SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ ] શ્રી આનંઘન-ચાવીશી તેમ છે. એ ઉપરથી જણાય છે કે આ જન્મ-મરણના છેડો લાવવાના એક માત્ર ઉપાય આ સંસારના ત્યાગના છે અને મોક્ષ જેવુ' અનંત સુખ હમેશ માટે પામવું હોય તેા તેને માટે પ્રયત્ન તા કરવા પડે; એ કાંઈ ઝાડ ઉપરનું ફળ નથી કે વગર પ્રયાસે ચૂંટી લેવાય. પ્રયાસ વગર તે કાર્ય સિદ્ધિ થતી નથી, પણ હું મેશનું સુખ થઈ જતુ હાય અને આ જન્મ-મરણના ફેરા આળસી જતા હોય તો એ પ્રયાસ કરવા જોગ છે. અને તે સિવાય બીજા કોઈ કામ માટે પ્રયાસ કરવા તે એક રીતે નકામા છે, કારણ કે થાડા પૈસા કે માનકીતિ મળે તે તે આ જીવનપૂરતાં મર્યાદિત છે અને પિરણામે તે સં અહીં રહી જવાનું છે. જ્યારે બધું અહીં મૂકી જવાનુ છે ત્યારે તેના માતુ શા માટે કરવા ? અને અત્યારે તે આયુષ્ય પણ પિરિચત છે. કદાચ નસીબયેાગે પૂરેપૂરું સા-સવાસેા વર્ષોંનું આયુષ્ય હોય તેપણ તેને જતાં વાર લાગતી નથી, અને પછી તેા ચાર નાળિયેર બંધાવેલાં હેાય તે પણ સાથે આવતાં નથી. આ પ્રમાણે આપણા દરરોજના અનુભવ છે. આપણી સાથે ખેલ્યા, રમ્યા, હસ્યા તે ગયા; તેમને આપણે પેતે સ્મશાન મૂકી આવ્યા, પણ તેની સાથે કોઇ ચીજ ગઈ નહિ અને તેએનું શું થયું તે આપણે જાણતા પણ નથી. માટે પ્રયત્ન કરી આપણુ પોતાનું સારું કરવા પ્રયાસ કરવા અને તે જ આપણી સાથે આવનાર છે એમ સમજવું. અને તે મા, આનંદઘને આ સ્તવનમાં બતાવ્યુ તેમ, ચારિત્રના છે. તેથી ચરણસિત્તરી, કરણસિત્તરી આચરવા પ્રયાસ કરવા અને તેને અંગે દુનિયા શું કહેશે તે સાંભળવાની દરકાર બહુ ન કરવી કારણ કે દુનિયાને પેતાના પરિવારમાંથી કોઈ પશુ દૂર જાય તે ગમતું નથી; તેના પ્રયાસ તે આપણને નાસીપાસ બનાવવાના છે. તેથી દુનિયા શું ધારશે તે બહુ વિચારવામાં વખત ન કાઢવા, પશુ અત્યારે મનુષ્યદેહ, બુદ્ધિ, શક્તિ, તેમ જ આ દેશ અને સામગ્રી મળી છે તેને પેતાને માટે પૂરતો લાભ લેવે; તેમાં સ્વાથી ગણાઇએ તોપણ એવા ઊંચા સ્વાર્થને સાધા, તે પરમાર્થ છે; અને હુંમેશને માટેની આધિ, વ્યાધિ અને ઉપાધિને અંત લાવવાના તે અનુભવસિદ્ધ માગ છે. આ અનુભવ આપણા પોતાના નથી, પણ કોઈ કોઈ તે માર્ગે ગયા છે, તેએ જણાવે છે કે આ સ`સારનાં સર્વ સુખા, દેવગતિની સગવડો એ મેક્ષમુખ પાસે ગણતરીમાં નથી. તે સુખ તે માત્ર જ્ઞાની–કેવળજ્ઞાની જ જાણે, પણ જાણે પણ કહી ન શકે. મોટું આયુષ્ય હોય અને કહેવા બેસે તે આખા મેોટા જીવનમાં તે સુખને કેવળી કહી ન શકે, કારણ કે તે ભાષાને સ ́પૂ વિષય થઈ શકતા નથી. આવા સુખની તમને આકાંક્ષા હાય, તે મેળવવા તમે નિશ્ચય કરો તે વખતે દુનિયાના સાંસારિક અભિપ્રાય તમારી આડા આવે એ વાત અયેાગ્ય છે. તમારે જે મહાન સ્થાન પ્રાપ્ત કરવું છે તેની સાથે તે વિચારોની તુલના થઇ શકે તેમ નથી, અને તમારું ભવિષ્ય અત્ય'ત રમણીય છે, માટે તે રસ્તે આગળ વધો અને બીજા દુન્યવી માણસોના અભિપ્રાય સાંભળી જરાય નબળાઈ ન બતાવેા. એ આનંદઘન-સ્થાન મળે ત્યાં સુધી પ્રયાસ આદરી. આવી વાતા આ સ્તવનમાં કહી છે, તેના કાંઇક ભાવ અત્ર રજૂ કર્યાં છે. (૨૧) મે : ૧૯૫૦
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy