઓર ઝળકતું જાય છે. “કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણે છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિ જવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષનાં વચનની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. ૪ ૪ ૪ સરળપણું, ક્ષમા, પિતાના દોષનું જેવું, અપારભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ એ વિક્ષેપ મટવાનું સાધન છે.” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૬૮ (૪૪૯) આમ માંહેને મલ ધેવાતાં, જેમ જેમ આત્મા નિર્મલ બને, તેમ તેમ તેનામાં સન્માર્ગ પામવાની પાત્રતા આવતી જાય છે, અને તે પાત્રતારૂપ લેહચુંબકથી આકર્ષાઈને તેને પુરુષના જગરૂપ ઉત્તમ નિમિત્ત સાંપડે છે. તાત્પર્ય કે-આત્મમલિનતા દૂર કરતે રહી જીવ જે પિતાની યેગ્યતા-પાત્રતા વધારે, અને સદ્ગુરુ આદિ ઉત્તમ નિમિત્તનું સેવન-ઉપાસન કરતો રહે, તે માર્ગની પ્રાપ્તિ થાય. - “અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પર શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદઘન, કર્તા લેતા ઘરનો....શ્રી સીમંધર.”—શ્રી દેવચંદ્રજી પ્રકૃત વસ્તુના સમર્થન અર્થે વ્યતિરેકપ્રધાનપણે કહે છે – नास्मिन् घने यतः सत्सु तत्प्रतीतिर्महोदया। किं सम्यग् रूपमादत्ते कदाचिन्मन्दलेोचनः ॥३६॥ વૃત્તિ-નારિજન હેય, આ ભાવમલ, ઘરે-ઘન, પ્રબળ હતાં, અતઃ કારણ કે, સમુ-સાધુઓ પ્રત્યે, તwતીતિઃ-તેની પ્રતીતિ. ( આ ભાવભલ, ઘન–પ્રબલ હોય ત્યારે સાધુઓ પ્રત્યે તેની પ્રતીતિ ન હાય). તે પ્રતીતિ કેવી વિશિષ્ટ હોય? તે માટે કહ્યું-મરચા-મહાદયવાળી, અભ્યદય આદિના સાધકપણુએ કરીને મહાઉદયવાળી, પ્રતિવસ્તુપમાથી આજ અર્થ કહ્યો- સઘકામા-શુ સમ્યગૂરૂ૫ ગ્રહણ કરે ?-લક્ષણ, વ્યંજન વગેરેના સંપૂર્ણપણુએ કરીને. યાજિક વન-કદી પણ મંદ લેનવાળા-દષ્ટિવાળે,-ઈદ્રિયદષને લીધે, ન જ રહે એમ અર્થ છે. '
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy