SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦] શ્રી આનંદઘન-ચોવીશી સ્તવન (રાગ-ધન્યાસરી) શ્રી વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગું, જિત નગારું વાગ્યું રે. વીર. ૧ અથ–શ્રી મહાવીર પરમાત્માને પગે લાગ્યું અને તેમની પાસે વીરતા–બહાદુરીની માગણી કરું છું. મિશ્યામોહનીયરૂપ અંધકારની બીક ભાગી ગઈ છે અને મારે તેને પરિણામે વિજયકંકો વાગે છે. (૧) વિવેચન–મહાવીરસ્વામીને–વર્ધમાન શ્રીવીરને પગે લાગીને તેમની પાસે વીરતા–બહાદુરી માગું છું. હું પૈસા કે ઘર માંગતે નથી, પણ એ મોટા પુરુષ પાસે હું માંગું છું કે મને એકલી વીરતા આપે; હું મારા દુશ્મનોને પહોંચી શકું તેટલી બહાદુરી–તેટલું શૂરવીરપણું મને આપ” માણસ માગે તે ધન કે ઘરબાર કે છોકરા-છોકરી કે આવું કાંઈ માગે, પણ આ ડાહ્યો માણસ કઈ ચીજ કે કોઈ વસ્તુ માંગને નથી, પણ ભગવાન પાસે વીરતા જ માંગે છે. એ માંગણી કરવાને એને વિચાર દીર્ધદષ્ટિને છે. પૈસા કે સ્ત્રી-પુત્ર તે આ ભવમાં જ કામ આપે છે, પણ શત્રુઓને જીતવા માટે જે શૂરવીરપણું આ પ્રાણી માગે છે એ તે ઘણું કાળ માટેની અને ભવાંતરની વાત છે. એ માગણી કરી એણે અરિહંતપદના અર્થને ચરિતાર્થ કર્યો છે. “અરિ એટલે શત્રુ, તેને હણવા માટે હદયબળ જોઈએ અને તે વીરતામાંથી ઉદ્ભવે છે, એટલે આ માંગણમાં ભારે રહસ્ય રહેલું છે. વીરતાનું નીચેનું વર્ણન વાંચવાથી એ બરાબર સમજણમાં આવશે. મિથ્યાત્વને લીધે અવસ્તુમાં વસ્તુનું ભાન થાય છે અને અવાસ્તવિકમાં વાસ્તવિકતાનું ભાન થાય છે. આ મિથ્યાત્વ તરફને પ્રેમ એ તદ્દન અંધકાર છે. ચારે તરફ ઘોર અંધારું છે અને તેને ભય એટલે બધે છે કે પ્રાણી એને લઈને અનાદિકાળથી સંસારમાં અટવાયા કરે છે. વીરતા હોય તે અંધકારને ભય દૂર થાય અને પ્રાણીમાં હદયબળ આવી જાય. આવી રીતે મિથ્યાત્વમોહનીયના અંધકારને દૂર કરવાની માગણી કરવામાં પ્રાણની દીર્ઘ નજર રહેલી છે અને એ વીરતાને પરિણામે આખરે એને વિજયડંકે વાગે છે. ભગવાનને પગે લાગી તેમની પાસે આવી નાની માંગણી કરી તેમાં ભારે સમજણ રહેલી છે. મારા દીકરાના દીકરાની વહુને સાતમા માળેથી પાઠાંતર– જિનેશ્વર” સ્થાને પ્રથમ પંક્તિમાં “જિન” (“વીર જિન”) એ પાઠ ભીમશી માણેક છાપે છે. ત્રીજા પાદમાં “ભાંગું' એવો પાઠ “ભાનું સ્થાને છે. (૧) શબ્દાર્થ –વીર જિનેશ્વર = ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી ચરણે = પગે લાગું = પાય પડું છું. વીર પણું = શૂરવીરતા, બહાદુરી. માગું = યાચું, પ્રાથું. મિથ્થા = જૂઠો, ખાટો, પ્રથમ ગુણસ્થાનક મેહ = મોહનીય કર્મ, મિથ્યામોહનીયરૂપ. તિમિર = અંધારું. ૫ = બીક. ભાગું = નાશ પામેલ, દૂર થવું, ભાગેલ. જિત = વિજય, જયન. નગારૂ = ડંકે. વાગ્યું રે = ગગડયું, થયું. (૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy