SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૧ ૩: સંભવનાથ સ્તવન કઈ વાર સંગ બળે બની આવે છે. આ યથાપ્રવૃત્તિકરણની બાબત તે સંસારના રખડપાટમાં અનેક વાર બની આવતી કે બની જતી હોઈ તેની ઉપયોગિતા ખાસ નથી, પણ એવી સ્થિતિ થયા પછી કોઈ વાર પ્રાણી બીજુ કરણ કરે છે અને એ ગ્રંથિભેદ કરે છે તેને મહત્ત્વનું ગણવામાં આવે છે. આ ગ્રંથિભેદ અને બીજા કરણને આપણે ઓળખવા પ્રયત્ન કરીએ. જે ગ્રંથિભેદ કર્યા વગર પ્રાણી પાછો ચાલ્યો જાય, તે યથાપ્રવૃત્તિકરણને ઉપગ રહેતું નથી. અને આવા પ્રકારનાં યથાપ્રવૃત્તિકરણ તે પ્રત્યેક પ્રાણીના સંબંધમાં અનેક વાર બની ગયેલાં હોય છે. આવેલી તક નજીક હોય, છતાં ગુમાવી બેસવાની હકીકતે અનેક વાર બને છે તેને આ દાખલે છે. ભવચકના પરિભ્રમણમાં પ્રાણીએ આવાં યથાપ્રવૃત્તિકરણ તે અનંત વાર કરી નાખેલ હોય છે. (૨) અપૂવકરણ–ગ્રંથિભેદ : બીજું કારણ તે અપૂર્વકરણ કહેવાય છે. યથાપ્રવૃત્તિ કરણ કરેલ પ્રાણી રાગદ્વેષની નિબિડ ગાંઠને કાપી નાખે તેને ગ્રંથિભેદ કહેવામાં આવે છે. કરણ આત્માના અધ્યવસાયરૂપ છે અને કરણમાં આગળ વધતા જાય છે તેમ પરિણતિની નિર્મળતા વધારે વધારે થતી જાય છે. રાગદ્વેષની આકરી ગાંઠને કાપી નાખવાની સકિયાને ગ્રંથિભેદ કહેવામાં આવે છે. પ્રાણીએ પિતાની સંસારચર્યામાં આ ગ્રંથિભેદ કઈ વાર કરેલ ન હોવાને કારણે અને એ રાગદ્વેષની પાકી ગાંઠને તેડી નાખવાને આ પહેલે જ પ્રસંગ હોવાને કારણે આ અભૂતપૂર્વ આત્મશક્તિના ઉજજવલ કાર્યને “અપૂર્વકરણ” કહેવામાં આવે છે. એની ગ્રંથિ તૂટવાથી ચેતન રાગદ્વેષ ઉપર કુઠારાઘાત કરે છે, પિતાની પ્રગતિ માટે આ ન ગમાર્ગ ઉઘાડે કરી દે છે અને અપૂર્વ આત્મશક્તિને ચમત્કાર આગળ ધપાવવાની શરૂઆત કરે છે. આ ગ્રંથિભેદના કાર્યને અપૂર્વકરણ કહેવામાં આવે છે. યથાપ્રવૃત્તિકરણ કરેલ પ્રાણી જ આ બીજુ અપૂર્વકરણ કરી શકે છે, એટલે આ બીજા અપૂર્વકરણના પૂર્વકરણ તરીકે પ્રથમ જણાવેલા યથાપ્રવૃત્તિકરણની ઉપયુક્તતા ખૂબ મોટી છે. યથાપ્રવૃત્તિકરણ કરનાર અપૂર્વકરણ જરૂર કરે એવું નથી, પણ અપૂર્વકરણ કરનારે યથાપ્રવૃત્તિકરણ કરેલું હોવું જ જોઈએ. અપૂર્વકરણને અંગે કીડીને દાખલે આપવામાં આવે છે. ચાલતી ચાલતી કીડી ખીલા કે ભીત નજીક આવે, એટલે કેઈ કોઈ પાછી ચાલી જાય છે અને કોઈ ભીંત પર કે ખીલી પર ચડી બેસે છે અને કેઈ આગળ વધે છે. આમાં જે ભીંત કે ખીલાને જોતાં પાછી ચાલી જાય તેને કાંઈ લાભ ન થાય; ખીલા પર ચઢી બેસે તે અપૂર્વકરણ કરે; અને આગળ વધે તે અનિવૃત્તિકરણ નામનું ત્રીજું કરણ કરે. સંસારમાં રહેવાને કાળ અર્ધ પુગળપરાવત બાકી રહે ત્યારે આ અપૂર્વકરણ થાય છે. અહીં ગ્રંથિ તૂટવાથી રાગદ્વેષને નાશ થતું નથી, પણ એની ગાંઠ પડેલી હોય છે તે છૂટી જાય છે અને એને સર્વથા નાશ કરવાને માર્ગ ખુલ્લે થાય છે. (૩) અનિવૃત્તિકરણ-ચરમકરણ-અંતરકરણઃ અપૂર્વ વીર્ષોલ્લાસને પરિણામે ગ્રંથિભેદ કર્યા પછી પ્રાણી અંતર્મુહૂત કાળમાં અનિવૃત્તિકરણે જાય. અહીં અપૂર્વકરણ કરતી વખતે પ્રાણીની નિર્મળતા થઈ હતી તે કરતાં પણ વધારે નિર્મળતા થાય છે. મિથ્યાત્વ-અજ્ઞાનનાં ૧૧
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy