SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪] શ્રી આનંદઘન ચોવીશી શ્રી હરિભદ્રસૂરિએ “ગબિન્દુ ગ્રંથમાં “પૂર્વસેવા” ના વિષય પર લેક ૧૦૯ થી ૧૫૧ કલેક સુધીમાં વિવેચન કર્યું છે, તેને સાર “જૈન દૃષ્ટિએ ગ” (પૃ. ૯-૧૦૦)માં મેં આપે છે. તેમાં મુદ્દો એ છે કે મુક્તિપ્રાપ્તિને અંગે વિશિષ્ટ યુગમાં પ્રવેશ કરવા પહેલાં પ્રાણી તેના ઉપાયોની સેવા કરે છે. વ્યાધિ મટાડવા માટે જેમ ઔષધની સેવા કરવી પડે છે, તેમ સંસારવ્યાધિ મટાડવા માટે પૂર્વસેવા કરી ધર્મશરીર-સ્વાધ્ય સુધારવા માટે પ્રયત્ન કરવા પડે છે, શ્રી હરિભદ્રસૂરિ મહારાજે એ પૂર્વસેવાના ચાર પ્રકાર બતાવ્યા છે ૧. દેવગુરુપૂજન ૨. સદાચાર (દાન વગેરે); ૩. તપ વગેરે૪. મોક્ષ-અષ. પૂર્વસેવામાં આ ચાર પ્રકારની બહુ વિગતે આપી છે. પ્રાણીને આખે ઝોક સંસાર તરફ હોય છે, એને સંસારના રગડાઝઘડા, મને વિકાર અને પરભાવ રમણમાં જ પડે છે. એને વિષયસેવનમાં મજા આવે છે. એમાંથી ઓસરવા પૂરતું જ્યારે એને ઝેક ફેરવાય છે, ત્યારે એને પ્રથમ આ ઉપરની ચાર બાબતમાં મજા આવવા માંડે છે. એને પિતાના ઈષ્ટ દેવ કે વડીલ વર્ગ તરફ પ્રેમ અને ભક્તિ થાય છે, પરિગ્રહવૃત્તિમાં પ્રવૃત્તિને સ્થાને ત્યાગમાં મજા આવે છે, અને આ સંસારમાં રસ પડે ચાલુ રહે તે પણ મોક્ષ તરફ અદ્વેષ થાય છે, એટલે એની સંસારપરિણતિમાં મોટો ફેર પડવા માંડે છે. આ પૂર્વસેવાના ચારે પ્રકારમાં ઘણી વિશાળતા બતાવવામાં આવી છે. એમાં “દેવ” શબ્દમાં સર્વ દેને સમાવેશ કરવામાં આવ્યા છે અને “ચારિસંજીવનીચાર” ન્યાયે એ એમાંથી સાર તત્વ પ્રાપ્ત કરી લે છે, અને છેવટે જિતેદ્રિય, જિતકોઇ વિશેષણોને આશ્રય કરીને ભયંકર અભેદ્ય લાગતા કિલાઓને પણ તરી જવાની શક્તિ પ્રાપ્ત કરે છે એમ બતાવ્યું છે. ગુરુ શબ્દમાં માતા-પિતા, વડીલ ભાઈ બહેન, જ્ઞાનવૃદ્ધ કે વયેવૃદ્ધને તેમ જ સગાંસંબંધીને સમાવેશ કરે છે. આવી વિશાળતાને પરિણામે પ્રાણી યોગમાર્ગમાં પ્રવેશ કરી પછી તેમાં પ્રગતિ કરે છે. અને સદાચારને પૂર્વસેવામાં અગ્ર સ્થાન આપવાનું કારણ તે વતન પર અંકુશ આવવાનું સમજાય તેવું છે. એમાં કાપવાદભીરુપણું, દીન-અનાથને ઉદ્ધાર, કરેલ ગુણને બદલે વાળવાની વૃત્તિ અને સુજનપણું તથા પરનિંદાને ત્યાગ, સાધુપુરુષના ગુણોનું સંકીર્તન, આપત્તિમાં અદીનતા, સંપત્તિમાં નમ્રતા જેવા સાદા પણ વિશિષ્ટ આચારને સમાવેશ થઈ જાય છે. એમાં નીતિનાં સારાં નિયમ અને ધરણેને પણ સમાવેશ થાય છે. આ પૂર્વસેવામાં ત્રીજું સ્થાન “તપ”ને આપવામાં આવ્યું છે. એમાં બાહ્ય તપના અનેક પ્રકાર બતાવવામાં આવ્યા છે. મુદ્દો સંયમમાર્ગ પર જવાનું છે અને બાહ્ય ત્યાગથી થતી શરૂઆત અંતે સર્વત્યાગના માગે ગમન કરાવી શકે એવી એમાં શક્યતા છે. અને પૂર્વસેવાને અંગે જે પ્રકાર “ક્તિઅવ બતાવ્યું છે. મોક્ષ તરફ શ્વેષ ન હો એ અતિ ઉપયોગી અધ્યવસાય છે એ નકારાત્મક હોવા છતાં બહુ ઉપયોગી અને ખાસ જરૂરી પૂર્વસેવા છે. એને અંગે આ સ્તવનના વિવેચનમાં વિસ્તાર કરવાનું હોવાથી અત્રે તે તેના નામને નિર્દેશ માત્ર કરવામાં આવ્યું છે,
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy