SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૨) ગદષ્ટિસમુચ્ચય વગેરે ગમે તે હોય, ગમે તે મતસંપ્રદાયનો હોય, ગમે તે જાતિને હોય, તે પણ અભેદભાવે સાચી અનુકંપાથી સેવા કરવા યોગ્ય છે. આ અનુકંપા દાનને જિનેશ્વર ભગવાને કદી પણ નિષેધ નથી કર્યો. દીન, દુઃખી, રેગી આદિની સેવા-સુશ્રુષાર્થે દાનશાલા, ઔષધાલય, ઈસ્પિતાલ વગેરેને પ્રબંધ કરે, તે ઘણું જીવોને ઉપકારી થઈ પડી, અનુકંપાને હેતુ છે, શુભ આશયનું કારણ છે. પુષ્ટ આલંબનને આથી આવી દાનાદિ સેવાથી પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તે કલ્યાણનું કારણ થઈ પડે છે. આ દાનાદિ કાર્યમાં પણ ઉચિતપણું જાળવવાની બહુ બહુ જરૂર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વગેરે બરાબર જોઈ વિચારીને જેમ ઘટે તેમ કરવા લાગ્યા છે. દાન આપવું તે પણ–લે રાંકા ! લેતે જા !” એવા તુચ્છ ભાવથી, અથવા ઉપર હાથ રાખવાના ભાવથી દાનાદિમાં આપવું –એ ઉચિત નથી, પણ અનુચિત છે. યથા એગ્ય પાત્રને ચેગ્ય ઉચિતપણું દાન ચગ્ય રીતે આદરથી આપવું, તે પાત્રને પિતાનું દીન-લાચારપણું ન લાગે-ન વેદાય, એશીઆળાપણું ન લાગે, એમ “જમણે હાથ આપે ને ડાબે હાથ ન જાણે” એવી રીતે આપવું, તે ઉચિતપણું છે. ઈસ્પિતાલ-ઔષધાલય વગેરેમાં દીન-દુઃખી દરદીઓ પ્રત્યે અનાદર બતાવવામાં આવે, “આ તો મફતીઆ છે” એમ જાણી તેની બરાબર કાળજી ન લેવામાં આવે, એ ઔચિત્ય નથી. પણ ગરીબ દરદીઓ પ્રત્યે તે ખાસ હમદી બતાવી, તેની ઓર વિશેષ કાળજી લેવી, નિઃસ્વાર્થ સેવા બજાવવી, એ ખરૂં ઉચિતપણું છે. આવું ઉચિતપણું જાળવવું એ દાતા સંગ્રહસ્થની ફરજ છે, અને તે જળવાશે તે જ સાચો સેવાધર્મ બજાવી શકાશે. તેમાં પણ ગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-ભાવમાં ચગ્યકાળે કરેલી થેડી દાનાદિ સેવા પણ, જેટલી લાભકારી થાય છે, જેટલી ઉગી નીકળે છે, તેટલી અકાળે કરેલી ઘણી સેવા પણ થતી નથી. વરસાદમાં એક દાણાની પણ અનેક ગણી વૃદ્ધિ થાય છે, વરસાદ વગર કરોડો દાણું નકામા જાય છે. X માટે સેવાધર્મમાં પણ ગ્ય અવસર જાળવવો, એ ઉચિત છે. આ બધા સ્થૂળ દષ્ટાંત છે. આમ સર્વત્ર યથાયેગ્યપણે જેમ ઘટે તેમ સેવાધર્મ આદરવો, યથાશક્તિ જનતાની સેવા કરવી, એ પણ ચરમાવનું ચિહ્ન છે. દીન કા વિણ દાનથી, દાતાની વાધે મામ; “જલ દીએ ચાતક ખીજવી રે, મેઘ હુવા તિણે શ્યામ....ચંદ્રપ્રભ” શ્રી યશોવિજયજી આમ અત્રે ત્રણ મુખ્ય લક્ષણ કહ્યા,-દુઃખીઆની દયા, ગુણી પ્રત્યે અદ્વેષ, સર્વેની અભેદપણે ઉચિત સેવા. આ લક્ષણ જેનામાં વ” છે, તે ચરમ આવર્તમાં વતે છે, તેને * " कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्यपि । વૃદઢ કૃદ્ધિ સ્થાપિ ઇરિથાશ્વથા છે શ્રી યશોવિજયજીત દ્વા દ્વા "धर्माङ्गख्यापनार्थ च दानस्यापि महामतिः। ગવાથૌત્યિચોર સર્જવાનુwવચા ”—શ્રી હરિભસૂરિકૃતિ અષ્ટક,
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy