SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪-૨: શ્રી મહાવીર જિન સ્તવન [૪૮૩ પૃથ્વીતળ ઉપર ઘડે ન હોય તે તેને કાંઈ નામ આપી શકાતું નથી; ભૂતળ ઘટ વગરનું છે એવું તે ન કહેવાય; અભાવને ભાવ છે એમ ન કહેવાય. આ સના સ્વરૂપ વિષે જુદા જુદા દર્શનકારોને જુદા જુદા મત છે. કોઈ દર્શન સત્ પદાર્થને નિરન્વય ક્ષણિક માને છે. તેઓ ઉત્પાદ અને વ્યયને જ સ્વીકારે છે. કોઈ દર્શન આત્માને કેવળ ધ્રુવ (કૂટનિત્ય) અને પ્રકૃતિતત્ત્વ રૂપ સને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે. કોઈ દર્શન અનેક સપદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક સત્ તને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે, પરંતુ જૈનદર્શનનું સત્ના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતોથી જુદું છે. અને તે કહે છે કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેથી યુક્ત હોય–તદાત્મક હોય–તે સત્ કહેવાય. (તત્ત્વાર્થસૂત્ર, પ–ર૯). જૈનદર્શનનું માનવું એ છે કે સત્ –વસ્તુ છે તે ફક્ત સમગ્ર ફૂટસ્થનિત્ય, અથવા ફક્ત નિરન્વયવિનાશી, અથવા એને અમુક ભાગ કૂટસ્થનિત્ય અને અમુક ભાગ પરિણામી નિત્ય, અથવા એને કોઈ ભાગ તે ફક્ત નિત્ય અને કોઈ ભાગ તે માત્ર અનિત્ય એમ હોઈ શકતું નથી. એના મત પ્રમાણે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂકમ અથવા ધૂળ બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપે ત્રિરૂપ છે. આ રીતે દ્રવ્ય જ પિતે ન હોય તે તેની સત્તા નથી. અને સત્પણું ન હોય તે તેને રૂપ કેમ સંભવે? અને સત્તા ન હોય તે સિદ્ધોમાં અનંતતા કેમ સંભવે ? ત્યારે મારે આપનું રૂપ કેમ ભાવવું ?—આ સવાલ પૂછ્યો તેનો ભગવાન શ્રી મહાવીરસ્વામી જવાબ આપે છે તે આવતી ગાથામાં કહેશે. અત્યાર સુધી સંશયમાં પડેલા પ્રાણીને સવાલ પોતાની સમજણ માટે અને વસ્તુરૂપના જ્ઞાન માટે હતો. પ્રભુ-ભગવાન અને સારે જવાબ આપે છે તે આખો વિચારવા ગ્ય છે. તે વિચારી તદનુસાર પિતાની જાતને ગોઠવવી. (૫) આત્મતા પરિણતિ જે પરિણમ્યા રે; તે મુજ ભેદભેદ; તદાકાર વિણ મારા રૂપનું રે, ધ્યાવું વિધ પ્રતિષેધ. ચરમ૦ અથ_પિતાના આત્માની અસલ–મૂળ પરિણતિને જે પ્રાણ પામે તેવા આત્મા સાથે અમુક રીતે મારે ભેદ છે અને અમુક રીતે અભેદ છે; બાકી તસ્વરૂપ આકાર વગર બહિરાત્મપણે મારા સ્વરૂપને તારે ધ્યાવવું, તેને કેમ કરવું અને તેને નિષેધ કેમ કરો (તે મેં બતાવ્યું છે). (૬) વિવેચન–આત્મતા, જે જ્ઞાન દર્શનચારિત્ર, તેની પરિણતિ જે પામ્યા, તન્મય થઈ ગયા, તે પ્રભુની સાથે ભેદભેદરૂપે થઈ ગયેલ છે, એટલે બહિરાભદશાએ પ્રાણી પતે ત્યારે ' શબ્દાર્થ–આત્મતા = અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રતા, સ્વસ્વરૂપ પરિણતિ = તપ થવું, એક્તા પ્રાપ્ત કરવી. પરિણમ્યા = પામ્યા, પ્રવર્તમાન થયા. તે = ત્રીજો પુરુષ એકવચન. મુજ = મારી સાથે. ભેદભેદ = ભેદ અને અભેદ. તદાકાર = તે આકારનું. વિણ = વગર. મારા રૂપનું = સ્વરૂપનું ધ્યાવું = ધ્યાવવું, વિચારવું, જાણવું. વિધ = કરવું તે, બહિરાત્મભાવે કરવું તે. પ્રતિધિ = નિષેધ, ન કરવું તે, અટકાયત કરવી તે. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy