SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ: સાર્વજનિક દાનાદિ (૧૩૭) જેમ સારા ક્ષેત્રમાં વાવેલું એક બીજ ઊગી નીકળી અસંખ્ય ફળ આપી, અનંતા બીજ પેદા કરી, તે તે બીજેમાં પાછી અનંતા બીજ પેદા કરવાની, એમ પરંપરાએ અનંતાનંત ફળની યેગ્યતા આપે છે, તેમ સુપાત્રને આપેલું દાન અનંત કલ્યાણનું કારણ થાય છે. એક સુપાત્ર મહર્ષિને ખાનપાનનું ભક્તિપૂર્વક દાન દીધું હોય, તો તે સુપાત્રના દેહને યથેચ્છ નિર્વાહ થાય છે, અને તે સુપાત્ર પછી જીવોને કલ્યાણમય ઉપદેશ આપી બીજા અનેક સુપાત્રો બનાવે છે, જે પાછા પ્રત્યેક અનેક અનેક કરી, ઘણું અને સુપાત્ર થવાનાં કારણિક થાય છે. આમ એક સુપાત્રને દાન આપવાથી પરંપરાએ અનેક સુપાત્રો નીપજે છેજે જીવોનાં અમેઘ કલ્યાણનાં કારણરૂપ જ છે.” –શ્રી મનસુખભાઈ કીરતચંદ્ર મહેતાકૃત દાનધર્મ–પંચાચાર એક રીતે જોઈએ તે મોક્ષમાર્ગનું પ્રવર્તન દાનથી જ થાય છે. કારણ કે મોક્ષમાર્ગ સમ્યગજ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ છે, તેને ધારણ કરનારા મહામુનીશ્વરે છે, અને દેહવડે કરીને તેઓ તે ધર્મમાર્ગને આરાધે છે. દેહ પણ આહાર હોય તે ટકે છે, માટે નિર્દોષ આહારપાન-ઔષધ-શાસ્ત્ર આદિનું દાન જે સત્પાત્ર મુનિ આદિને કરે છે, તે મોક્ષમાર્ગને ધારી રાખે છે—ટકાવે છે, એમ પદ્મનદિપંચવિંશતિકામાં દાન અધિકારે મહાનિર્ચથ મુનીશ્વર પદ્મનંદિજીએ કહ્યું છે. અને આવું સત્પાત્ર પ્રત્યે દેવામાં આવતું દાનાદિ આત્મામાં તેવા પ્રકારની યોગ્યતાનું રોપણ કરે છે, તેથી તેને યોગબીજ કહ્યું છે. સુપાત્ર દાનના પ્રભાવે ઘણા જીવો સંસારસાગર તરી ગયા છે, એના પુષ્કળ દષ્ટાંતે શાસ્ત્રમાં મળી આવે છે. જેમ કે શ્રી શ્રેયાંસકુમાર, શ્રી શાલિભદ્રજી મહામુનિ આદિ. અથવા તે સાર્વજનિક ઉપગને માટે દાનાદિ કર્મ કરવું, તેને પણ અત્ર સમાવેશ થાય છે. દીન-દુઃખી જનતા માટે વિવેકપૂર્વક પિતાના દ્રવ્યને યથાશક્તિ વ્યય કરવો, દાન - દેવું, નિર્દોષ ઔષધ આદિને પ્રબંધ કરવો, દેશ-કાલને અનુસરી દવાખાના સાર્વજનિક -ઇસ્પિતાલ વગેરે કરાવવા, આહાર-પાણીની જોગવાઈ કરી આપવી, દાનદાનાદિ શાલા ઉઘાડવી; તેમજ રોગચાળો ફાટી નીકળે ત્યારે અથવા કુદરતી કેપ થાય ત્યારે, સંકટ સમયે પિતાના તન-મન-ધનની સર્વ શક્તિ ખચીને જનતાની–દરિદ્રનારાયણની જેટલી બને તેટલી સેવા કરવી; આ બધું ય પ્રશસ્ત હોઈ પરંપરાએ ગબીજનું કારણ થાય છે. કારણ કે પુષ્ટ આલંબનને આશ્રીને કરવામાં આવેલા તે દાનાદિ કર્મને લીધે પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તેથી કરીને લોકોને બીજાધાન આદિ ભાવની પ્રાપ્તિ થાય છે. આમ ઘણા જીવોના ઉપકારથી અનુકંપાનું નિમિત્ત બને છે, તેથી અત્રે મુખ્ય એવો શુભાશયરૂપ હેતુ હોય છે. * અને આ દાનનું ધર્મગપણું ફુટ કરવાને ભગવાને પોતે પણ 'पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः॥ बहूनामुपकारेण नानुकंपानिमित्तताम् । अतिक्रामति तेनात्र मुख्या हेतुः शुभाशयः ॥" શ્રી યશોવિજયજીકૃત દ્વાo દ્વા
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy