SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ] શ્રી આન ઘન-ચાવીશી જોઇએ. પરાવલ`બનની જરૂરિયાત છે, પણ અંતે તે છોડી દેવા જેવાં છે, ત્યાગવા જેવાં છે. એમાં જો અણિત ઉતાવળ થાય તે પ્રાણી યાગથી ભ્રષ્ટ થાય છે. માટે તેના સમય અને પેાતાની વૈયક્તિક લાયકાત ખરાખર વિચારવાં ઘટે. પણ હાલ નહિ તે વહેલાંમાડાં આ પરાવલંબન અને સાધનને ત્યાગવાનાં જ છે. પરાવલ`બન ત્યાગવાના પેાતાના સમય પાકી ગયા છે તેને નિશ્ચય ખરાખર કરવા ઘટે. અંતે આત્મા સ્વાવલ`ખી થાય ત્યારે તેની આનંદ મેળવવાની ઇચ્છા પૂરી થાય છે અને આત્માનું વીય સ્ફુરે છે. જ્યારે આ પરાવલંબન અને ખાહ્ય સાધનને ટેકો છૂટી જાય અને આત્મા સ્વાવલંબી થાય ત્યારે જ્ઞાન અને વૈરાગ્યથી એ અક્ષયદન પામે, વસ્તુ કે વ્યક્તિએ એની નજરમાં ખરાખર આવી જાય. તે વખતે એને વસ્તુસ્થિતિને બેધ (જ્ઞાન) અને વિરાગતા એની બાજુએ મદદમાં રહે છે અને વસ્તુતત્ત્વબોધ અને વૈરાગ્યની મદદ લઇ એનામાં આનંદના સમૂહ જાગૃત થાય છે. આ જ્ઞાન અને વૈરાગ્યના મહિમા બરાબર સમજવા ચેાગ્ય છે. જ્ઞાનથી વસ્તુ ખરેખરી અંતિમ અવસ્થાએ શું છે તેનું મૂલ્ય બેસે છે, અને વૈરાગ્યથી તેના ઉપરથી અણઘટતો રાગ કે આકણુ દૂર થાય છે. આવી આત્માની અનંત જ્ઞાન-દર્શનમય સ્થિતિ, જેને મૂળ ગુણ કહ્યા છે, તેનામાં રમણ કરતાં જે આનંદસમૂહ જાગૃત થાય છે તેને અંતે, પરભાવના ત્યાગ કરવાથી અને પાતા ઉપર આધાર રાખવાથી, પોતે જાતે અનુભવ કરે છે. આત્મા પોતાના મૂળ ગુણમાં રમણ કરે એવી ઇચ્છવા યોગ્ય સ્થિતિ તે સાતમા ગુણસ્થાનક પછી પ્રાપ્ત થાય છે; તે આ કાળમાં અને આ શરીરમાં લભ્ય નથી, તેથી આલબનાના લાભ લેવે। અને તેના ત્યાગ આવતા ભવાંતરમાં થઇ જશે એમ આશા રાખવી, અને આલબના અને સાધનાને પુષ્ટ કરવાં, અને છેવટે પ્રગતિ થતાં આત્માના મૂળ ગુણમાં રમણતા કરી આનંદસમૂહ જાગૃત થશે, એમ ધારણા રાખવી. (૭) ઉપસ’હાર આ પ્રમાણે આ ચાવીશમુ` સ્તવન પૂર્ણ થયું. એ કૃતિ જ્ઞાનસારની હોય કે અન્ય કોઈની હાય, તે શકાસ્પદ છે. પણ ખુદ જ્ઞાનસારજી કહે છે કે આ બન્ને સ્તવના પણ આનંદઘનજીનાં સ્વકૃત છે અને જ્ઞાનવિમળસૂરિએ મહાવીરસ્વામીના સ્તવનનો અર્થ પણ લખ્યા છે. આમાં સત્ય શું હશે તેની ખબર પડતી નથી. આમાં ભારોભાર તત્ત્વજ્ઞાન આલેખવા છતાં તત્ત્વજ્ઞાન કેવી શુષ્ક રીતે અપાયું છે તેની સાથે આનંદઘનની કૃતિ કેટલી ઊંચી છે તેને ખ્યાલ આવે એ માટે ત્રેવીશમા અને ચાવીશમા જિનેશ્વરની કૃતિએ સરખામણી માટે આમાં આપવામાં આવી છે. આ કૃતિ આનદઘનજીની હોય એમ મને ભાષાપદ્ધતિને અંગે લાગતુ નથી. વિવેચન તેટલા માટે સંક્ષેપમાં કયુ છે અને જેટલાં સ્તવના પર જ્ઞાનવિમળસૂરિએ અર્થ કર્યાં છે તે પણ અત્ર છાપવામાં આવ્યા છે. આ સ્તવનમાં વીરત્વ-અહાદુરીની માગણી કરી છે તે ભૂમિકામાં જણાવ્યું છે, પણ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy