SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬] શ્રી આનંદઘન-વીશી ભૂતચતુષ્ક વજિત આતમતત, સત્તા અળગી ન ઘટે; અંધ શકટ જે નજર ન દેખે, તો શું કીજે શકટે? મુનિ ૬ અથ–પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર મૂળ પદાર્થો સિવાય આત્મા નામનું જુદું તત્ત્વ છે જ નહીં અને તે સિવાય આત્મા છે જ નહિ એમ કેટલાક કહે છે). હવે જે આંધળો ગાડાને દેખી જ શકતે ન હોય, નજર પણ તે પર માંડી શકતે ન હોય, તે એવા ગાડાને શો અર્થ છે? અને તેમાં ગાડાને વાંક-ગુને પણ શું છે? (૬) ટબો–કેટલાએક ભૂતચતુષ્ક પૃવ્યાદિક વરજી એટલે પંચભૂત વિના આત્મતત્વની સત્તા સદ્ભાવ તે અળગી-જુદી માનતા નથી, કાયતિક મતના ચાર્વાક-નાસ્તિક; જેમ અંધ શકટને નજરે ન નિરખે-ન દેખે તેણે અધે શકટે શું કીજે ? (૬) વિવેચન–વળી લેકાય અથવા નાસ્તિકવાદીઓ કહે છે. પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ મૂળ ચાર પદાર્થો સિવાય કાંઈ જુદી સત્તા નથી; તેઓ તે આત્માની હયાતી જ સ્વીકારતા નથી. તેઓ કહે છે કે ચાર ભૂતે એકઠા થાય ત્યારે તેમાંથી સત્તા અથવા આતમા નીકળે છે અને જ્યારે ભૂતે ખલાસ થાય ત્યારે એ સત્તાને વિલય-નાશ થઈ જાય છે. તેઓ કહે છે કે જેમ Chemical Compound એટલે વસ્તુનું મળવું થાય ત્યારે કેઈ નવી શક્તિ તેમાંથી નીકળે છે, તેવી રીતે સદર ચાર ભૂતોથી આ સત્તા જમે છે અને તે ચાર ભૂતને નાશ થાય ત્યારે મરણ થયું કહેવાય છે. પણ આત્મા નામને કઈ જુદો પદાર્થ હોય તે તેઓના મત પ્રમાણે ઉચિત નથી. ચાર મહાભૂતની હાજરી અથવા મિલનથી જ આ હાલચાલે તેવી વસ્તુ ઉત્પન્ન થાય છે, પણ આત્મા નામને જુદો પદાર્થ થતો નથી : આ પણ આત્માને અંગે એક મત છે. નાસ્તિક મતવાળા આ પ્રમાણે આત્માની જુદી હયાતી જ સ્વીકારતા નથી એટલે તેઓ તે બધી બાબતમાં ના, ના અને ના કહીને નન્ને વાસે છે. તેને અંગે તે સવાલ કરનાર જ પિતે જવાબ આપી દે છે. આ સવાલજવાબ વિચારવા લાયક છે. પાઠાં ૨–“ભૂત” શબ્દને પ્રતમાં “ભુત” લખ્યો છે. “વજિત” શબ્દને પ્રતમાં “વરજિત” લખેલ છે બીજી પ્રતમાં “વરજી” પાઠ છે. “ઘટે” સ્થાને પ્રતવાળાએ “ઘટે” લખેલ છે; બીજી પ્રતમાં “ઘટે” પાઠ છે. જે સ્થાને પ્રતમાં “તો” પાઠ લખેલ છે (બને પ્રતમાં). “નજર ન દેખે ' સ્થાને પ્રતમાં નિજરે ન નિર” પાઠ છે; બીજી પ્રતમાં “નિજરે નિરખો’ પાઠ છે. “કીજે સ્થાને એક પ્રતમાં “કીજૈ ' પાઠ છે. (૬) શબ્દાર્થ–ભૂત = ચાર મૂળ પદાર્થો. ચતુષ્ક = ચારને સમૂહ, પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર, વજિત = છોડીને, બાકી રાખીને. સત્તા = હોવાપણું, સત્તાપણું. અળગી = જુદી, તેનાથી અપર-બી. ન = નહિ, ના. ઘટે = લાગુ થઈ શકે. અંધ = આંખે ન દેખી શકે તેવા માણસ, આંધળા, આંખે અપંગ, શકટ = ગાડાને, કઈ પણ વસ્તુ લઈ જવાનું વાહન. જે = યદ્યપિ, ગમે તે કારણે. નજરે = આપ, જાતે જ તે. દેખે. ન = નહિ (નકારાત્મક) દેખે = જુએ, માલૂમ પડે તે = તે પછી, તે વખતે, ત્યારે. શું = કેમ. કીજે = કરીએ, ઉપયોગનું શું, એમાં ગાડાનો ગુન્હો શું? શકટ = વાહન, ગાડાએ. (૬) -
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy