SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ] શ્રી આન ઘનચાવીશી રાજેમતી સ્ત્રી, તેને મેલી વગર પરણ્યે ગયા તે વારે રાજેમતી વિયેાગના એલ'ભારૂપે કહે છે, અથવા રાજીમતી તે શુદ્ધ ચેતના, તે પ્રીતમ આત્માને એલભા, શિક્ષારૂપપણે કહેવાય; તે માટે પ્રથમ સ્તવનમાં શુદ્ધ ચેતનાને કાંત આત્મા કરી થાપ્યા છે. તે માટે છેડે પણ એમ મેળવ્યાની ભાવના થાય. આઠ ભવના સ્નેહની હું વાલડી છું. ધનકુમાર-ધનવતીના ભવથી માંડી, તે અને ચેતનારૂપે જોઇએ તે, ભવાંતરે ભવાંતરે આઠ ક` પ્રેરણાએ તારી હું, મારે તું આતમ, રાજીમતી કહે છે, આપણે એ મુગતિ સાથે સગપણ છે, ત્યાં મળ્યાના સ્યું કામ છે ? (૧) વિવેચન—આ આખુ સ્તવન કર્તાએ ઉગ્રસેનપુત્રી રાજીમતીના મમાં મૂકયુ છે. ખીજા બધા તીર્થંકરો કરતાં નેમનાથનું ચરિત્ર ઘણું અદ્ભુત છે અને રાજેમતીનાં મેણાં-ટોથાં તેની અદ્ભુતતામાં વધારો કરે છે. આ સ્તવનના અર્થ કરતાં ધ્યાનમાં રાખવું કે નેમનાથ ભગવાન માળ બ્રહ્મચારી છે અને આજીવન બ્રહ્મચારી તરીકે જ રહ્યા છે. મલ્લિનાથ અને તેમનાથ એ એ તીર્થંકરો જ પરણ્યા નથી, બાકીના બાવીશ પરણેલા છે. અને પછી તેઓએ દીક્ષા લીધી છે. રાજેમતીને અંગે યાદ કરવું કે નેમનાથ તેને પરણવા માટે જાન કાઢીને વરઘોડે ચઢીને આવે છે. બધાં પશુ-પક્ષીઓને મારી નાખવા અને જાનૈયાને જમાડવા એક બંધ જગ્યામાં એકઠાં કર્યા છે. તેઓ પાકાર કરે છે, કારણ કે તે સ ંજોગે જોઇને સમજી ગયાં છે કે તેઓ સર્વાંના ઘેાડા વખતમાં જમણને અંગે વધ થવાના છે. તેમનાથ પેાતાના સારથિને પૂછે છે કે આ પશુઓ પાકાર શા માટે કરે છે ? સારથિએ કહ્યું કે તે આનંદથી નથી ખેલતાં, પણ તેઓના થાડા વખતમાં વધ થવાના છે તેને અંગે દયા માગે છે અને પાકાર કરે છે. તેમનાથને ખેઢ થયા કે પોતાના લગ્ન નિમિત્તે આ અધાં પશુઓની હિંસા થાય તે યેાગ્ય નથી. તેમણે તે વખતે સાથિને રથ પાછો ફેરવવા ફરમાવ્યું. રાજીમતી ઝરૂખામાંથી આ સર્વ જોઈ રહી હતી. તેણે તેમનાથને આવતા પણ જોયા હતા અને રથ પા વાળતા પણ જોયા હતા. તે આક્રંદ કરે છે અને કેટલાંક વ્યાવહારિક મેણાં આપે છે. રાજીમતી કહે છે : આગલા આઠ ભવમાં હું તમારી વહાલી હતી અને તમે (નેમનાથ) મારા પતિ હતા. આપણને બન્નેને મુક્તિ-સ્ત્રી સાથેનું સગપણ કે સંબંધ શા કામનું છે? હું તે તમારી વાટ જોઈને અહી બેઠી છું અને તમારે તે મુક્તિ-સુંદરી સાથે સગપણ કરવું છે, એ કેમ ઉપયેગી થાય ? તમારે ઉપયેગની દૃષ્ટિએ વિચારવું ઘટે કે આપને મારી સાથેના સબંધ આઠ ભવના જૂના છે અને તમે તો મુક્તિ સુંદરી સાથે સબંધ કરવા ધારો છે. એમાં તમને શું લાભ મળશે ? સગપણ તો સમાન શીલ-વ્યસનવાળા સાથે થાય. મારા જેવી રાજકુમારી સાથે સગપણ કશે તો હું તમારી સમેોવડી કહેવાઉં. એને બદલે તમે તો મુક્તિ-સુંદરી સાથે સગપણ કરી તેને વરવા ચાહે છે, પણ એમાં કોઈ કામ સરશે નહિ. મારી સાથે તો આપની આઠ આઠ ભવની ઓળખાણ છે, તેને મૂકી દઇને આપ આવી અજાણી મુક્તિ સુંદરી સાથે સગપણુ કરવા ઈચ્છા રાખેા છે? તે તમારા કોઈ પણ પ્રકારના કામની નથી. તેથી મારી સામુ જોઇ મારી સાથેના સંબંધ યાદ કરો અને અજાણી મુક્તિ-સુંદરી સાથે સંબધ જોડવાનુ` માંડી વાળા. (૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy