SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સાંકળ તુટે. આમ આ બંધસંકલન ત્રોડવાની લગામ આત્માના હાથમાં છે, એ વિભાવરૂપ ભાવકર્મ પરિણામે નહિં પરિણમવાની છૂઈક (Brake) દબાવવારૂપ પુરુષાર્થની રહસ્ય ચાવી (Master-key) પુરુષના (આત્માના) પોતાના ગજવામાં જ છે. તાત્પર્ય કે જીવ પરભાવ નિમિત્તે રાગ દ્વેષ-મેહ ન કરે, વિભાવભાવે ન પરિણમે તે મિક્ષ હથેળીમાં જ છે. આમ કર્મનિબદ્ધ આત્માના (પુરુષના) પુરુષાર્થને માગ સદાય સાવ ખુલે પડયો છે. ભવસ્થિતિ આદિ ખોટા ન્હાના છેડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. આ અનંત શક્તિના સ્વામી પુરુષ-સિંહને હુંકાર કર્ય-શુગાલને નસાડવા માટે બસ છે ! માત્ર આત્મા ઊઠ જોઈએ. શ્રીમદ્ રાજચંદ્રજીએ વીરગર્જના કરી છે તેમ “જબ જાએંગે આતમા, તબ લાગેગે રંગ.” ૩ત્તિ દોત્તિઝ સાકર ! મોહનિદ્રામાંથી જાગેલે આત્મા વિવેકખ્યાતિવડે પિતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પામી, વિભાવરૂપ અધમને ત્યજી આત્મસ્વભાવરૂપ સનાતન આત્મધર્મને ભજે, તો અવશ્ય મેક્ષ પામે, “પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય.” “જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ. આદિ નામ લઈ, છેદે નહિં આત્માર્થ.” શ્રી આત્મસિદ્ધિ. આ બંધ-મેક્ષની વ્યવસ્થા પરથી ભગવાન મહાવીરે પ્રણીત કરેલા નવ તત્વની અદ્ભુત અવિકલ સંકલના પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. આ જીવ અજીવ એવા કર્મથી બંધાયેલ છે, પુણ્ય-પાપ આ અજીવ કર્મના અંતર્ગત બે ભેદ છે; કર્મના આવવાનું કારણ મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ છે, આશ્રવ થયે બંધ થાય છે, આશ્રવને-નવાં કર્મના આગમનને આશ્રદ્વાર સંવૃત કરવારૂપ સંવરથી રોકી શકાય છે, અને જુનાં કમેને ધ્યાનાદિ તપવડે નિર્જરાથી ખેરવી શકાય છે, અને એમ નિર્જરા કરતાં કરતાં સર્વ કર્મને ક્ષય થયે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ “અદ્વૈત” આત્મા જ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ બને છે. તે ત્રિશલાતોયે મન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધા નિત્ય વિશેધ કરી નવ તત્વને, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારૂં.” શ્રી મેક્ષમાળા. આ નવ તત્વને હેપાદેય વિવેક સમજવા માટે ચિકિત્સાશાસ્ત્ર પ્રસિદ્ધ ચાર વાનાં જાણવા જોઈએ; પ્રથમ તે રોગ (Disease) શું ? એ જાણવું જોઈએ; આ રોગ હેય-અત્યજવા યોગ્ય છે. બીજુ રોગને હેતુ ( Aetiology) શું? એ જાણવું જોઈએ; આ હેય હેતુ છે. ત્રીજુ આરોગ્ય (Normal healthy condition, cure ) ___* " हेयं दुःखमनागतम् । दृष्टश्ययोः संयोगो हेयहेतुः। तदभावात् संयोगाभावो हानं तद् દશે: ચૈત્રયમ્ ! વિવાહયાતિરવિજીવા દાનોપાય | પાતંજલ યંગસુત્ર, ૨.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy