SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૦૫ ૧ મૂળ સ્તવને ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન (રાગ–કેદાર; એમ ધને ધણીને પચાવે-એ દેશી) સુવિધિ જિનેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે, સુવિધિ. દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેરે જઈએ રે; દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ છે. સુવિધિ કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે; અંગ-પૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુવિધિ એહનું ફળ દોય ભેદ સુણી, અનંતર ને પરંપર રે, આણપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર છે. સુવિધિ ફૂલ અક્ષત વર ધૂપ પઈ, ગંધ નૈવેદ્ય ફલ જળ ભરી રે, અંગ–અગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભાવિક શુભ ગતિ વરી રે. સુવિધિ. સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠોત્તર સત ભેદે રે, ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ દુરગતિ છેદે છે. સુવિધિ તુરિય ભેદ પડિવત્તી પૂજા, ઉપશમ ખીણ સગી રે, ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવળગી રે. સુવિધિ. ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે ભવિક જીવ કરશે તે લેશે, ‘આનંદઘન” પદ ધરણી રે. સુવિધિ. ૫ ઃ ૭ ૮ ૧ ૧૦. શ્રી શીતળનાથ જિન સ્તવન (રાગ-ધન્યાશ્રી ગોડી; ગુણહ વિશાલા મંગલિમાલા-એ દેશી ) શીતળ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે, કરણ કોમળતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે સે. શીતળ સર્વ જંતુ હિતકરણ કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે, હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ . શીતળ૦ પરદુઃખ છેદન ઈચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શીતળ૦ અભયદાન તિમ લક્ષણ કરુણા, તીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે છે. શીતળ૦. ૨ ૩
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy