SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન [૩૮૩ - અદ્વૈતના ત્રણ મત છેઃ અદ્વૈત, દ્વૈતાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટાદ્વૈત મતવાળા તે વિષ્ણુના ઉપાસકે; તેઓ જડ અને ચેતનને એક માને છે, સ્થાવર-જંગમ સર્વ વસ્તુમાં વિષણુને જુએ છે. તેમના મતે જીવાત્મા કદી પણ પરમાત્મા થતું નથી. આમાં સુખદુઃખને. ભારે ગોટાળા થાય છે અને તર્કમાં જેને “સંકર” દૂષણ કહેવામાં આવે છે તે થાય છે. સામાન્ય રીતે સુખ અને દુઃખ જુદાં છે, જુદાં જણાય છે, તેને એકસરખાં માનવાની વાત કોઈ રીતે બેસી શકતી નથી. સ્વૈતાદ્વૈત નિબાર્કના મતના અનુયાયીઓ પણ આ જ પ્રકારનો ગોટાળો કરે છે અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત વચ્ચે દ્વૈતાદ્વૈતને મત આવે છે. તેઓ પણ સ્થાવર-જંગમ સરખાં માને છે અને સુખદુઃખ વચ્ચે કાંઈ તફાવત ન કરતાં “સંકર દૂષણ લાવે છે. એટલે મનમાં આત્મા સંબંધી જે ગોટાળો થયે તે તેમના મતે તે કાયમ જ રહે છે, માટે આપ ખરું આત્મતત્ત્વ જણાવે. (૩) એક કહે નિત્ય જ આતમતત, આતમદરસણ લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહી. મુનિ જ અથ કેટલાક લેકે આત્મતત્વ એક જ-એકસરખું જ રહે છે એમ કહી આત્માને નિત્ય માને છે અને આત્મદર્શનમાં એકમેક થઈ જાય છે, પણ તેમાં કરેલા કામને નાશ અને નહિ કરેલા કામના ફળની પ્રાપ્તિ નામને દોષ આવે છે, તે બુદ્ધિ વગરને માણસ જોઈ શકતો નથી. (૪) ટબે–એક તે એમ કહે છે–આત્મા નિત્ય એકાંત છે, આત્મદર્શન દેખવામાં લી રહે છે, તે વારે કૃતકને વિનાશ-ક્ષય અને અકૃતને આગમ એ દૂષણ ઉપજે છે, તે દૂષણ મતિહીનપણે દેખતે-જાણ નથી. (૪) | વિવેચન–વળી, કોઈ આત્માને નિત્ય માને છે. અદ્વૈત મતે આત્મા નિત્ય છે, આ આત્મદર્શન કરવાના કામમાં લીન થયેલા તેમાં પિતાની ભૂલ કેવા પ્રકારની થાય છે તે જોઈ શક્તા પાઠાંતર–કહે ”એક પ્રતમાં “કહૈ' લખે છે. “તત ” ને બદલે “તત ” એક પ્રતમાં છે. “લીનો સ્થાને એક પ્રતમાં “લી” પાઠ છે; બીજી પ્રતમાં ‘લિણો પાઠ છે. “અકૃતાગમ ને બદલે એક પ્રતમાં “અકૃતાનાગમ” પાઠ આપે છે. “દેખેને એક પ્રતમાં “ટે ' લખ્યું છે, તે જૂની ગુજરાતીમાં “પ ને “ખ'ની લખવાની રીત છે. “મતિહી’ સ્થાને એક પ્રતમાં “મહીણે ” પાઠ છે. (૪) શબ્દાર્થ –એક = કેઈ (અદ્વૈતવાદી અથવા તેરાપંથી), એક એવો મત છે જે. કહે = જણાવે છે, સમજાવે છે. નિર્દેશ છે. નિત્ય જ = નિત્ય, સર્વ કાળે એકસરખું રહે તેવું, જેમાં વધારો ઘટાડો ન થાય તેવું. આતમ = આત્માનું, આત્મિક, આત્મા. તત = તત્ત્વ. આતમ = આત્મ, સ્વ. દરસણ = દશન, સ્વરૂપ, નિજભાવ. લીન = લય પામેલો, મગ્ન, કેન્દ્રિત થયેલ. કૃતવિનાશ = અગાઉ કરેલાં કે કરાતાં કામનાં ફળને નાશ, ફળનો અભાવ, કરેલા કામના ફળને ક્ષય. અકૃતાગમ = ન કરેલા કામના ફળનું થવું, ન કરેલા કામના ફળની પ્રાપ્તિ. દૂષણ = દોષ, પાપ, આવી પડવાને ગોટાળો. નવિ=નહિ, ન (નકારાત્મક). દેખ = જુએ, વિચારે, જાણે. મતિહીણ = વિચારણાશક્તિ વગરને, લાબી નજરે ન જેનાર. (૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy