SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૦) યોગષ્ટિસમુચ્ચય આમ જેનામાં ભાવ–ઢીયેા પ્રગટયો છે, એવા જાગતી જ્યાત જેવા સાક્ષાત્ ચેગીસ્વરૂપ ભાવઆચાર્યાદિ પ્રત્યે સશુદ્ધ એવું કુશલ ચિત્ત રાખવું, તેમને ભાવથી નમન વગેરે કરવું, એ ઉત્તમ ચાગબીજ છે. જેમ જિનભક્તિ ઉત્તમ ચેાગખીજ છે, તેમ સદ્ગુરુભક્તિ પણ ઉત્તમ ચાગબીજ છે, એમ મહાત્મા ગ્રંથકારને આશય છે. આ સદ્ગુરુભક્તિના મહિમા શાસ્ત્રકારોએ અત્યંત અત્યંત ગાયા છે, તે એટલે સુધી કે શ્રી સદ્ગુરુને જિન તુલ્ય કહ્યા છે*તિસ્થયલનો પૂરી સમ્મ નો નિળમયં મળર્' (શ્રી ગચ્છાચાર યન્ના ), ને કોઈ અપેક્ષાએ જિનનું સ્વરૂપ સમજાવનાર પણ શ્રી સદ્ગુરુ છે, એટલે તેના ઉપકાર અધિક છે એમ સમજીને તેથી પણ અધિક કહ્યા છે. પચપરમેષ્ટિમાં અર્હિંતપદ સિદ્ધ પહેલાં મૂકયું', તે પણ પ્રત્યક્ષ સદ્ગુરુને મહિમા સૂચવે છે, કારણ કે જીવને આત્મકલ્યાણને મુખ્ય ધારી રાજમાર્ગ એ જ છે, જીવના સ્વચ્છંદ આદિ અનેક મહાદોષ સદ્ગુરુશરણમાં જતાં અલ્પ પ્રયાસે જાય છે, માન આદિ જે આત્માના પરમ વૈરી છે તે પણ તેથી સહેજે ટળે છે; સતચરણના આશ્રય વિના, અનંત સાધન કરતાં છતાં, જે અન`ત ભવભ્રમણ અટકતું નથી, તેનેા સંતચરણુ આશ્રયથી અલ્પ સમયમાં અંત આવે છે. આવે! જ્ઞાની પુરુષાને દૃઢ નિર્ધાર હેાવાથી, તેએએ સદ્ગુરુભક્તિને પરમ ચેાગખીજ ગણ્યુ છે. કારણ કે— સદ્ગુરુ-ભક્તિ પરમ ચાગબીજ “ સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી ઇ નિજ પક્ષ; તે પામે પરમાને, નિજ પદના લે લક્ષ. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરાક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર. સદ્ગુરુના ઉપદેશ વિષ્ણુ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વિણુ ઉપકાર ક્ષેા ? સમજ્યું જિનસ્વરૂપ. પ્રત્યક્ષ સદ્ગુરુ ચેાગથી, સ્વચ્છંદ તે શકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે ખમણેા થાય. સ્વચ્છંદ્ર મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયુ, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” —શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રીઆત્મસિદ્ધિ અને આવા મહુામહિમ વંત પરમ ઉપકારી ભાવાચા, ભાવમુનિ વગેરેનું તૈયાનૃત્ત્વ કરવું, વૈયાવચ્ચ–સેવાશુશ્રુષા કરવી, તે પણ ઉત્તમ યેાગમીજ છે, એમ સહેજે સમજી
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy