SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ] શ્રી આનંદઘન-વશી અર્થ—અસંખ્ય પ્રદેશે વીર્ય-શક્તિ-બળ પણ અસંખ્યાતું છે. અને તેને લઈને આત્મા સંખ્યા વગરના મન-વચન-કાયાના યોગને ઈ છે છે, તેમાં તે જાય છે. અને પુદ્ગલને સમૂહ લેશ્યા અનેક જાતની હોવા પ્રમાણે પિતાની શક્તિ પ્રમાણે બુદ્ધિને ગણે છે, તે અનુસાર બુદ્ધિને માપે છે. (૩) વિવેચન–શરીરમાં આત્માના અસંખ્યાતા પ્રદેશ છે. અને દરેક પ્રદેશે અસંખ્ય યોગ છે. એમ આત્માના ન ગણી શકાય તેટલા વેગે છે એમ “કમ્મપયડી' ગ્રંથમાં કહ્યું છે. પિતામાં –પિતાના આત્મામાં–કેટલી શક્તિ છે તે હવે સંભારે છે. અને સંભારતાં સંભારતાં એને એમ લાગે છે કે પ્રભુ પાસે વીરત્વ માગવાની એની વૃત્તિ થઈ તે પણ અનુચિત હતી. શરીરમાં તે અસંખ્ય પ્રદેશ છે અને તેથી તેની પિતાની જ યોગશક્તિ અસંખ્ય છે એ વાત એને જણાઈ અને પોતે પ્રભુ પાસે જે માંગણી કરી તે પિતામાં જ છે એમ તેને જાણવામાં આવ્યું. વળી તેણે જાણ્યું કે તેને પિતાને પુદ્ગલસમૂહ છે, શરીર છે, લેડ્યાવિશેષે એટલે આત્મિક અધ્યવસાયને ગે કરીને પિતાની બુદ્ધિ પ્રમાણે તેને ગ્રહણ કરે છે. આ પ્રકારને જે આત્મવિશ્વાસ આવ અને પિતાના જ જોર ઉપર આધાર રાખે એ ઘણી મોટી વાત છે, મનુષ્ય ગતિમાં ગોનું જોર હોય છે, બીજી ગતિમાં લેડ્યા-આત્મિક અધ્યવસાયનું જોર હોય છે, અને પોતે ભગવાન પાસે વીરપણું માગી રહેલ છે તે તે પિતામાં ભરેલ છે એ વાત એના ધ્યાનમાં આવી ગઈ. અને સાથે સાથે તેણે જાણ્યું કે બીજી ગમે તે ગતિમાં પિતે જાય તે આત્મિક અધ્યવસાય તે લે, ગ્રહણ કરે તેથી તેને વીરપણે બીજા પાસે માંગવાની જરૂરિયાત નથી. તે તે ગમે તે ગતિમાં પિતામાં છે જ અને વીરપણાની માંગણી પિતે કરી તેની કોઈ જરૂરિયાત નથી. આ તે હજુ વિચારને પરિણામે એનામાં આત્મવિશ્વાસ આવવાની શરૂઆત જ છે. માણસ જ્યારે આત્મવિશ્વાસ રાખે, પિતા પર ભરોસે રાખે, પછી એને બહારથી કઈ વસ્તુની માંગણી કરવાનું કારણ રહેતું નથી. હવે એને વિચાર કરતાં જણાય છે કે પોતે જે વસ્તુ બહારથી માગી રહ્યો છે, તે તે પિતાનામાં જ છે, પિતા પાસે હતી, પોતે જ એટલા આત્મિક બળવાળે હતે. એટલે આવી માંગણી કરવાની જરૂર નહોતી. આત્મવિશ્વાસ એ બહુ મોટી ચીજ છે. પછી એ પિતાના જોર ઉપર ટકી રહે છે અને ગમે તેટલી મુસીબતે આવે તેને ભેદી શકે છે. આવી આત્મવિશ્વાસની વાત તેને આ સ્તવનમાં છઠ્ઠી ગાથામાં સૂઝે છે. તેની શરૂઆત આ ગાથાથી થાય છે. (3) | શબ્દાર્થ—અસંખ્ય સંખ્યા વગરના, ગણ્યા ગણાય નહિ તેવા. “પ્રદેશે '=અંશે, વિભાગે, દરેક ભાગમાં. વીર્ય = શક્તિ, જોર, બળ. અસંખે અસંખ્યાતો, પાર ન આવે તેવું, ગણી ન શકાય તેટલું યોગ = મનવચન-કાયાને સંબંધ, તેને વેપાર. અસંખિત = અસંખ્ય, અનેક, ગણી ન શકાય તેટલા. કંખે = ઇચ્છે છે, કક્ષે છે, કરવા સમર્થ થાય છે. પુદ્ગળ = વસ્તુ, Matter. ગણ = સમૂહ, એકઠા થયેલા. તેણે = તેને લીધે, તે માટે, લેશુ = લેશ્યા. આત્માનાં પરિણામ. વિશેષે = પૃથફ પૃથફ લેશ્યાઓને લઈને યથાશક્તિ = શક્તિને અનુસાર, રાજૂમનતિના મતિ = આવડત, હોશિયારી. લેખે = માપે છે, મર્યાદામાં રહે છે. (૩)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy