SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨] શ્રી આનંદઘન-વીશી પ્રાપ્ત કરવાની આ સ્તવન બેલનારની ભાવના છે. આ સ્તવનના કર્તા આનંદઘન-લાભાનંદ છે એ આડકતરી રીતે જણાવી દીધું. સંપ્રદાય પ્રમાણે સ્તવનíએ સ્તવનને છેડે પિતાનું નામ જણાવવું જોઈએ, તે અનુસાર લાભાનંદે પિતાનું નામ “આનંદઘન” તરીકે જણાવી દીધું. (૧૦) ઉપસંહાર આ રીતે આ અતિ મહત્ત્વનું સ્તવન પૂર્ણ થાય છે. તેમાં આનંદઘનજીએ આત્મતત્ત્વની અતિ મહત્ત્વની ચર્ચાની વાત કરી છે કે રાગ દ્વેષ અને મેહને સર્વથા ત્યાગ કરવાથી અને આત્માને એકાગ્ર ચિત્તે ધ્યાવવાથી આ આત્મા ફરીને સંસારમાં આવતું નથી. આ રાગ-દ્વેષ કેવા છે તે આપણે જોઈએ, મને બરાબર પિછાનીએ અને આત્મતત્વ ઉપર એકાગ્રતા કરવાને અંગે બરાબર નિર્ણય કરીએ. અને આત્મતત્ત્વ સમજાતાં નિર્ણય કરીએ કે એની સર્વ કર્મોથી મુક્તિ થાય તે પછી એ કદી સંસારમાં આવતું નથી. આવું આત્મતત્ત્વનું એક સ્વરૂપ સારી રીતે જાણી લેવાની અને તેને પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાની જરૂર છે. આ આત્મતત્ત્વ ભગવાને કેવી રીતે જણાવ્યું તે વાત પર જ વિચાર કરીએ એટલે આ સ્તવનરચનાને ઉદ્દેશ પણ પાર પડે અને આપણે આપણું કર્તવ્ય બજાવ્યું ગણાય. - રાગ અને દ્વેષ આ સંસારવૃક્ષનાં મૂળે છે, કારણ કે કષાય એનાથી જ ઉત્પન થાય છે. અમુક ચીજ કે વ્યક્તિ પિતાનાં છે, પિતાનાં માનેલાં છે, અને અમુક ચીજ કે માણસ આપણને દીઠાં જ ગમતાં નથી, આ ભાવ અને અભાવ તે રાગ-દ્વેષનું મૂળ છે અને તે સંસારને વધારે છે. અને આપણને બીજી વસ્તુ કે વ્યક્તિ તરફ મહ થાય, તેને દુઃખે દુઃખી થઈએ, તેને સુખે રાજી થઈએ, અને દારૂ પીધેલ માણસની પેઠે સંસારમાં પડ્યા રહીએ તેને લઈને બીજી વાત ન સૂઝે, એ સંસારને મેહ કહેવાય. મેહુ પ્રાણીને મૂંઝવી નાખે છે અને આ સંસારમાં ગમનાગમન કરાવે છે. અનંત કાળથી આપણે એ પ્રમાણે આંટા માર્યા કરીએ છીએ અને આ ચકભ્રમણને છેડે જ આવતો નથી એ રાગ-દ્વેષ અને મને લઈને જ છે. એ ત્યાગવા ગ્ય છે, એને છેડે લાવવા ગ્ય છે અને એના ઉપર કોઈ પણ પ્રકારને વિશ્વાસ મૂકવા લાયક નથી, એવા પ્રકારની બુદ્ધિ થાય અને તેને ત્યાગ કરવાનો નિર્ણય થાય તે આત્મજ્ઞાનની પ્રથમ શરત છે. પછી બીજી આત્મજ્ઞાનની વાત એ છે કે જે રાગ-દ્વેષ અને મહે કરેલાં તથા બીજાં કર્મોને એક વાર છોડી દે છે, એનું આ સંસારમાં ચંદ્રમણ કે આગમન થતું નથી; એ કાંઈ કઈ પણ વખતે આ સંસારમાં પાછો આવતો નથી, તે તે ગમે તે હમેશને માટે ગ. ભગવાન અવતાર લે એ આ સિદ્ધાંત આત્મજ્ઞાનને કબૂલ નથી. જે મક્ષ ગમે તે સદા માટે ગયે. એક વાર જનાર કોઈ પણ કારણે આ દુનિયાના આંટાફેરામાં પાછો આવતો નથી અને જન્મમરણના ચકરાવામાં પડતો નથી. ધર્મની પ્લાનિ થાય અને અધર્મનું અભ્યત્થાન થાય ત્યારે હું અવતાર લઉં છું—એવો કોઈ દર્શનને સિદ્ધાંત છે તે ખરા તત્વજ્ઞાન પાસે ટકી શક્તો નથી. એક વાર સર્વ કર્મથી મુક્તિ થાય તે કદી કઈ પણ હેતુએ સંસારમાં આવી જન્મમરણમાં પડતા નથી, એવી જૈન આત્મજ્ઞાનની બીજી શરત છે. અને ત્રીજી શરત એ છે, કે
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy