SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬] શ્રી આનંદઘન-વીશી અબોધ” : અજ્ઞાન, અલ્પ પરિચય. અબોધને પરિણામે સંસાર તરફ રુચિ રહે છે, આત્માનું ભાન નહિવત બની જાય છે, પાપમાં આસક્તિ જામતી જાય છે અને ભાવાભિનંદીપણાને મોકળાશ મળે છે. એને પરિણામે પ્રાણી દીન, મસરી, બીકણ, માયાવી મૂખ અને સંસારમાં આસકત રહે છે. અને પરિણામે અનેક ખેટાં કામ કરી પિતાના આત્મિક પ્રગતિના માર્ગને ડોળી–ડખોળી નાખે છે. અજ્ઞાન અને અધ લગભગ એક જ છે. અનાદિ સંસારનું એ મૂળ કારણ છે. સાંખ્ય એને “દિક્ષા” કહે છે, શો એને “ભવબીજ' કહે છે, વેદાન્તિકે એને ભ્રાંતિરૂપ “અવિવા” કહે છે બૌદ્ધો એને અનાદિલેશરૂપ “વાસના” કહે છે અને જેને એને “મિથ્યાત્વ, “અજ્ઞાન” અથવા “અધ” કહે છે. ઉપર જણાવેલા ત્રણે દોષે–ભય, દ્વેષ, અને ખેદ–અબોધને લઈને થાય છે એમ સમજ. લિખાવમાં “લિખા” એ સંજ્ઞા છે. એમ સમજી એ એને ભાવ છે. અજ્ઞાનને પરિણામે પ્રાણી પિતાને પણ બરાબર પિછાન નથી, અને પવન આવે તેમ વિકારવશ થઈ આંટા મારે છે, માટે જેણે સેવન યોગ્ય ભૂમિકા તૈયાર કરવી હોય, તેણે ભય, દ્વેષ અને ખેદ નામના દે પર વિજય મેળવવા અને તેમ કરવા માટે તે દોષને બરાબર ઓળખવા અને પછી અભય, અધેષ અને અખેદની ભૂમિકાને તૈયાર કરવી. જ્યાં પરિણામની ચંચળતા બતાવનાર ભય હાય, જ્યાં અરોચક ભાવથી વ્યક્ત થતે દ્વેષ હોય અને જ્યાં શુભ પ્રવૃત્તિ કરતાં થાક લાગતું હોય ત્યાં ખેદ નામને દેષ છે અને તે અબોધન પરિણામ છે અને ભવાભિનંદીપણાની પિછાણ છે. આ છેલ્લે ભાવ વધારે સુસ્પષ્ટ જણાય છે. આ પ્રમાણે અર્થ ઘટાવતાં આખી ગાથાને ભાવ પરસ્પર મેળ ખાઈ જાય છે. આ રીતે ભૂમિકાશદ્ધિ થાય ત્યારે પ્રાણી માગે પ્રગતિ કરે છે. હવે આપણે તદ્યોગ્ય સમય અને વાતાવરણ ક્યારે તૈયાર થાય તે ગદષ્ટિએ વિચાર કરીએ. (૨) ચરમાવરત ચમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી ૨; પ્રાપતિ પ્રવચન વાક. સંભવ૦ ૩ પાઠાંતર–ચરમાવરત – ચરમાવર્તન. પ્રાપતિ – પ્રાપ્તિ. (૩) શબ્દાર્થ—ચરમાવરત = ચરમ એટલે છેલું; આવર્ત = આંટ, ચકરાવો; ચરમાવર્ત એટલે પુગળપરાવતને છેલ્લે કાળચક્રનો કાળ (વિવેચન જુઓ. ચરમકરણ = યથાપ્રત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણમાંનું છેલ્લું કરણ (જુઓ વિવેચન). ભવ = સંસાર, ગત્યાગતિમાં જવું–આવવું તે. પરિણતિ = સ્વભાવ, તે તરીકે થવું તે, ટેવ. પરિપાક = છેડો આવો તે, અંત આવવો તે. દેષ = (ઉપર જણાવેલી) ખામીઓ. ટળે = દૂર થાય, ખસી જાય. વળી = અને, એ ઉપરાંત. દષ્ટિ = નજર (outlook). ભલી = સરસ મજાની. પ્રાપતિ = પ્રાપ્તિ, લાભ. પ્રવચન = સિદ્ધાંતવાક, ભલે પ્રકારે શ્રોતાને સમજાવીને કહેવું છે. વાક = વાણી, વાક્ય, વચન. (૩) ૧. ગબિન્દુ, શ્લેક ૧૬૯. ૨. “ લિખાવને અર્થ હિંદમાં ‘ચિહ્ન” અથવા “લક્ષણ” થાય છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy