SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૦) ગદષ્ટિસમુચ્ચય સાધક થઈ જાય છે. કારણ કે આ ગીને “દષ્ટિ પ્રાપ્ત થઈ છે, અને તે છે કે મંદપણે ઉઘડી છે, તે પણ “દષ્ટિ”ના કહેલા લક્ષણ પ્રમાણે તેને “સત્ શ્રદ્ધાસંગત બોધ” હોય છે. એટલે તેને પુરુષની, સદ્ગુરુની, સ@ાસ્ત્રની શ્રદ્ધા અવશ્ય હોય છે, તેની આજ્ઞાને પ્રધાન ગણી તેને અનુકૂળ પ્રવૃત્તિ તે કરે છે, અસતુપ્રવૃત્તિ છેડી દીએ છે, કે જેથી સત્પ્રવૃત્તિપદ નિકટ ખેંચાતું જાય છે. “સબળ સાહિબ ઓળગે, આતમ સબળો થાય રે; બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે....જગતારક પ્રભુ વિનવું.” -શ્રી દેવચંદ્રજી આમ આ ગબીજના રેપણથી આ જીવને અવતાર જ જાણે ફરી જાય છે! અવળી પાઠ સવળી થાય છે ! ઊલટું ચક્ર સૂલટું થાય છે. આ બીજથી તે “દ્વિજ” બને છે! સંસ્કારરૂપ નો જન્મ ધારણ કરે છે. અને તારક એવા તીર્થરૂપ ગબીજના સેવનથી છેવટે આ “જોગીજન” તરી જાય છે, ને તીર્થનું સારભૂત તત્ત્વરૂપ ફળ પામે છે. “ચક્રી ધરમ તીરથ તણે, તીરથ ફલ તત્ત સાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે.... ધરમ પરમ અરનાથન.”–શ્રી આનંદઘનજી હવે યોગબીજને ઉપન્યાસ-રજૂઆત કરતાં કહે છે – जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ॥ २३ ॥ જિન પ્રતિ ચિત્ત કુશલ અને, તેહને નમસ્કાર પ્રણામાદિ સંશુદ્ધ-એ, પરમ યોગબીજ સાર. ૨૩ અર્થ-જિને પ્રત્યે કુશલ-શુભભાવવાળું ચિત્ત, તેમના પ્રત્યે નમસ્કાર, અને સંશુદ્ધ એવા પ્રણામ આદિ-એ અનુત્તમ (પરમ) ગબીજ છે. વૃત્તિ:--જિનો પ્રત્યે, ભગવાન્ અર્હતે પ્રત્યે, વારું ચિત્ત-કુશલ ચિત્ત, ઠેષ આદિના અભાવથી પ્રીતિ આદિવાળું ચિત્ત. આ ઉપરથી મનેયેગની વૃત્તિ કહી. તન્નમસ્જર વ -અને તે જિને પ્રત્યે નમસ્કાર, તથા પ્રકારના માગથી પ્રેરિત એવો નમસ્કાર. આ ઉપરથી વચનયોગની વૃત્તિ કહી. કામારિ અને પ્રણામ આદિ. પંચાંગ પ્રણામ આદિ લક્ષણવાળા. આદિ શબ્દથી મંડલ-પ્રદક્ષિણા આદિનું ઝડપ્યું છે. સંચઠું-સંશુદ્ધ-આ અસંશુદ્ધના વ્યવચ્છેદ અથે કહેલ છે, કારણ કે તે અસંશદ્ધ તે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ હોઈતેના યોગબીજ૫ણની અનુપત્તિ-અઘટમાનપણું છે,–તેનું ગબીજપણું ઘટતું નથી. (અમું શુદ્ધ પ્રામાદિ બીજ નથી). આ સર્વજ સમસ્તપણે કે પ્રત્યેક ભાવ૫ણે-ચાવીનંગબીજ, મોક્ષજક અનુષ્ઠાનનું કારણ, અનુત્તમં–અનુત્તમ-સર્વ પ્રધાન છે –વિષયના પ્રાધાન્યને લીધે. (જેનાથી ઉત્તમ કઈ નથી તે અનુત્તમ, શ્રેષ.)
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy