SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨] શ્રી આનંદઘન-ચાવીશી ૪. અભિનદન જિન સ્તવન [દનપ્રાપ્તિની તલસના દર્શન પ્રાપ્તિની દુર્લભતા; પ્રભુકૃપાથી એની સુલભતા] (રાગ-ધન્યાસિરિ; સિંધુઓ; આજ નિહેજો રે દીસે નાઈલે રે-એ દેશી) અભિનંદન જિન ! દરિસણ તરસીએ, દરસણ દુરલભ દેવ; મત મત ભેદ રે જે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિનંદન જિન! દરિસણ તરસીએ. સામાન્ય કરી દરિસણ દોહિલું, નિરણય સકલ વિશેષ; મદમેં ઘાર્યો રે અંધ કિમ કરે, રવિ-શશિરૂપ વિલેખ. અભિનંદન. ૨ હિત-વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કે નહીં, એ સબળ વિષવાદ. અભિનંદન. ૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કેઈ ન સાથ. અભિનંદન. ૪ દરિસણ દરિસણ રટતે જે ફિ, તે રણઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. અભિનંદન પ તરસ ન આવે હો મરણ જીવન તણો, સીજે જે દરિસણ કાજ; દરિસણ દુરલભ સુલભ કૃપા થકી, ‘આનંદઘન મહારાજ અભિનનંદન ૬ ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન (રાગ-વસંત તથા કેદારો; ભવિલોકા તુજ દરશન ઈ-એ દેશી) સુમતિ-ચરણ-કજ આતમ અરપણ, દરપણ જિમ અવિકાર, સુગ્યાની; મતિ તરપણ બહુસમ્મત જાણીએ, પરિસર પણ સુવિચાર, સુગ્યાની. સુમતિ ચરણ-કજ આતમ અરપણ. ત્રિવિધ સકલ તનુ ધરગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ, સુગ્યાની; બીજે અંતર આતમા તીસર, પરમાતમ અવિચ્છેદ, સુગ્યાની. સુમતિ આતમબુદ્ધ કાયાદિક ગ્રંહ્ય, બહિરાતમ અઘરૂપ, સુગ્યાની કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ, સુગ્યાની. સુમતિ. જ્ઞાનાનંદે પુરણ પાવને, વરજિત સકલ ઉપાધિ, સુગ્યાની અતી દ્રિય ગુણગણમણિનાગરુ, ઈમ પરમાતમ સાધ, સુગ્યાની. સુમતિ. ૩ ૪
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy