SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ભિનંદી જી આ મેક્ષમાગ પામવા ધારે તે પણ પામી શકે નહિ. વળી ગબિન્દુમાં કહ્યું છે તેમ ભવાભિનદી જીવ માનાર્થને-લોકેષણાને ભૂખ્યો હોઈ “લેકપંક્તિમાં * બેસનારે હોય છે, અર્થાત્ લેકારાધન હેતુઓલેકને રીઝવવા ખાતર મલિન અંતરાત્માથી સતક્રિયા કરે છે, અને તેથી તે એને મહાઅનર્થંકર-દુરંત ફલદાયી થઈ પડે છે; કારણ કે જગતને રૂડું દેખાડી ધમીમાં ખપવા ખાતર ભવાભિનંદી જીવ, કેવળ આત્માથે જ કરવા યોગ્ય એવી ધર્મક્રિયાને પણ માનાથે ઉપયોગ કરે છે, અને તુચ્છ એવા લૌકિક માન-પૂજા-સત્કારાદિ ખાતર મહતું એવી તે ધર્મક્રિયાનું લીલામ કરવા જેવો હીન ઉપયોગ કરે છે અને આમ તેનું ખુલ્લું અપમાન કરી ઘેર આશાતના કરે છે. આવી લેકેષણારૂપ લેકપંક્તિ અને કેત્તર એવું આત્મકલ્યાણ એ બેને કદી મળતી પાણ આવે નહિં. અને પરમાથે વિચારીએ તે લેકોત્તર કલ્યાણરૂપ આત્માર્થ પાસે લેકેષણરૂપ માનાર્થનું મૂલ્ય બે બદામનું પશુ નથી, છતાં મહદ્ આશ્ચર્ય છે કે એક ભવના તુચ્છ કલ્પિત લાભની ખાતર અનંત ભવનું દુઃખ વહાલું ગણી “ભવાભિનંદી” પોતાના નામને સાર્થક કરે છે ! એ જ પ્રકારે અંતમાં જેને ભેગાદિની ને પૂજાદિની કામના બન્યા કરે છે છતાં મુખેથી જે જ્ઞાનની ને “અનાસક્ત યોગની વાત કરે છે, તે સગરહિત વિદ્વાનોની-પંડિતમની પણ એ જ દશા છે! ગબિંદુમાં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મૂઢ જનને જેમ પુત્ર-દારાદિ સંસાર છે, તેમ સગ રહિત વિદ્વાનોનX “શાઅસંસાર” છે ! આમ મૂઢ હોય કે વિદ્વાન હય, જેને અંતરમાં ભવદુ:ખ વહાલું હોય અને પૂજાદિની કામના અંતરૂમાં વસ્ય કરતી હોય, એ ભવાભિનંદી જીવ મેક્ષના આ મૂળ માર્ગના શ્રવણને પણ અધિકારી કેમ હોય? મૂળ મારગ સાંભળે જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ.મૂળ૦ નેય પૂજાદિની જે કામના રે, નો'ય વહાલું અંતર ભવદુઃખ...મૂળ૦ “જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે; એમ હું લધુત્વભાવે સમયે છીં; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. પ્રીતિ અનંતી પર થકી, જે ત્રાડે તે જેડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ.”—શ્રી દેવચંદ્રજી. x" लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना, क्रियते सक्किया सात्र लोकपंक्तिरुदाहृता ।। भवाभिनन्दिनो लोकपंक्त्या धर्मक्रियामपि, महतो हीनदृष्टयोच्चैर्दुरन्तां तद्विदो विदुः ॥" *" पुत्रदारादिसंसारः पुसा संमूढचेतसाम्। विदुषां शास्त्रसंसारः सद्योगरहितात्मनाम ॥"
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy