SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ] શ્રી આન ઘન-ચાવીશી અ-એ પ્રકારે જે પેાતાના મનમાં પરીક્ષા કરીને જિનેશ્વર ભગવાનના ગુણાનું ગાન કરે તેના ઉપર પ્રભુની કૃપા થાય (મહેરબાની થાય ), તે તે મીઠી સુંદર નજરથી તે પ્રાણી અંતે મેાક્ષને મેળવે. (૧૧) ટમે—એ પ્રકારે પરખી વિભાવભાવથી વીરમીને–ટાળીને મનમાં વિસરામીને થાપીને જે એકાગ્ર અને જિનગુણ ગાવે તે પ્રાણી દીનબધુ જે વીતરાગ દુઃખિત જન શરણની કૃપા મહેરનજરથી–કૃપાદૃષ્ટિથી આનંદઘન-મોક્ષપદ આત્મસ્વરૂપ પદ-પામે. એટલે ઓગણીશમા મલ્લિનાથનુ સ્તવન પૂર્ણ થયું. (૧૧) વિવેચન—આવી રીતે પરીક્ષા કરી મન જ્યાં વિશ્રામ પામે, અને પરીક્ષા કરીને જે જિનેશ્વર પ્રભુના ગુણનું ગાન કરે, જે ગુણા પૂના અનેક મુનિએના સમૂહને અનુસરે, તેને શું થાય, કેવા પ્રકારના લાભ થાય, તે નીચે કહેશે. પ્રભુના ગુણ ગાવા, તે પણુ પરીક્ષા કરીને ગાવા, અને સંધને એકસરખું માન આપવું, પણ ગુણગાનને યાગ્ય તો આ જિન પ્રભુ જ છે એમ સમજવું. કારણ કે તમે કોઈ પણ ધમ જોશે તે તેમાં આવા અઢારે દોષોનુ નિવારણ કરનારા તમને મળશે જ નહિ. એ અઢાર પૈકી એક રાગ અથવા દોષ ગુણુ જ એવા છે કે એ સર્વાંને ઢાંકી દે છે. મારાં તારાં થાય, સ્ત્રીઓ સાથે પ્રેમ કરવા, તેને અને આ દોષનિવારણને કાંઇ સબધ જ નથી. અઢાર પૈકી પ્રત્યેક દોષથી મુક્ત રહેવું તે લગભગ અશકય વાત છે. આવી વિશાળ ભવ્યતા અને દોષ દૂર કરવાની વૃત્તિ તમે કોઈ પણ સ્થાને જોશે નહિ. ધના કે ધર્મોના નાયકના સ્વીકાર સમજીને-પરીક્ષા કરીને કરવેા; એમાં કઇ જાતના ગોટાળા ચાલે નહિ. એ તે રત્નની પરીક્ષા કરવાની વાત છે. આજના યુગમાં પરીક્ષા પસાર કરવી એ ભારે આતુરતા દેખાડે છે. પરીક્ષાનાં પરિણામને દિવસે ખાવાનું મન ન થાય કે ભાવે નહિ એવા વિદ્યાર્થીઓને મે જોયા છે. આવી જિજ્ઞાસાપૂર્વક પરીક્ષા કરીને પ્રભુને સ્વીકાર કરવા; બાપદાદા કે પૂર્વીને પૂજતા હતા માટે તેને પૂજવા, એ વૃત્તિ કાઢી નાખવી; અને પરીક્ષા કરી પોતાની પરીક્ષામાં જે અઢાર દોષ રહિત લાગે તેની જ પૂજા કરવી, અને તેના જ ગુણ ગાવા એ પદ્ધતિ સ્વીકારવામાં આપણને સંતેષ થાય તેમ છે. એથી એમ લાગે કે આપણે પોતે જ પરીક્ષક છીએ અને એ પરીક્ષામાં પસાર થનાર આપણી ભાવનાને અનુરૂપ છે. આ રીતે પરીક્ષા કરીને અઢાર દૂષણ રહિત પ્રભુ હાય તેને સ્વીકાર કરવા અને તેનાં ગુણગાન કરવાં. પછી ગરીબના બેલીની કૃપાનજરથી આ પ્રાણી આનંદઘન પદ એટલે જ્યાં નિર'તરને આનંદ થાય છે તેવું મેાક્ષ પ્રાપ્ત કરે. વના, સાચી વાતા. ગાયે = વર્ષોંન કરે, એટલે, સમજીને કહી દેખાડે. દીના'ની = પામરના મદદગાર, ગરીબની પડખે ઊભા રહેનાર. મહિર = મહેર, મહેરબાની, કૃપા, મીઠી નજર. નજરથી = જોવું તે, દષ્ટિ આપવી તે. આનંદધન = મેાક્ષ, આન ંદને જ્યાં સમૂહ છે તેવું સ્થાન, સ્થળ, જગ્યા. પદ = સ્થાન, જગ્યા. પાવે = મેળવે, પ્રાપ્ત કરે, પામે. (૧૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy