SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩–૩: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [૪૬૫ અ—ઉત્કૃષ્ટ—સારામાં સારા-રૂપને ધારણ કરનાર પાર્શ્વનાથ સાથે જ્યારે અનુભવની પ્રીતિ–પ્રેમ લગાડવામાં આવે, એટલે એવી પ્રીતિના સંયેાગ–સંબંધ થાય, ત્યારે સ` રખડાવનાર દૂષણા ટળી જાય, દૂર થાય, અને જોવાની શક્તિ વધારે ચેખ્ખી થાય. એ જે પ્રભુની ભલમનસાઈ છે તે કોઇની સાથે સરખાવી શકાય તેવી નથી. (૫) વિવેચન—પરમરસરૂપી પાયસ(ખીર)ના રસમાં અનુભવને! રસ લગાવવામાં આવે ત્યારે બધા દોષો દૂર થાય છે અને વળી નજર પણ વધારે ચોખ્ખી થાય છે. આ આપની ભલમનસાઈ એવી તે અદ્ભુત છે કે તેની સાથે કોઇની સરખામણી થઈ શકે નહિ. તેથી આપને નમું છું, પૂજું છું, સેવું છું. પાયસરસ એટલે ખીરનો રસ અનેક રસમાં ઉત્તમ ગણાય છે. એ દૂધની બનાવેલી ખીરના રસ સ` રસેસમાં ઉત્તમ રસ આપણે ગણીએ છીએ. એ રસ જેવી અનુભવની પ્રીતિ આપને લાગે. એ અનુભવ એટલે આત્માનુભવ; એ અનુભવથી ઘણું સુંદર કામ થાય છે અને રસામાં જેમ ખીરને સરસ રસ-ઉત્કૃષ્ટ રસ ગણાય છે તેમ આ અનુભવને રસ જામે ત્યારે બહુ સુંદર પરિસ્થિતિ થાય છે, અનુભવમાં પણ જ્યારે આત્માનુભવ કર્યાં હોય ત્યારે સંસારમાં રખડાવનાર સવ દૂષણા દૂર થાય છે, એટલે સાંસારિક વૃત્તિ દૂર થાય છે અને આત્મસન્મુખ વૃત્તિ જાગે છે, જામે છે. અને આપની એ ભલમનસાઈ એવી સુંદર છે કે એની કોઈની સાથે સરખામણી જ થઇ શકે નિહ. આપ આવા અદ્ભુત, અનુપમ, મહાન છે. તેથી શિર નમાવીને આપને પ્રણમું છું, નમું છું. (૫) કુમતિ ઉપાધિ કુધાતુને તજીએ, નિરુપાધિક ગુણ ભજએ રે; સાપાધિક સુખદુઃખ પરમારથ, તેહ લહે નવી ૨જીએ રે. પાસ ૬ અં—ખરાબમાં સારાની બુદ્ધિરૂપ કુમતિને તજી દઇએ, તેને તુચ્છ હલકી ધાતુ જાણીને દૂર કરીએ અને જેમાં કોઇ પ્રકારની સાંસારિક—પૌદ્ગલિક ચીજ ન હેાય તેવી શુદ્ધ ચીજને સેવીએ; ઉપાધિવાળા સારા કે ખરાબ સુખદુઃખના અનુભવ, તે મળી જાય તેમાં આનંદ લહેર ન માનીએ, તેમાં રાચીએ નહિ. (૬). વિવેચન—કુમતિરૂપ ઉપાધિરૂપ તુચ્છ ધાતુને તજી દઇએ, લે ું કે કથીર એવી તુચ્છ ધાતુ સાત ધાતુમાં છે, તેને આપણે છે।ડી દઇએ. ખરાબ તિથી આપણા સંસાર વધે છે અને આપણે સાર વખત જોવા હોય તે। કુમતિરૂપ હલકી ધાતુને હલકી સમજી તેને ત્યાગ કરવા જ જોઈએ, અને ભવિષ્યમાં પણ ઉપાધિ ન કરે તેવા ગુણાને ભજીએ, સેવીએ. ઉપાધિ સહિત સુખ અને દુઃખ આપણને = શબ્દા —કુમતિ = પારકાને-પૌદ્ગલિકને સારા ધારવાની બુદ્ધિ. ઉપાધિ = વળગાડ. કુધાતુને = તુચ્છ ધાતુ, લોઢા જેવી ધાતુને. તજીએ = ત્યાગ કરીએ. નિરુપાધિક = ઉપાધિ રહિત, જેમાં પૌદ્ગલિક ભાવનો અંશ ન હોય તેને. ગુણ = લાભ. ભજીએ = સેવીએ. સોપાધિક = પૌદ્ગલિક, સાંસારિક. સુખ = પૌદ્ગલિક સારા અનુભવ. દુઃખ = પૌદ્ગલિક ખરાબ અનુભવ. પરમારથ = પરમ તત્ત્વે, વસ્તુતઃ, અંતે જતાં. તે = તે. લહે = મળ્યે, પ્રાપ્ત થયે. નવી રજીએ = રાજી ન થઈએ, ખુશી ન થઈએ (૬) ૫
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy