SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮]. શ્રી આનંદઘન-ચાવીશી સારથિએ રથને પાછો ફેર. વરરાજા કેવા દીપે છે તે જોવા રાજીમતીએ પિતાના મહેલમાંથી જોયું અને એ વિચક્ષણ બાઈ તુરત સમજી ગઈ કે તેમના રથ શા માટે પાછો ફેરવ્યું. તે જ વખતે તે નેમનાથને રથ પાછો ફેરવવા વિનતિ કરે છે અને કેટલાંક દુન્યવી મેણ પણ લગાવે છે. જાણે નેમનાથ તે સાંભળતા હોય, પણ દરકાર કરતા ન હોય એવા આકારમાં આ પ્રાથમિક વિનતિ કર્તાએ બનાવી છે. માણસ ગમે તે વિચક્ષણ હોય, પણ તેને તાત્કાલિક તે આવી જ લાગણી થઈ આવે છે. પણ રાજીમતી આખરે દુન્યવી પ્રેમનું ક્ષણિકપણું સંભારે છે અને નેમનાથે જે કર્યું તે યોગ્ય જ છે એમ વિચારી તેમને માર્ગે જવા પિતે તૈયાર થાય છે. ભવિષ્યમાં ગૌતમસ્વામીના મોક્ષગમનની પણ આવી જ હકીક્ત બને છે. તેઓ પણ પ્રથમ તે મહાવીરના મુક્તિગમનના સમાચારથી ઘણા ખિન્ન થઈ જાય છે, તેમને પ્રાસકો પડે છે, પણ થોડા વખત પછી એ રાગનું સ્વરૂપ વિચારે છે અને એકત્વ ભાવનાએ ચઢી કેવલ્ય પ્રાપ્ત કરે છે. આ બન્ને એકત્વભાવનાના દાખલાઓ છે. આ જીવાત્મા આ જીવનમાં એકલે આવેલે છે અને એકલે જવાને છે, તેનું કઈ સાથી થતું નથી. અને આઠ આઠ ભવને પ્રેમ પણ અંતે પ્રાણીને એકલે જ રાખે છે. નમિ રાજર્ષિ દાહજવરથી પીડાતા આખા શરીરે બાવનાચંદન લગાવવા તૈયાર થયા. પાંચ સે સ્ત્રીઓ બાવનાચંદન ઘસવા લાગી, પણ હાથમાં પહેરેલ બંગડી એકબીજા સાથે અથડાય તે અવાજ રાજર્ષિને અસહ્ય થઈ પડ્યો. હુકમ છૂટયો કે સ્ત્રીઓએ માત્ર એક સૌભાગ્યકંકણે જ રાખવું. અવાજ બંધ થતાં પણ નમિ રાજર્ષિને સવાલ થયે કે શું ચંદન ઘસવાનું બંધ થયું ? જવાબ મળે કે સ્ત્રીઓએ ચંદન ઘસવાને અંગે માત્ર એક એક સૌભાગ્યકંકણે જ રાખ્યું છે તેથી અવાજ નથી થતું, અને ઘસવાનું કામ તે ચાલુ જ છે. ત્યારે નમિ રાજર્ષિને જ્ઞાન થયું કે અહો ! એકત્વમાં જ મજા છે; ખડખડાટે તે એકથી વધારેમાં જ છે. આવી એકતા વિચારી એમને જ્ઞાન થયું. એ પ્રત્યેકબુદ્ધ ગણાય છે. આવી વૃત્તિ રામતીને થઈ આવી. એ એકતા વિચારી, નેમનાથને રથ ફેરવવા વિજ્ઞપ્તિ કરતી હતી તેને બદલે, નેમનાથની દીર્ઘદશિતા જોઈ શકી અને પિતે પણ પિતા માટે એનું જ અનુકરણ કરવાના નિર્ણય પર આવી ગઈ. એકત્વભાવનાને સારે આ દાખલ છે અને સમજીને હદયમાં ઉતારવા યોગ્ય છે. પ્રાણીઓ આવી રીતે એકત્વભાવના ભાવવી જોઈએ અને પિતાની ઉપર તે લાગુ કરવી જોઈએ. (૨૨) મે : ૧૯૫૦ ]
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy