SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૦) ગદષ્ટિ સમુચિય લેખના–સત્ પુસ્તકોમાં, સુંદર ગ્રંથમાં તે સશા લખાવવા. તે તે સિદ્ધાંતને છાજે એવા અનુરૂપ કાગળ, શાહી, છાપ, પૂંઠાં વગેરે, શાસ્ત્રનું ગૌરવ દીપાવે એવા બાહ્ય આકર્ષણરૂપ ગુણેથી, તેમજ અક્ષર, વર્ણ, શબ્દ, અર્થ આદિની શુદ્ધિ-સુસંકલના વગેરે આત્યંત ગુણોથી યુક્ત, એવા સર્વાંગસુન્દર સદગ્રંથમાં સશાનું લખવું–લખાવવું તે લેખના. અને આ યોગદૃષ્ટિ પામેલો મુમુક્ષુજન તે સતશ્રુતનો પરમ ઉપકાર ગણી જેમ બને તેમ તેની પ્રભાવને કરવા ઇચ્છે છે, એટલે તે લેખનાદિમાં યથાશકિત પ્રવર્તે છે. કારણ કે તે સારી પેઠે સમજે છે કે–પાપ વ્યાધિનું ઔષધ શાસ્ત્ર છે, પુણ્યનું નિબંધન શાસ્ત્ર છે, સર્વત્ર ગમન કરનારું ચક્ષુ શાસ્ત્ર છે, સર્વ અર્થનું સાધન શાસ્ત્ર છે.” "पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबन्धनम् । ચક્ષુ સર્વત્ર શાä શાä સર્વાચસાધનમ્ | શ્રી યોગબિન્દુ, ૨૫૫ પૂજના–પુછપ, વસ્ત્ર, ધૂપ, દીપ આદિવડે સશાસ્ત્રની–પરમશ્રતની પૂજા કરવી તે પૂજના. આ બાહ્ય પૂજના અંતરંગ બહુમાન-ભક્તિની સૂચક છે, કારણ કે મુમુક્ષુ જોગી જનના મનમાં એવો ભાવ ઉપજે છે કે-આ સત્પુરુષના વચનામૃતને માટે હું મહારૂં સર્વસ્વ ઓવારી નાંખ્યું તે પણ ઓછું છે, આ સતુ પુરુષના વચનામૃત હારા હૃદયમાં અખંડ જ્ઞાનદીપક પ્રગટાવે ! આમ નિર્મલ અંતઃકરણથી સશાસ્ત્રના ગુણગ્રામ કરવા તે પણ પૂજાને પ્રકાર છે. જેમકે— અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મેહ, તારિણી ભવાબ્ધિ મિક્ષચારિણી પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો રાજચંદ્ર ! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રીમોક્ષમાળા. દાન–અન્ય આત્માથી મુમુક્ષુને અથવા સત્પાત્ર નિગ્રંથ મુનીશ્વર આદિને સશાસ્ત્ર આપવું તે દાન. સત્શાસ્ત્રને નિઃસ્વાર્થ પણે પ્રચાર કરે, પરમશ્રુતની એકાંત આત્મકલ્યાણાર્થે પ્રભાવના કરવી, તે આમાં સમાય છે. આમ જ્ઞાનનું તે દાન કરવાનું છે, તે પછી જ્ઞાન વેચીને દ્રવ્ય ઉપાર્જન કરવાની અધમ વૃત્તિની વાત તે ક્યાંય દૂર રહી ! વાંચના–સતુશાસ્ત્રનું પોતે વાંચન કરવું તે આ પણ આશાતના ટાળી, વિનયવિવેકપૂર્વક, દ્રવ્ય-ભાવ શુદ્ધિ જાળવી થવું જોઈએ. સદ્ગુરુના વિરહે સક્શાસ્ત્રને અભ્યાસ સુપાત્ર મુમુક્ષુ જીવને પરમ આલંબનભૂત થાય છે. કારણ કે તે પુરુષનાં વચને આગમસ્વરૂપ છે, તો પણ વારંવાર પિતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમને વેગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy