SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪] શ્રી આનંદઘન-વીશી અર્થ—આપે તો સમ્યક્ત્વ-શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ પર શુદ્ધ શ્રદ્ધા સગપણ સંબંધ–કર્યું, તે એકલા તેની સાથે જ નહિ, પણ તેના સગાસંબંધીઓ સાથે પણ પાક સંબંધ કીધે અને મિશ્યામતિને તહોમતદાર તરીકે કે ગુનેગાર તરીકે ઓળખી લઈને એને તે ઘરમાંથી જ બહાર હાંકી દીધી, કાઢી મૂકી. (૪) - ટબો–સમકિત સગાઈ કીધી, સદારામ સબોધાદિ પરિવાર સાથે સુદઢપણે મિથ્યામતિને અપરાધિણી–પાપકારિણી જાણીને ઘરથી-મનમંદિરવાસના ઘરથી સંજ્ઞારૂપથી પણ બહાર કાઢી. (૪). | વિવેચન—આ ગાથામાં પાંચમા મિથ્યાત્વ દોષના નિવારણની વાત કરે છે. સમકિત સાથે એના આખા પરિવાર સાથે સંબંધ-સગપણ કર્યું અને તે પણ ગાઢ સંબંધ કર્યો. અને મિથ્થાબુદ્ધિ-મિથ્યાત્વ સાથે એને એટલે વાંધો પડી ગયું કે તેને અપરાધ કરનારી તહોમતદાર ગણીને ઘરથી બહાર ધકેલી દીધી. સમ્યફવના સડસઠ બલની વાર્તામાં સમિતિના સંબંધીઓ શમ, સંવેદ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપાને ઉપર જણાવી ગયા છીએ. એની સાથે–એ સમ્યકૃવના પરિવારની સાથે–એણે સગપણ–સ્નેહસંબધ કર્યો. ખરી વસ્તુને ખોટી માનવી તે મિથ્યાત્વ; બટાને-સાચું માનવું, ધર્મને અધમ માન તે મિથ્યાત્વ. એના અનેક પ્રકાર છે – પ્રથમના મિથ્યાત્વને અભિગ્રહમિયાત્વ કહે છે. તેમાં કુદેવને સુદેવ માને, કુગુરુને સુગુરુ માને, અધર્મને ધર્મ માને. આવી રીતે ગર્દભપુચ્છ પકડ્યું તેને છોડે જ નહિ, હઠ કદાગ્રહથી બાપદાદાની હઠ પકડીને કુગુરુને મૂકે નહિ. બીજે મિથ્યાત્વદોષ અનભિગ્રહિક મિથ્યાત્વ. તે બધા દેવને સરખા માને. સુદેવ અને કુદેવને સરખા માને. એને ખરાખોટાને ભેદ થતું નથી. એ ખરે વિચાર જ કરતું નથી. એ અધર્મને પણ ધર્મ માને. ત્રીજે મિથ્યાત્વને પ્રકાર તે અભિનિવે શિક મિથ્યાત્વ. તેમાં તે સત્યદેવને માને નહિ, પણ બાપદાદાએ કર્યું તેમ જ કર્યા કરે. સાચો ધર્મ જાણે પણ તેને સ્વીકારી ન શકે. ચેથે સાંશયિક મિથ્યાત્વ. એ વીતરાગનાં વચનમાં શંકા કરે. એના સંશયનું નિવારણ થાય જ નહિ. મૂઢતાથી ખબર ન પડે તે પાંચમું અનાગિક મિથ્યાત્વ. એકે દ્રિય પ્રમુખ જીને આ મિથ્યાત્વ હોય છે. એને ધર્મકર્મની ખબર જ પડતી નથી. | શબ્દાર્થ–સમતિ = શુદ્ધ દેવ-ગુરુ-ધમ ઉપર શુદ્ધ શ્રદ્ધા. સાથે = જોડે, ના સંબંધમાં. સગાઈ = સ્નેહસંબંધ, પ્રેમ, કીધી = કરી. સપરિવાર તેના પરિવાર સાથે, શમ, સંવેગ વગેરે તેના કુટુંબીજને. સુ = ની સાથે. ગાઢી = ગા, પાકી, જીવ હાડોહાડ. મિથ્થામતિ = બેટી બુદ્ધિ, બોટામાં સારાપણાની બુદ્ધિ. અપરાધ = અપરાધિની, તહોમતદાર જાણી = ઓળખી, શેાધી કાઢી. ઘરથી = પિતાના ગૃહમાંથી, પિતાના ઘરેથી. બાહિર = બહાર, છેટે, આધે. કાઢી = ફેકી દીધી. (૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy