SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૨: શ્રી આજતનાથ સ્તવન [૫૯ પિતાને મત સ્થાપવાની આતુરતા, અને અનુભવ કરતાં ગાદીને બચાવ કરવાની વૃત્તિ દેખી, એટલે એમને એમ લાગ્યું કે અહીં પણ સાચો માર્ગ સાંપડે તેવા પ્રસંગો ઓછા છે. ત્યાર પછી એમની નજર આગમ-મૂળ સૂત્રે-ઉપર જાય છે. માર્ગ નિહાલનના આ ત્રીજા ઉપાયમાં પણ તેમને વહેવારુ મુશ્કેલી જણાય છે. માત્ર આગમની દષ્ટિએ વિચારણા કરવામાં આવે તે તે પગ મૂકવાનું કે બોલવા-બેસવાનું ઠામ રહે તેમ નથી. કારણ કે ત્યાં તે જે પ્રકારનાં જીવસ્થાને, જીવભેદો અને ક્રિયાના દોષે બતાવ્યાં છે, તે રીતે તે હાલી ચાલી કે બેલી શકાય તેમ નથી. માર્ગ પ્રર્વતન માટે આગમનું સંપૂર્ણ ઉચ્ચ ધોરણ ઇચ્છવા યોગ્ય હોય, છતાં વ્યવહારુ ન જ નીવડે. એમાં વહેવારને સ્થાન આપવું જ પડે. નહિ તે વાઉકાયની રક્ષા, સર્વ જીવની રક્ષા બને નહિ અને કાંઈ નહિ તે ઈર્યા પથિકી કિયા તે લાગે જ લાગે. એટલે માત્ર આગમને ધરણે માર્ગનું નિહાલન કરવું એ પણ પૂરું કારગત નીવડે તેવું તેમને લાગ્યું નહિ. ત્યારે તેમણે માર્ગદર્શન માટે તર્ક-વિચારણા પર નજર માંડી. ત્યાં “નનું ન ર” અને “રૂર ચેન ની હારની હાર જોઈ, નિત્યાનિત્યની બાબત પર કે આત્માના અમરત્વની બાબતમાં કે પરભવ કે મુક્તિની બાબતમાં પાર વગરના ઝઘડા જોયા; એમાં પક્ષકારોના મરચા અને સામસામી દલીલબાજીમાં થતી માનસિક કસરત જોઈ એમને લાગ્યું કે આ રીતે તે જીવનભર તકરાર અને દલીલે ચાલે તોપણ એમાંથી સાર્વત્રિક નિર્ભેળ સત્ય લાધવું ભારે મુશ્કેલ જણાય છે. આ રીતે પંથ નિહાળવાના ચારે મુખ્ય માર્ગો એમને કપરા માલૂમ પડ્યા છે એમ તેમનું વક્તવ્ય છે. એમાંના કઈ માર્ગ ખોટા છે કે અગ્ય છે એમ એમનું કહેવું નથી, પણ જે ઉદ્દેશથી માર્ગ નિહાળવામાં આવે છે, તે ઉદ્દેશ વર્તમાન સમયમાં પૂરેપૂરો બર આવે એવું એમને લાગતું નથી. એટલે એમની ઇચ્છા માર્ગ નિહાળી તેને અનુસરવાની હતી તેમાં તેમની નજરે દિવ્ય જ્ઞાનની ગેરહાજરી સાલતી હોય એમ લાગે છે. તેઓ જાણે છે કે આપણી નજર અત્યારે મર્યાદિત છે, આ કાળમાં કોઈ વિશિષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન થાય તેવું નથી, એટલે માર્ગ નિહાળવાની બાબતમાં પ્રત્યક્ષ જ્ઞાનને અભાવે અમુક પ્રકારની ગૂંચવણ તેમને લાગે છે. એમની બારીક નજરે દેખાયું છે કે આવા દિવ્ય જ્ઞાનની ગેરહાજરીવાળા વખતમાં વસ્તુને વસ્તુસ્વરૂપે કહે તેવા તે વિરલા પ્રાણીઓ છે. બાકી તે, “સબ અપની અપની ગાવે”—એવી વાત બને છે અને એમાંથી નિર્ભેળ સત્ય પામવાની મુશ્કેલીઓ દેખાય છે. ત્યારે આ કાળમાં તે ઓછા-વત્તા સંયોગ અનુસાર જે બધ પ્રાપ્ય થાય તેને જ આધાર રહે છે. આ ગાવંચકપણે પ્રાપ્ત થતે વત્તા-ઓછો બેધ, એ ઘણી મહત્ત્વની બાબત છે. એ કોણ છે? કે હોય ? અને એની મહત્તા શી છે? તેને બરાબર ખ્યાલ કરવો હોય તે સિદ્ધિષિ મહારાજની “ઉપમિતિભવપ્રપંચાકથા’માં જીવંત કરેલ ‘સદાગમ”નું પાત્ર વિચારવું. એ પાત્રને બરાબર બારીકીથી અભ્યાસ કરવામાં આવે તે આ “ધ” શી વસ્તુ છે, એનો ઉપયોગ કે અને કેટલે છે, તેને ખ્યાલ આવે. બીજા પ્રસ્તાવમાં તે પાત્રનો પરિચય કરાવતાં પ્રજ્ઞાવિશાળા તેનું જે વર્ણન કરે છે, તે વાંચતાં આ અતિગંભીર ૧. જુઓ ઉપમિતિ, ભાષાંતર, પ્રસ્તાવ ૨, પ્રકરણ ૧, પૃષ્ઠ ૨૮૦
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy