SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૬૧) જન પશુ લેક કલ્યાણ યશ પર, હેમું અંગ સહુ મહારા.” –સરસ્વતીચંદ્ર અને તેઓની આવી પરમાર્થ પ્રવૃત્તિ હેય છે, તેના કારણે આ પ્રમાણે છે: ૧. શુદ્ધ બોધનું હોવાપણું–તે સમ્યગ્દષ્ટિ પુરુષને બેધ શુદ્ધ હોય છે, રાગ-દ્વેષમેહની અશુદ્ધિથી રહિત હોય છે, પરભાવના સ્પર્શ વિનાનો નિર્મલ હોય છે. ૨. આગ્રહરહિતપણું–તેઓના સર્વ પ્રકારના મતાથી, દર્શનાહ, અભિનિવેશે. સર્વથા દૂર થઈ ગયા હોય છે, તેઓ અત્યંત મધ્યસ્થ અને નિષ્પક્ષપાત હોય છે. ૩. મેરી આદિને પરતંત્રપણું–તેઓ મિત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્ય-એ ચાર ભાવનાઓથી અત્યંત ભાવિતાત્મા હોય છે. તેઓ સમસ્ત જગત્ સાથે મૈત્રી ધરાવે છે. જ્યાં ક્યાંય ગુણ દેખે ત્યાં તેઓ પ્રમોદ પામે છે. “પર ગુણના પરમાણુને પણ પર્વત જેવો કરી તે વિરલા સંતપુરુષો પોતાના હૃદયમાં અત્યંત વિકસિત થાય છે. ” સંસાર દુઃખથી દુઃખી ને જોઈને તેના પર તેમને કરુણાભાવ ઉપજે છે. આ જગતજી બિચારા સન્માર્ગને છોડી ઉન્માગે ગમન કરી દુઃખી થઈ રહ્યા છે, તેઓને હું સન્માર્ગને બંધ કરી તે દુ:ખમાંથી છોડાવું, એવી કરણું તે પરમ કૃપાળુને વછૂટે છે. અને કોઈ વિપરીત વૃત્તિવાળે હેઈ, સમજાવ્ય સમજે એમ ન હોય, તે ત્યાં તેઓ ઉપેક્ષા કરે છે, મધ્યસ્થ ભાવ ધારણ કરે છે. ૪. ગંભીર ઉદાર આશય–તેઓનો આશય-ચિત્તપરિણામ એટલે બધે ગંભીર હોય છે, એટલે બધે ઊંડે–અગાધ હોય છે, કે તે કળી શકાતું નથી, તેને તાગ પમાડે નથી, સાગરની જેમ તેના ઊંડાણની ખબર પડતી નથી તેમ જ તે આશય એટલે બધા ઉદાર હોય છે, એટલી બધી ઉદારતાવાળે વિશાળ હોય છે કે તે સમુદ્ર જેમ સર્વ કોઈને પિતાના વિશાળ પટમાં સમાવી દે છે, તે સમ્યગદષ્ટિ યેગીઓ આવા “સાગરપેટા” “સારવાળમીર” હોય છે. ૫. ચારિસંજીવની ન્યાયનું અનુસરણું–તેવા ગંભીર -ઉદાર આશયવાળા તે સમ્યગદષ્ટિએ “ચારિસંજીવની ન્યાયને અનુસરે છે. તે આ પ્રમાણે – – ચારિસંજીવની ચાર ન્યાય – "चारिस जीवनीचारन्याय एष सतां मतः । નાયાસ્તૃદ્ધિ થશે વેળાદિનાન્ ! ” શ્રી યોગબિન્દુ, ૧૧૯ આ ચારિસંજીવની ચાર ન્યાય સન્દુરુષને સંમત છે, નહિ તે વિશેષ કરીને ધર્મકાર્યની શરૂઆત કરનારાઓને ઈષ્ટ સિદ્ધિ થાય નહિં.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy