SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ રર : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૨૭ મારી બહેનપણી કહેતી હતી તે સાચું હતું. આપ પ્રેમપૂર્વક વિચાર કરે તે આપને મારી વાત બરાબર લાગશે. (૧૦) બો–સખીઓ કહેતી હતી જે એ કલ-સામલે તે નિર્દય-નિનેહહદી હોય, તે વારે હું તેમને કહેતી જે લક્ષણે એ વેત હાલ છે; પણ આ લક્ષણે સખીઓ સાચા જાણી ખરે પારખે એવી છે. આપ આપના વિચારને હેતે કરી જુઓ. (૧૦) વિવેચન–રાજીમતીને પોતાની ધારણા પાર પાડવી છે, સ્વાર્થ છે, તેથી હજુ તે ન ગમે તેવું-કેરું બોલે છે અને તેમનાથને દૂરથી સંભળાવે છે, પણ તેની જે મેણાં મારવાની પદ્ધતિ હતી અને આકરા શબ્દો બોલતી હતી તેને બદલે હવે નિરાશા સાથે મિશ્ર થતાં હળવા શબ્દોમાં વિનંતિરૂપે બોલે છે. તે જે બોલીને નેમનાથને હળવે ઠપકો આપે છે તે હવે જોઈએ. મારી સખીઓ કહેતી હતી કે એ રૂપમાં કાળે છે તેમ ગુણમાં પણ કાળે છે તેમને હું જવાબ આપતી કે આપ શરીરના રંગમાં તે કાળા છે, પણ લક્ષણે આપ સફેદ છે. પણ હવે મને લાગે છે કે મારી બહેનપણીઓ કહેતી હતી તે સાચું છે. આપ પ્રેમપૂર્વક વિચાર કરો તે આપને મારી સખીઓની વાતનું તથ્ય જણાશે. દુનિયામાં કોઈ કોઈ લોકેની માન્યતા છે કે જે શરીરે કાળા વર્ણના હોય તે લક્ષમાં પણ ઘણા જ કનિષ્ઠ હોય છે. સખીઓ આપને કાળીઓ કહીને મને ચીડવતી હતી, ત્યારે હું બચાવ કરતી કે આપ વર્ણના શ્યામ છે, પણ સ્વભાવે વેળા છે. આપનું આખું કુટુંબ જ કાળું છે, કૃષ્ણ પણ કાળા અને આપનાં સગાઓ પણ કાળાં. હું આપને બચાવ કરતી હતી. પણ અત્યારનાં તમારા લખણ જોઉં છું અને મારા પ્રેમને આપ જવાબ આપતા નથી તેથી મને એમ લાગે છે કે સખીઓ જે કહેતી હતી તે સાચું છે, આપનાં લક્ષણ પણ કાળાં જ છે, કારણ કે કાળા માણસનાં કામ કાળાં જ હોય છે. આપ પોતે જ પ્રેમ કે સહાનુભૂતિ પૂર્વક જોશો તો આપને એમ લાગશે પણ ખરું, કે મારી સખીઓ જે કહેતી હતી તેમાં સત્ય છે. આપ મારે આંગણે આવીને પાછા જાઓ અને મારી હાંશ પૂરી ન પાડે એ આપનું કાળું કૃત્ય બતાવે છે. માટે હે નાથ! મારી વિનતિ સાંભળો અને આ કાળું કૃત્ય છેડી દો અને મારા પ્રેમને અનુરૂપ જવાબ આપો. આ પણ બોલવાની એક રીત છે. માણસો બીજાને આશ્રય લઈ પોતાનું કામ કાઢી લેવા પ્રયત્ન કરે છે અને તે દ્વારા મેણાં સંભળાવે છે. તેમનાથે જે મહાન સંપત્તિ પ્રાપ્ત કરવા પશુએની દયા કરી છે કે રામતીને પડતી મૂકી છે તે, તેના પ્રમાણમાં, કાળું કૃત્ય ગણાય કે નહિ એ મનુષ્યસ્વભાવ-અવેલેકન અને ધ્યાનને મોટો સવાલ છે અને તેમનાથ સાંભળત તે છે જવાબ આપત તે પણ એક કેયડે જ છે. રામતીનું વચન સ્વાર્થી છે, પોતાનાં હિત અને ઇચ્છા પૂરતું જ છે અને દુનિયાદારીના લેકે આવા પ્રસંગમાં બોલે તેવું છે. પણ તેમનાથ તે વિશેષ મેળવવાના લેભમાં રાજીમતી ભેગ આપવામાં પોતાની કૃતકૃત્યતા માને છે. એ લક્ષણે ધળા છે એમ રાજમતીએ સાચું કહ્યું હતું, પણ એ જ વાતને અત્યારે તે પોતાના લાભની વાતમાં સમજીને, ઇરાદાપૂર્વક ફેરવી નાખે છે. (૧૦)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy