SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન [ શ્ય હોવાથી આદરવા લાયક નથી. પાછળના બે પ્રકારોવાળી ક્રિયા પરિણામે સ'સાર-બંધન મુકાવનાર હાવાને કારણે આદરવા યાગ્ય છે. આ પાંચે પ્રકારની ક્રિયાઓને સ્પષ્ટ સમજવા પ્રયત્ન કરીએ. વિષક્રિયા ધર્મની ક્રિયા કરું' તો લેાકોમાં મારું માન વધે, મને વ્યાખ્યાન-પૌષધમાં આગળ પડતું સ્થાન મળે, હું દીક્ષા લઉં તે મોટા રાજા-મહારાજા મને પગે લાગે—આવી કોઇ પણ પ્રકારની આ ભવની ઇચ્છાથી ક્રિયા કરે તે વિષક્રિયા કહેવાય. આ સવ કપટક્રિયા છે. એનાથી નજીવા લાભ થાય, પણ એકદરે નુકસાન ઘણું થાય અને જન્મજન્માંતરની સખ્યામાં વધારો થઇ જાય. વિષ–ઝેર લેવાથી પ્રાણીનું તુરત મરણ થાય છે, તેમ આવા કોઈ પણ આશયથી કરેલ ક્રિયાને પરિણામે દુર્ગાંતિ તુરત થાય છે; અને ધર્માંદૃષ્ટિએ એ તાત્કાલિક મરણુ જ ગણાય. માનપત્ર કે હારતારા ખાતર થતી ક્રિયાએ આ કક્ષામાં આવે. સેવાના બદ્દલામાં સત્કાર થાય, સ્વયં આદર થાય તે જુદી વાત છે અને તે મેળવવા ખાતર ક્રિયા થાય એ અલગ બાબત છે. તે પ્રકારની ધમ ક્રિયાઓને વર્જ્ય ગણવામાં આવી છે. ગરલક્રિયા—ક્રિયાના બીજો પ્રકાર ‘ ગરલ ’ના નામથી ઓળખાય છે. ગરલ નામનું ધીમું ઝેર આવે છે; તાલપુર વિષ લેતાંની સાથે મારે છે, ત્યારે ગરલ નામનું ઝેર ધીમે ધીમે વધે છ મહિને મરણુ નિપજાવે છે. જ્યારે પરભવમાં રાજ્યઋદ્ધિ કે દેવદેવેન્દ્ર-વિદ્યાધર-ચક્રવતીની પદવી મેળવવાની ઇચ્છાથી ધર્મક્રિયા કરવામાં આવે ત્યારે તે ક્રિયાઓને ગરલક્રિયાનું નામ આપવામાં આવે છે. આવાં પ્રાણી ક્રિયા બરાબર કરે, પણ અંદરને આશય ક્રિયારુચિપૂર્વકના અને ક્રિયા ખાતર ક્રિયા કરવાના ન હેાઇ અને પરભવમાં કે લાંબે ગાળે ભવિષ્યમાં પૌદ્ગલિક લાભ લેવાનો આશય હાઈ, એવા પ્રકારની ક્રિયાએને પણ વર્જ્ય ગણવામાં આવે છે. આ ક્રિયા કરનારને ઘણીવાર ઇષ્ટ વસ્તુ મળે પણ ખરી, પણ સંસારવૃદ્ધિ થવાને કારણે એ ક્રિયાને ત્યાજય –અનાદરણીયના વિભાગમાં મૂકવામાં આવી છે. C અનુષ્ઠાનક્રિયા—ક્રિયાનો ત્રીજો પ્રકાર · અનુષ્ઠાન ’ના નામથી જાણીતો છે. કચિત્ એને અનનુષ્ઠાન ' પણ કહેવામાં આવે છે. ગતાનુગતિક રીતે ક્રિયા કરવી, વિધિ કે આશયને વિવેક ન રાખવેા, આગળ બેસનાર કરે તેમ કર્યા કરવું, એ આ અનુષ્ઠાન-વિભાગમાં આવે છે. આવા નકલી ક્રિયા કરનાર ગતાનુગતિક પડિલેડ, પ્રતિક્રમણુ, આવશ્યકાદિ કરે એ માત્ર યંત્રવત્ હોય છે. એવા ક્રિયા કરનારમાં વિવેક, વિચારણા કે આશય-રહસ્યને અભ્યાસ કે એને માટેની જિજ્ઞાસા કે રુચિ હતાં નથી; એનામાં દેખાદેખી જ માત્ર હોય છે. આવી ગતાનુગતિક ક્રિયાઓ પણ નિષ્ફળ નીવડે છે, અને ચેતનના વિકાસમાં પેાતાના મુદ્દામ ફાળા આપતી નથી. વિષ અને ગરલક્રિયાની માર્કેક આ અનુષ્ઠાનક્રિયા પણ ઉપયેગી ક્રિયાની કોટિમાં નથી આવતી. એને માટે · અન્યાનુષ્ઠાન ' શબ્દ પણ વપરાય છે અને તે શબ્દપ્રયોગ આ પ્રકારની ક્રિયા માટે વધારે સમીચીન લાગે છે. આ પ્રથમની ત્રણે ક્રિયાએ થાડો-ઘણા લાભ તો જરૂર કરાવે છે, પણ ઉચ્ચ આશયને અગે એ બિનકારગત નીવડે છે. ४
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy