SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧: શ્રી નમિનાથ જિન સ્તવન [૪૧ અર્થ લેકાયતિક (નાસ્તિક-બાસ્પત્ય) તીર્થકરદેવની–સમયપુરુષની-કૂખ છે. એવા તે દર્શનના એક ચોક્કસ ભાગને આપણે ધ્યાનમાં લઈએ તો આપણને સમજાઈ જાય તેમ છે. દર્શન–તત્ત્વજ્ઞાનના અમૃતરસની ધાર ગુરુ મહારાજની દોરવણુ વગર કેમ પી શકાય? (૪) ટ –લેકાયતિક-ચાર્વાક, વૈશેષિકાદિક તે અંશવાદી. તે સર્વ કુખ મધ્યે જિનવરના મતમાં નિરંશ—અવિભાગ વિભાગપલિચ્છેદાદિ વિચાર કીજે, તે વારે તે કૂખમાં એવી તત્વ વિચારની સુધારસધાર, તે ગુરુગમ વિના કેમ પીજીએ? બૌદ્ધ, સાંખ્ય, નાસ્તિક, પંચભૂત યા અદ્વૈતવાદી એ સર્વ વાદી જાણવા. શાસનમાર્ગને ઓળવે તે માટે મિથ્યાદષ્ટિ જાણવા. કિયાવાદી તે આત્મા–ક્રિયાકારકને કર્તા માને તેના ભેદ ૧૮૦ થાય; અકિયાવાદી–આત્મા અર્જાવાદી તેના ભેદ ૮૪ થાય; અજ્ઞાનવાદી ૬૭ થાય, વિનયવાદી ૩ર થાય. એ સર્વ મળી ક૬૩. અથવા ગુરુ મેટા ગુણ વિના જ્ઞાનાદિ વિના કેમ જાણી શકાય ? (૪) વિવેચનલેકાયતિક-બાહસ્પત્યનાતિક એ સમયપુરુષનું કૂખ નામનું અંગ છે. એના અંશને વિચાર કરીએ તો એ સમયપુરુષની કૂખનું સ્થાન લે છે. વાણી કૂખમાંથી ઉત્પન્ન થાય છે તે પૂરતો એ વિચાર છે. અને નાસ્તિકે પણ ત્યાંથી ઉત્પન્ન થાય છે તે અંશે તે કુખનું સ્થાન લે છે. કૃખને ભાગ હમેશ પિલો રહે છે અને ખભા નીચે દબાય છે તેથી સમયપુરુષના આ દબાયેલા–કચરાયેલા અંગ તરીકે એક વિભાગ છે. પાંચે દર્શને વાણીથી ઉત્પન્ન થાય છે તે નજરે પણ નાસ્તિકને અને પેટને સ્થાન છે. નાસ્તિકની શરીરના દબાયેલ અંગ તરીકે ગણના કરવી એ વિશાળતા તો જૈન જ દાખવી શકે. આ વિચારધારા ન બેસે તેણે તે ગુરુગમથી સમજવા પ્રયત્ન કરે. આ હકીકત ખૂબ વિચારપૂર્વક લખાયેલી છે. સાધારણ રીતે પરભવ ન માનનાર અને બને તેટલાં ઇંદ્રિયસુખ ભોગવી લેવામાં જિંદગીને સાર્થક માનનાર નાસ્તિકને કશું સ્થાન નથી. તેઓ તો આ કાળના materialists (વસ્તુમાં જ માનનાર) છે. તેને પણ એક દર્શન તરીકે શરીરનો અવયવ ગણવામાં આનંદઘને કે હરિભદ્રસૂરિએ કમાલ કરી છે. નાસ્તિકને પણ એક દર્શન ગણવામાં નાસ્તિકને દેખીતી રીતે અવગણ્યા છે કે વખાણ્યા છે તે ખૂબ દીર્ઘ નજરથી સમજવા યોગ્ય છે. મને લાગે છે કે કુખને સ્થાને તે દબાવી રાખવા ગ્ય છે અને માથું ઊંચકે તો બેસાડી દેવા ગ્ય છે. અને તેમને કુખ ગણીને–ગણાવીને તેમની હરિભદ્રસૂરિએ ઠેકડી કરી છે, પણ તેમના દર્શનની પણ ગણના કરી છે, તે સર્વ ગુરુ પાસેથી સમજવા જેવું છે. આ ગાથાને અર્થ કરતાં જ્ઞાનવિમળસૂરિએ પાખંડીના ત્રણસે ત્રેસઠ ભેદ પાડ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે કિયાવાદી ૧૮૦, તેઓ આત્માને કર્તા માને છે. અકિયાવાદી ૮૪, જેઓ આત્માને અકર્તા માને છે. અજ્ઞાનવાદી ૬૭ અને વિનયવાદી ૩૨. મારી પાસે જે પ્રત પ૧
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy