SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪-૩: શ્રી મહાવીરે જિન સ્તવન [૪૯૭ અથ–આત્માના સહજ સ્વભાવરૂપ અમૃતરસને સિંચનાર વૃષ્ટિથી મન, વચન, કાયાના કે જન્મ, જરા, મૃત્યુના ત્રણ પ્રકારના દોષને દૂર કરનારા અને સ્વર્ગ, મર્યાં અને પાતાળ એવા ત્રણ ભુવનના ભાવ પિતાના સ્વભાવથી જ પામી ગયા છે (એવા વીર પ્રભુને હું નમું છું.) (૧૨) ટો–વળી ત્રિવિધ વીરતા કહે છે. સહજ સ્વભાવ, પરમ મૈત્રી, પરમ કરુણારૂપ સુધારસ વૃષ્ટિ અમૃતને વર્ષણ સચિવે કરી ત્રિવિધ લેકના ત્રિવિધ તાપનો નાશ થાય, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અથવા જન્મ, જરા, મરણને તાપ, તેને નાશ થાય. વળી દેખે સ્વર્ગ, મૃત્યુ, પાતાળના એકેક ભાવ-પદાર્થને સહજ ભાવથી; ઉત્પાદ, નાશ, ધ્રૌવ્ય પણ જોઈ. (૧૨) વિવેચન–આમાં થોડી વધારે વિવિધતા બતાવે છે. સહજ સ્વભાવ ત્રિપ્રકારે છે. તેની વૃષ્ટિથી, ત્રિવિધ તાપને નાશ કરે અને ત્રણ ભુવનને પિતાના સુંદર ભાવ-સ્વભાવથી પિષે એવા વીરપ્રભુને હું તેટલા માટે નમું છું. જ્ઞાનવિમળસૂરિએ આ ગાથામાં ત્રણ ત્રિભંગી બતાવી છે એમ કર્તા પિતે જ સ્તવનના અર્થમાં જણાવે છે. (૧) અતિ વિશાળ કરુણા (૨) ઉત્કૃષ્ટ પ્રકારને મૈત્રીભાવ અને (૩) સહજ સ્વભાવ–આ પ્રથમ ત્રિભંગી થઈ એમ કર્તા પિતે જ અર્થ કરે છે. આ મૈત્રી અને કરુણાભાવનું ‘શાંત સુધારસ” ગ્રંથમાં વર્ણન થઈ ગયું છે. અને સહજ ભાવ, એ આત્મિક નૈસર્ગિક ગુણો આપણે પદો અને સ્તવમાં જોયા. હવે બીજી ત્રિભંગીમાં ત્રિવિધ તાપ, જે (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ અને (૩) કષાયથી થાય છે, તેને તેઓ નાશ કરે છે. અને તે એક જીવનો કે પિતાને જ નહિ, પણ સર્વ-ત્રણ ભુવનના–જીને (૧) સ્વર્ગ, (૨) મૃત્યુ અને (૩) પાતાળના છેને, સર્વનાં પાપનો નાશ કરે છે. અને ત્રિવિધ તાપને અંગે જ્ઞાનવિમળસૂરિ પોતે જ કહે છે કે (૧) જન્મ, (૨) જરાઘડપણ અને (૩) મૃત્યુના તાપને પણ લઈ શકાય. આવા સ્વર્ગ, મત્ય અને પાતાળના ત્રણ પ્રકારના તાપને મટાડનાર પ્રભુને હું યાદ કરું છું. તેઓને આ સ્વભાવ સહજ છે, કુદરતી છે. પર જીવના તાપને, તે ગમે તે પ્રકાર હોય તેને, એટલે બને તેટલો દૂર કરે તે તેમને સાહજિક છે, નૈસર્ગિક છે. આવી અનેક પ્રકારની ત્રિભંગી જેની પાસે છે તેવા વીરભગવાનને હું સ્મરું છું. (૧૨) જ્ઞાનવિમલ ગુણગણમણિરોહણ ભૂધરા રે, જય જય તું ભગવાન નાયક રે; દાયક રે અખય અનંત સુખનો સદા રે. ૧૩ ' શબ્દાર્થ—જ્ઞાન = જ્ઞાનગુણ. વિમલ = મેલ વગરને, ચોખ. ગુણગણ = આત્મિક ગુણોને સમૂહ મણિ = રન, ઝવેરાત. રેહણ = રોહણાચલ (જેમાં રત્નો પાકે છે.) ભૂધરા = પર્વત, ડુંગર, જ્ય જય = તું ય પામ જય મેળવનાર થા. ભગવાન = પ્રભુ. નાયક = સરદાર, ઉપરી. દાયક = આપનાર, દાતાર. અખય = અક્ષય ક્ષય ન પામનાર, હમેશનું. અનંત = જેનો છેડો ન આવે તેવા. સુખને = આનંદન, મોજનો. સદા = હમેશાં, (૧૩) ૬૩
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy