SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪-૩: શ્રી મહાવીર જિન સ્તવન [૪૯૫ વિવેચન—આ ગાથા બીજી એક ત્રિવિધ રચના કહે છે, તે વિચારણીય છે. મહાવીરસ્વામી (૧) કૃપારસના મુગટ સમાન વૈર્યવાળા છે, અને (૨) પરમાનંદરૂપ પદ (વાદળ)થી સુગંધિત થયેલા છે અને (૩) પિતાને જે સંપત્તિ મળેલી અને મળવાની છે, તે પ્રાપ્ત કરવાની યોગ્યતા-લાયકાત આપે છે. આ ત્રિપદી સરસ છે અને સમજવા જેવી છે. તેવા તે ત્રિપદીને ધરનાર વીરને હું નમું છું. ઉપર પ્રથમ ગાથામાં જે કૃપારસની કરુણાવેલડીની વાત કરી તેના મુગટને ધીરજથી વહેનાર : આ ત્રિપદીમાંથી એકની વાર્તા થઈ. બીજુ, તેઓ જાતે પરમાનંદ -ખૂબ આનંદરૂપ પદ (પાણીને આપનાર વાદળાં)થી ભરેલા છે. અને ત્રીજુ, પિતે જે સંપદા પામેલા અને પામવાના છે તેની યોગ્યતાવાળા છે. આવા વીર પરમાત્મા ત્રણ પ્રકારે ખૂબ પૂજવાને ગ્ય છે. આવા વીર પરમાત્માને હું નમું છું, એવું છું, તેને તમે પૂજે, સે, અનુસરે, બીજી કેટલીક ત્રિપદી હવે પછીની ગાથામાં વિચારવાની છે તે આપણે જોઈશું. (૯) બંધ ઉદય સત્તાદિક ભાવાભાવથી રે, ત્રિવિધ વીરતા જાસ જાણી રે, આણી રે ત્રિપદીરૂપે ગણધરે રે. ૧૦ અર્થ–બંધ, ઉદય અને સત્તાના જે ભાવે છે, તેની ગેરહાજરીથી જેમની ત્રણ પ્રકારની બહાદુરી સમજાણે છે અને ત્રિપદીરૂપે ગણધર-મુખ્ય શિષ્ય-લઈ આવ્યા છે. (૧૦) - ટબો–બંધ, ઉદય, સત્તા ભાવે કરી કર્મના અભાવ કીધા છે, વિવિધ પ્રકારે એવી વીરતા પ્રગટપણે જેની જાણીએ એવી જ ગણધરે, ત્રિપદીરૂપે આણી છે–હૃદયમાં જ્ઞાન, દર્શન, ચારિત્રભાવે કરી. (૧૦) વિવેચન–હવે એક વધુ ત્રિપદી કહે છે. પ્રથમ, કમને બંધ થાય તે બંધ બાંધવા પછી તેને વિપાકથી કે પ્રદેશથી ઉદય થાય તે ઉદય; અને ઉદય ન થાય, પણ બાંધેલ કર્મ પડ્યાં રહે તે ત્રીજી સત્તા. કર્મના આ બંધ, ઉદય અને સત્તાને જેના સંબંધમાં અભાવ થયે છે, જેમને કર્મ બાંધવાનાં જ નથી એટલે પછી ઉદય કે સત્તાને પ્રશ્ન જ રહેતો નથી, આવી ત્રણ પ્રકારની જેમની વીરતા સમજાણી છે, તે વીર છે એમ આપણે જાણીએ છીએ. ખુદ ગણધરે ત્રિપદરૂપે આ પ્રરૂપી છે : ૩cqનેરૂ વા, વામે વાં, ધુરૂ વા–એ ત્રણ શબ્દોરૂપ ત્રિપદી ભગવાન ગણધરને આપે છે. આ ત્રણ શબ્દો સાંભળી ગણધર વિચાર કરે છે. આ પણ એક ત્રિવિધ રચના થઈ. તે બધા પદાર્થોને ઉત્પન્ન થતા અને કાળક્રમે નાશ પામતા જુએ છે, પણ એ પદાર્થમાં એક નિત્ય તત્વ જાણે છે અને તેઓ સૂત્રની રચના કરે છે. એમને કર્મના બંધ, શબ્દાર્થ–બંધ = કર્મનું આત્મા સાથે જોડાવું. ઉદય = કમને ભોગવવાં, કર્મનાં ફળ મેળવવાં. સત્તા = વે બાંધેલાં કર્મોને ઉદયકાળ ન થવાથી અંદર પડ્યાં રહેવાથી. ભાવ = હોવાપણું, વતવાપણું. અભાવ = ન હોવાપણું. ત્રિવિધ = ત્રણ પ્રકારની, મન-વચન-કાયાની. જાસ = જેની, તેઓની. જાણી = સમજી, લક્ષ્યમાં લઈ આણી = લાવ્યા છે. ત્રિપદી = ઉપૂનેઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વાઃ ઊપજે છે, ક્ષથે પામે છે અને સ્થિર રહે છે, ગણધર = પ્રથમ મુખ્ય શિષ્યોએ. (૧૦)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy