SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ: નિષ્કામ ભક્તિ (૧૨૩) થાય નહિં, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હોય, અને લેકની વાહવાહની કે લૌકિક રીતની બીલકુલ પરવા ન હોય,–એવી સંશુદ્ધ ભક્તિ જ આ ગદષ્ટિવાળા ખરેખરા વૈરાગી જોગીજને કરે છે. શ્રી શીતલ જિન ભેટયે, કરી ભકતે ચખું ચિત્ત હો.” -શ્રી યશોવિજયજી ૩. નિષ્કામપણું સંશુદ્ધનું ત્રીજુ લક્ષણ દ્ય અભિસંધિ રહિતપણું છે. સંશુદ્ધ અનુષ્ઠાન ફલની કામના વિનાનું હોય, ભક્તિ વગેરે નિદાન રહિત, નિષ્કામ હોય, તે જ સંશુદ્ધ લેખાય. ઉપરમાં સંજ્ઞાનિધ કો, તેમાં લેભસંજ્ઞાના અભાવે ફલકામનાને અભાવ છે, તે પછી આ જૂદું ફેલગ્રહણ કેમ કર્યું? તેને ઉત્તર એ છે કે–પહેલાં જે કહ્યું હતું, તે તે ભવસંબંધી ફલની અપેક્ષાએ કહ્યું હતું, અને આ જે કહ્યું તે પરભવ સંબંધી ફલની અપેક્ષાએ કહ્યું છે. એટલે કે-પરભવમાં મને આ ભક્તિ વગેરેના પ્રભાવે, સામાનિક દેવ વગેરેની અદ્ધિ સાંપડો–ઈત્યાદિ પરભવ સંબંધી ફલની કામના, નિદાન-નિયાણું ન હોય, તે જ સંશુદ્ધ ભક્તિ આદિ કહેવાય; ફલની કામના–દાનત હોય, તે સંશુદ્ધ ન કહેવાય. કારણ કે તેવી કામના સારી નથી, તેથી તેનાથી પ્રાપ્ત થતું ફલ પણ સારું નથી, અને તે એક્ષપ્રાપ્તિમાં આડા પ્રતિબંધરૂપ—અટકાયતરૂપ થઈ પડે છે. કોઈ પણ પ્રકારની કામના વિનાનુંફળની આશા વિનાનું, એવું જે નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન છે, તે જ મોક્ષનું સાધન છે. પણ તેમાં જે સ્વપ્રતિબંધ હોય, એટલે કે પ્રભુભક્તિના કુશલ ચિત્ત આદિમાં જ પ્રતિબંધ કરાય, ત્યાં જ આસંગે-આસક્તિ રખાય, તો તે કુશલચિત્તાદિ પણ તે જ સ્થાને સ્થિતિ કરાવનાર થઈ પડે, ત્યાં જ અટકાવી દે, જીવની આત્મદશા વધવા ન દે. અત્રે શ્રી ગૌતમસ્વામીજીનું પ્રસિદ્ધ દષ્ટાંત છે.* તેમને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત કુશલ ચિત્ત, બહુમાન, પ્રશસ્ત રાગ હતો. પણ તે રાગ જ ઊલટો તેમને મુક્તિ પ્રાપ્તિમાં અવ ધરૂપ–પ્રતિબંધરૂપ થઈ પડ્યો ! જ્યાં લગી તેમનો તે રાગ ગયે નહિં, ત્યાંલગી તેમને કેવળજ્ઞાન થયું નહિં. જે રાગ ગયે કે તરત કેવળજ્ઞાન થયું. આ ઉપરથી સાર એ સમજવાને છે કે–પ્રભુપ્રત્યે પણ પ્રશસ્ત રાગ માત્રથી અટકી જવાનું નથી, પણ નીરાગીને સેવી નીરાગિતા પ્રાપ્ત કરવાને સતત લક્ષ રાખી આગળ વધવાનું છે. વીતરાગ શું હતું જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવ ભય વારો. શ્રી દેવચંદ્રજી આમ આવું નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન જ ગસિદ્ધિનું સાધક થાય છે. કારણ કે જે શાલિનું બીજ ન હોય તેમાંથી કેઈ કાળે શાલિને અંકુરો ફૂટે નહિ; અને શાલિ - " प्रतिबन्ध कनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः । તસ્થારિતિવાચૈત્ર વીરે પૌતમકાવત્ત છે ”—શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વાન
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy