SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૦) ગદષ્ટિ સમુચય રૂડો લાગશે! તેઓને આ યોગમાર્ગમાં ઉભવાનું સ્થાન જ નહિં રહે, કારણ કે આ અપરિણામી વાદમાં ભવ–મોક્ષનો મુખ્ય ભેટ પણ ઘટશે નહિં, કાં તો ભવ ને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે. જો એક ભવ અવસ્થા જ રહે છે એમ માનશે, તો મોક્ષસાધક યુગમાર્ગનું પ્રોજન નિષ્ફળ થશે; ને જે એક મેક્ષ અવસ્થા જ રહે છે એમ માનશો તે પછી આ મક્ષસાધક ગમાર્ગની જરૂર જ ક્યાં રહી? આમ કૃતનાશ અને અકૃતાગમ વગેરે અનેક દૂષણ આવશે. એટલે આ એકાંત અપરિણામવાદ–એકાંત ફૂટસ્થ નિત્ય આત્મા માનો તે અયુક્ત છે. " एवं च योगमार्गोऽपि मुक्तये यः प्रकल्प्यते । રોડર નિર્વિવયત્વેન વનામાત્રમઃ | ”—(જુઓ) ગબિન્દુ, લો૦ ૪૭૮-૪૮૯. એક કહે નિત્ય જ આતમતત્વ, આતમ દરિસણ લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહી.-શ્રી આનંદઘનજી ૨. સર્વથા ક્ષણિકવાદ એટલે આત્માને જો એકાંત અનિત્ય જ માનવામાં આવે, તે અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? ક્ષણ પછી તે આત્મા વિનાશ પામી જશે, એટલે વસ્તુ જ નહિ રહે, તો પછી તથારૂપ પરિણમન વિના આ યુગદષ્ટિ ક્ષણિકવાદ પણ કોને પ્રાપ્ત થશે? ક્ષણ પછી ક્ષણનું અનુસંધાન–અન્વય માનવામાં અયુક્ત આવે, તે ક્ષણિકવાદ છેડી દેવો પડશે. આમ કાં તે પરિણામી આત્માને એક નિત્ય અખંડ વસ્તુરૂપ માનવે પડશે, ને કાં તો એગદષ્ટિને લાભ જાતે કરવો પડશે. આ ગદષ્ટિનો લાભ જે જ કર્યો, તે ગમાર્ગમાં ક્ષણિકવાદને ઉભવાનું સ્થાન જ રહેશે નહિં; બંધ-મેક્ષ, સુખ-દુઃખ આદિ વ્યવસ્થા પણ ઘટશે નહિ. સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે, બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણે.”–શ્રી આનંદઘનજી વળી જે ક્ષણિક છે એમ જાણીને જે કહે છે, તે કહેનારે પોતે ક્ષણિક નથી, એ અનુભવથી પણ આત્મા નિત્ય છે એમ નિશ્ચય થાય છે. ક્યારેય પણ કઈ પણ વસ્તુનો કેવળ સર્વથા નાશ થતું નથી, માત્ર અવસ્થાંતર થાય છે. અને ચેતનને જે અવસ્થાંતરરૂપ નાશ થતું હોય તે તે કેમાં ભળે? તે તપાસી જુઓ. x “ક્ષળિાડં તુ નૈવારા જાદૂર્વ વિના રાતઃ | બચશ્યામવાડરિવ્યથાડવંચમાવતઃ || ”—(જુઓ) ગબિન્દુ, શ્લ૦ ૪૫૮-૪૭૭.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy