SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮] શ્રી આનંદઘન-વીશી આપીને સે. પ્રભુસેવાના અનેક પ્રકાર છે તે લો-જાણો. સેવના કારણે પ્રત્યે–સેવના અર્થ પહેલી ભૂમિકા સમારવી. ત્યાં ત્રણ દેષ ટાળવા, ભય ૧, દ્વેષ ૨, ખેદ ૩, એ ત્રણે દોષ ટાળવા. તે ટાળવાથી ત્રણ ગુણ ઉપજે, તે કયા : અભય ૧, અદ્વેષ ૨, અખેદ ૩. સંભવદેવ પ્રત્યે ચિત્ત ધરી સેવીએ. (૧) વિવેચન–સંભવનાથ આદર્શ તીર્થપતિ થયા, તેને “દેવ” શબ્દના ઉપનામથી બેલાવીને તેની સેવા કરવાની પ્રેરણ કરતાં તે સેવાને લાયક થવાની ભૂમિકા ઉત્પન્ન કરવાની હકીક્તથી શરૂઆત કરે છે. “દેવ” એટલે ધેર્ય, ગાંભીર્ય, પોપકાર, અનંત જ્ઞાનાદિ ગુણોથી અનુભવિત થયેલ સેવ્ય વ્યક્તિ. સામાન્ય કે વધારેડા ગુણો હોવાથી દેવત્વ પ્રાપ્ત થતું નથી, પણ પરિપૂર્ણતાના શિખરે પહોંચનાર દેવ તરીકે ઓળખાય છે, એ અભિધાનથી ઉદ્દેશાવાને ગ્ય હોય છે અને એ આદર્શનું સ્થાન બને છે. “દેવ” શબ્દ સાથે કવચિત્ જનતા કે પ્રાણીઓના વ્યવહારને નિયંતૃભાવ અથવા સારાં–ખરાબ કાર્યના ફળને આપવાની શક્તિમત્તાને સમાવેશ થઈ જાય છે, તે અત્રે કઈ આશય નથી. અહીં તે દેવ એટલે પિતાના પુરુષાર્થના ઉપયોગથી મહાન ગુણોને પ્રાપ્ત થયેલ વ્યક્તિ અને આદર્શ પૂરો પાડનાર મહાગી. આ આદર્શ ભાવનામૂતિને ગુણાનુરાગથી “દેવ” કહેવામાં આવે છે. એનામાં મહાન દૈવત હોય છે, એનામાં અનંત ગુણોને એના ઉત્કૃષ્ટ આકારમાં આવિર્ભાવ થયેલું હોય છે અને એવા “દેવ” નમન-સેવન-પૂજન કરવાને ગ્ય હોય છે. પણ અહીં તે એ દેવ સેવન કરવા યંગ્ય છે કે નહિ એ સવાલ નથી. એટલે એની વિચારણા કે ચર્ચા કરવાને પ્રસંગ પણ રહેતું નથી; નહિ તે બતાવી શકાય તેમ છે કે ન્યાય કે તર્કવિચારણામાં આ દુનિયાના પ્રપંચ-વ્યવહારને કેઈ નિયંતા હોઈ શકે નહિ અને એને કઈ બનાવનાર કે રચનાર હોય તે તે આવી કચવાટ-કકળાટ ભરેલી દુનિયા બનાવે નહિ. અહીં તે આદર્શ નક્કી કરવા માટે મહાન ઉપકારી દેવને સેવ્ય સ્થાન આપવામાં આવ્યું છે અને તેને સેવન કરવા માટે પોતાની લાયકાત મેળવવાની ભૂમિકા તૈયાર કરવાની સૂચનાથી શરૂઆત કરવામાં આવી છે. કોઈ પણ કાર્ય કરવું હોય તે તે માટેની ભૂમિકા તૈયાર કરવી પડે છે, ભૂમિકા વગર કોઈ કાર્ય થઈ શકતું નથી. * બીજા સ્તવનની આખરે પંથે નિહાળવાના કેડ કર્યા અને તેને પરિણામે વિચારણા કરતાં જણાયું કે યોગ્ય સમય આવી પહોંચશે ત્યારે પંથના નિહાલનનું કાર્ય બની આવશે. આવી આશા પર જીવતે ચેતનરાજ હવે પિતાની જાતને અને અન્ય મુમુક્ષુઓને કહે છે કે તમે બીજાં સર્વ કામ છેડી દઈને એ મહત્યાગી, તપસ્વી, વૈરાગી, ઉપકારી શ્રી જિનદેવને ભજે. જે તમને આ ચકબ્રમણને કંટાળો આવ્યો હોય, જે તમારી પંથને નિહાળવાની આશા પાકા પાયા પર રચાઈ હોય, જે તમારે સર્વસંગત્યાગી થવું હોય, તે તમે સેવાનું રહસ્ય જાણી આદર્શ દેવની સેવા કરે. જે સેવન કરવાની ઈચ્છા બરાબર થઈ હોય તે સેવનના ભેદ બરાબર જાણી લે. આ સેવનના ભેદમાં તેના અનેક પ્રકારો અને તેની અંદરના રહસ્યને જાણી લેવાની વાત છે. કઈ પણ વસ્તુની કે વ્યક્તિની રક્ષા કરવી હોય તે તેનું રહસ્ય મેળવવાની ખાસ જરૂર છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy